Sunday, June 14, 2020


મહાભારતનું યુદ્ધ એજ જીવન યુદ્ધ
                                                                       મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ અર્જુનને ગીતા કહી હતી તે ભીષણ અને હિંસક યુદ્ધહતું .  એમાં અર્જુનને ભગવાન કૃષ્ણ એના સ્નેહીઓ , કુટુંબીઓ, વડીલો અને ગુરુ સામે ધર્મનું પાલન કરી યુદ્ધ કરવા ઉપદેશ આપે છે . એજ ઉપદેશ માનવીય જીવનને પણ લાગુ પડે છે. માનવીનું જીવન પણ એક સંગર્ષમય યુદ્ધ છે . માનવીના જીવનમાં પણ બહારીને  અને આંતરિક યુદ્ધમાં ગીતાનો ઉપદેશ કામનો છે.
                                                                      જીવનમાં  બહારી  યુદ્ધ,  માનવ અને માનવ વચ્ચેનું યુદ્ધ,  અથવા સત્ય અને અસત્ય વચ્ચેનું યુદ્ધ,  અથવા  સારા અને ખરાબ વ્યક્તિઓ વચ્ચેનો સંગર્ષ અથવા ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હોય છે . એ યુદ્ધમાં   મૃત્યુ અને મિલકતનું પણ નુકશાન થઇ શકે છે.
                                                                        જ્યારે આંતરિક યુદ્ધમાં માનસિક શાંતિ, અથવા આંતરિક ખુશી અથવા આત્મ સંતોષનો નાશ થઇ શકે છે.
                                                                      ગીતા મનુષ્યના આંતરિક અને બાહરી  સંગર્ષ  માટે ઉકેલ દર્શાવે છે.  જીવનના આંતરિક અને બહારી યુદ્ધમાં માનવીય  ઈચ્છાઓ,  જરૂરિયાતો. અપેક્ષાઓ , લોભી વૃત્તિઓ , અને વેરવૃત્તિ  જવાબદાર હોય છે.

                                                                      આ માનવીય જીવનના યુદ્ધમાં  ફક્ત બે  જ પરિણામો આવે છે.  જીત અને હાર .  પરંતુ ગીતા કહે છે '  જીવનમાં  જીતો તો પણ  એ તમારા માથા પાર ચડવું ન જોઈએ અને માનવતા ન ગુમાવવી જોઈએ. હારમાં મનુષ્યે રડવું ન જોઈએ અને કોઈના તરફ દ્વેષ વૃત્તિના રાખવી ન  જોઈએ. દરેક હારમાંથી શીખવું જોઈએ અને વર્તમાન  સ્થિતિ પ્રમાણે રહેતા શીખી લેવું જોઈએ. સ્થિપ્રજ્ઞ બનતા શીખવું જોઈએ.                     
                                                                      હાર અને જીતમાં  ગીતા શું કહે છે? મનુષ્યે જીવનયુદ્ધમાં  નિસ્પ્રુહ , ભયરહિત, અને ક્રોધને કાબુમાં રાખતા  શીખવું જોઈએ. તમારા વિચારો અને આચરણમાં સમન્વય હોવો જોઈએ.  સકારત્મક રહી તમારા ધેય્ય  તમારું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ.  તમારામાંથી ઈર્ષા , શોક , વેર
અને નિરાશા જેવી વૃત્તિને તજી દેવાથી જ સુખનો અનુભવ થઇ શકે.
                                                                          આમ ગીતા ને જીવનમાં ઉતારવાથી જીવનનના ઘણા પ્રશ્નોનો ઉત્તર મળી જાય છે.
                                                       *******************************************
                                                                           
                                                                     
                                                               
  ,

Monday, June 8, 2020


કોરોના વિષે
                                                                                                       કોરોના  વિષે લોકોને વધારેને  વધારે જાણવાની ઉત્સુકતા છે. એ બાબતમાં દુનિયામાં ઘણું સંધોધન ચાલી રહ્યું છે. કારોના બાબતમાં ઘણી ગેર સમજ પણ પ્રવર્તતે છે . એ બાબતમાં ' યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ , અમેરિકાના ચેપી રોગોની  ક્લિનિક દ્વારા કેટલીક રજૂઆતો કરી છે. તે ઘણી માહિતીજનક છે.
                             જો કોરોના  તમારા શરીરની સેલ દીવાલની  અંદર પ્રવેશી હોય તો એનો નાશ કરવો અશક્ય છે . જો કોરોનાનો દર્દી ઘરમાં હોય તો ઘરની ફર્શને ડીસ ઈનફેક્ટ કરવાની જરૂરી  નથી. પરંતુ તમારા રક્ષણ માટે  દર્દીથી ૨ મીટરનું અંતર રાખવું જરૂરી છે.  અને વારેઘડીએ સાબુથી હાથ ધોવા જરૂરી છે.

                              પેક કરેલો માલ,  એટીમ, ગેસ પંપ , શોપિંગ કાર્ટ , ચેપી રોગ ફેલાવતા નથી પરંતુ સાવચેતી માટે સામાન્ય રીતે  હાથ ધોવા જરૂરી છે . કેરોના મંગાવેલા  ખોરાક દ્વારા ફેલાતો નથી પણ એનો ચેપ ફ્લુજેવો  ડ્રોપ દ્વારા ફેલાય છે .  કોરોના ૧૯ એ  શ્વાસોશ્વાસના ડ્રોપ દ્વારા જ ફેલાય છે.   કોરોના સ્વચ્છ  હવામાં હોતો નથી. તમે શારીરિક અંતર જાળવી સ્વચ્છ હવામાં , એટલેકે બાગમાં  ફરી શકો છો.
                               તમે ઘરમાં હોવ તો વસ્ત્રો બદલવાની જરૂરિયાત નથી  કે પછી શોવર લેવાની પણ જરૂર નથી. પરંતુ  સ્વચ્છતાની દ્રષ્ટિએ  નાહવાનું અને સ્વચ્છ કપડા પહેરવું આવશ્યક છે.

                               કોરોના વાયરસ  એ બેક્ટરિયા નથી એટલે એન્ટી બેકટેરિયા સાબુ વાપરવાની જરૂર નથી. સામાન્ય સાબુ વડે પણ  હાથ ધોઈ શકાય છે. બુટ દ્વારા વાઇરસ સામાન્ય રીતે ફેલાતો  નથી.
                                     જયારે  ગિરદી જેવી વસ્તીમાં જાવ તો માસ્ક પહેરવો  આવશ્યક છે.  પરંતુ લાંબો વખત માસ્ક પહેરી રાખવાથી શ્વાશોશ્વાશની પક્રિયામાં અવરોધ પણ થાય છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ અવરોધે છે . આથી આવશ્યકતા પ્રમાણે  માસ્ક  પહેરતા રહેવાની જરૂરિયાત છે .
                             આતો લોકોની માહિતી સંધોધનના અહેવાલને  આધારે આપેલી છે.
                                         ***********************************   
                           

Wednesday, June 3, 2020


સબકા સાથ
                                                                                       દુનિયામાં લોકોને  સાથમાં  લઈને કામ કરવામાં જે  સફળતાનો  આનંદ અને સંતોષ મળે છે એ અજબ છે. રતન તાતાએ કહ્યું છેકે  ' નજદીક  અને જલ્દી  પહોંચવું હોય તો એકલા જવું સારું પરંતુ મુસાફરી લાંબી હોય તો સમૂહ માં જવું  ઉચિત છે.' આથી પંખીઓ પણ આકાશમાં એક દિશામાં સમૂહમાં જ ઉડે છે કારણકે સમૂહમાં ઉડવાથી શક્તિઓ વધે છે અને અંતર પણ જલદી કપાઈ જાય છે .
                                ટીમ વર્ક માં  કાર્યદક્ષતા  વધે  છે અને જરૂર પડે નેતા પણ બદલવાનો અવકાશ રહે છે. સમૂહમાં  એકબીજા પ્રત્યે સ્નેહ , માન અને લાગણી પણ જન્મે છે. એક બીજાને પ્રોત્સાહિત કરવાથી નિષફળતાનો ભય દૂર થાય છે. અને ઉત્તમ પરિણામ મળે છે.

                                ટીમ ના સભ્યો જો એકબીજા પ્રત્યે માન રાખી એક લક્ષ્યથી કામ કરે તો  સર્વ તેમનું  લક્ષ તરફ જલદી પહોંચી શકે  છે. ટીમના સભ્યો જો એકબીજા તરફ માન રાખી, અને  મતભેદોને ભૂલી ને  કામ કરે જાય તો કોઈ સફળતાને અટકાવી શકે નહિ.
                                    ટીમમાં  મૈત્રી ભર્યા સબંધો જ ઉત્તમ સફળતા અપાવે છે. જરૂર પ્રમાણે  નેતાની બદલી કોઈ પણ જાતના સંગર્ષ વગર પર ઉતરે એજ ટીમ વર્કનો ઉત્તમ નમૂનો છે.

                                    પક્ષો જયારે સમૂહમાં ઉડે છે ત્યારે એક પક્ષી થાકી જાય તો બીજું પક્ષી એની સાથે ઉડવા માંડે છે અને એને સહારો આપે છે. નેતા બદલાતા પક્ષીઓના સમૂહમાં પણ નેતા પોતાનું સ્થાન છોડી
પાછળ ઉડવા માંડે છે. અને નવો નેતા એનું સ્થાન સહજ રીતે લઇ લે છે. અને આમ પક્ષીઓનો સમૂહ હજારો માઈલ ઉડીને એમના નિશ્ચિત સ્થાન પર સહી સલામત પહોંચી જાય છે. એમાંથી ટીમ વર્ક વિષે માનવ જાતે ઘણું ઘણું શીખવાનું છેકે ' સફળ ટીમ વર્ક શું કહેવાય?
                             *************************************************