Saturday, December 21, 2013


દ્વિધા
                                                                                                                                                     માણસના જીવનમા ઍક દ્વિધા સતાવી રહી હોય છે કે હોશીયારી પૂર્વક, અને મહેનત સાથે કરેલા કર્મમા પણ કેમ નિષ્ફળતા મળે છે? પ્રામાણિકતા અને સદભાવના વાળા કામો પણ કેમ નિષ્ફળ નીવડે છે? ત્યારે માનવ માત્રને નિરાશા આવે છે. ઘણી વાર ઘણા પ્રશ્નોના જવાબ જ નથી હોતા. કેટલાક  જવાબ મેળવવા જતા પોતાનુ માનસિક સ્વાસ્થ્ય ગુમાવી મૂકે છે તો કેટલાક તો ભગવાનમા વિશ્વાસ પણ ગુમાવી દે છે! 
અને પુછવા માડે છે કે

મને સમજાતુ નથી---
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે?
વિચાર્યુ શુ હોય છે ને અવળુ થઈ જાય છે
જીવનભર મહેનત કરીને બધુ ભેગુ કરતો રહ્યો
ઍકજ પળમા બધુ ધૂળ ભેગુ થઈ જાય છે
મને સમજાતુ નથી---
હૂ કોણ? અને હૂ કરુ, મારા થકી આ દુનિયા ચાલે
ઍવા ભ્રમમા રહેનારા, ખાલી હાથે સીધા વી જાય છે
મને સમજાતુ નથી કે આવુ કેમ થાય છે
વિચાર્યુ  ન હોય ઍવુ બની જાય છે
મને સમજાતુ નથી---
સુરા સુંદરીઓમા રાચનારપ્રભુની જેમ પૂંજાય છે
ત્યાગ અને તપસ્યાઓના  પૂંજારી હાંસી પાત્ર થાય છે
 મંદિરો, મસ્જિદો, અને ગિરજાગૃહો ભક્તોથી ઉભરાય છે
તોયે દુનિયામા પાપોના ભાર ક્યા ઑછા થાય છે?
મને સમજાતુ નથી---
ભારત દેસાઈ
                        આવા પ્રશ્નોના કોઈ જવાબ નથી અને ઍમા કોઈ તાર્તિક્તા પણ નથી. પરંતુ કર્મ ના પરિણામોના રૂપમા પ્રભૂ જવાબતો આપતો જ હોય છે. કોઇકે ક્હ્યુ છે  કે ભગવાનને ગમતો જવાબ માંગો તો તમને ગમતો જવાબ મળી જ રહેશે.
                                            ********************************************

Monday, December 16, 2013


અમેરિકાના ગ્રાન્ડ કેનિયન પર
                                                                                                                  અમેરીકામા ગ્રાન્ડ કેનિયન પર જઈ કુદરતની કરામત જોવી ઍ ઍક લાહવો છે. કરોડો વર્ષોની પવનની થપાટો  સહન કરીને પણ ખડકોઍ ઍમનો રંગ બતાવી કુદરતના  સૌદર્યમા વધારો કર્યો છે. કુદરતની  આ અજબ  રંગોળીને જીવનમા ઍક વાર જરૂર જોવા જેવી છે. મેઘધનુષના બધાજ રંગો અહિયે ખડકોમા જોવા મળે છે.

પથ્થરોમા કુદરતે--
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
જાણે નિપુણ કલાકારે મૂર્તિઓ ઘડી કાઢી છે
રંગોની વિવિધતા ઠાસી ઠાસીને ભરી છે
મેઘધનુષને ભૂલાવી દે ઍવી સુંદરતા ઉભરી છે
પથ્થરોમા કુદરતે--
લાલ ઘૂમ ખડકોની ટોચો મહાન ઋષીઓ જ઼ેમ ઉભી છે
પેલા પીળા શિખરો શીષ્યોની જેમ નમ્ર લાગે છે
કેશરી શિખરો પવિત્રતાની નિશાની છે
સફેદ ડુંગરમાલાઓ પરમ શાંતિના દુતો સમાન ખડા છે
પથ્થરોમા કુદરતે--
હજારો વર્ષોની ગાથાઓ  આ ખડોકોમા લખાયેલી છે
કુદરતે કોરો કોરીને રંગીન  સોન પાપડી બંનાવી છે
ઍને માણી જાણે ઍજ ઍની મીઠાશ માણે છે
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
પથ્થરોમા કુદરતે--
ભારત દેસાઈ

                                                        ********************************

Monday, December 9, 2013


જન્મભૂમિ
                                  વલસાડ ગુજરાતનો મહારાષ્ટ્ર સાથેની સરહદ પર આવેલો જીલ્લો છે. વલસાડની ઍકબાજુ પર અરબી સમુદ્ર છે. ઉત્તરે ઔરંગા નદી વહે છે અને  દક્ષીણે વાકી નદી વહે છે. વાંકી નદી વાંકી ચૂકી વહે છે આથી ઍનુ નામ વાંકી રાખવામા આવ્યુ લાગે છે. આશ્ચર્યની વાત તો ઍ છેકે ઍ વાંકી ચૂકી વહી દરિયાને નથી મળતી પણ ઔરંગા નદીમા મળી જાય છે. પરંતુ આ નદીઓ અને ફળદૃપ જમીનોઍ ચારે બાજુ  લીલોતરી ફેલાવેલી છે. આથી ઍ વલસાડની સુંદેરતામા વધારો કરે છે. બાજુમા આવેલો તીથલનો દરિયાકિનારો કુદરતી રીતેઅને આબૂહવાની દ્રષ્ટિે ઍ વલસાડને રમણીય બનાવે છે.
                                    વલસાડની આજુબાજુમા આંબા, ચીકુ, કેળાની ભરપુર વાડીઓ આવેલી છે જેઑ હરીયાળીની શોભા વધારે છે. વલસાડની બાજુમા બહુ  ઉદ્યોગો નથી જે ઍને પોલ્યુજૅન મુક્ત બંનાવે છે જેથી રહેવા લાયક સ્થળ બન્યુ છે. લોકો વાપી અને સૂરત જેવા ઉદ્યોગિક સ્થળે અહીથી જ આવજાવ કરે છે.
                                      બાજુમા પારનેરાનો ડુંગર છે જેનાપર શિવાજી વખતનો ખંડેર કિલ્લો અને માતાજીનુ મંદિર છે. વલસાડની પ્રાકૃતીક સૌદર્ય જોવુ હોય તો પારનેરા સારામા સારુ સ્થળ છે. પારનેરાની બાજુમાજ અતુલ અને સિબાના કારખાનાઓ આવેલા છે.
                                      વલસાડ રાજકીય દ્રષ્ટિેઍ પણ ઇતીહાસ ધરાવે છે. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ગાંધીજી તીથલ પર રહેલા છે.  વલસાડ માજી વડા પ્રધાન મોરારજીભાઇનુ, સ્વતંત્ર સેનાની અને  પ્રસિધ્ધ કાયદા સાસ્ત્રી ભૂલા ભાઈ દેસાઇનુ જન્મ સ્થળ છે. ભારતના માજી મજુર પ્રધાન  ખંડુભાઇ દેસાઇ ની ભૂમિ છે. જાણીતા કવિ  ઉનનસની કર્મ ભૂમિ છે. વલસાડમા પારસી, મુસ્લિમ, ઈસાઈ અને હિન્દુઓની પણ વસ્તી છે પણ કદી હૂલ્લડો થયા નથી. અહિઍ કુદરતી સૌદર્ય સાથે લોકો હળીમળીને રહે છે. આવી જન્મભૂમિમા વારે વારે જન્મ લેવાનો પણ ઍક લાહવો છે. ઍવી જન્મ ભૂમિને આમ જ અંજલી આપી શકાય.

ઍક બાજુ છે---
ઍક બાજુ છે દરિયો બીજી બાજુ નદિયા
વચમા મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નીત સવારેને સંધ્યાકાળે, મંદિરોના ઘંટારવમા
દિનદુખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનૂ નામ
ઍક બાજુ છે---
કોઈના આંસુઍ આંસુ વહાવે, ગામ આખુ શોક મનાવે
હર્ષની રેલીમા  જ્યા ઍક્મેકના દિલ મિલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
વર્ષામા નદિયાના પાણી, હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાંની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
ભારત દેસાઈ
                                         ***********************************************
                                                

Sunday, December 8, 2013


નરેન્દ્ર મોદી- ઉગતો સિતારો

                                                     પાંચ રાજ્યો થયેલી તાજેતરની ચૂંટણીમા ત્રણ રાજ્યોમા ભારતીય જનતા પાર્ટી ઍ બહુમતી હાંસલ કરી છે. ઍ ચૂંટણી મા નરેન્દ્ર મોદી મુખ્ય પ્રચારક હતા. આથી ચૂંટણીના પરિણામો માટે ઘણે અન્સે મોદીને જ જશ જાય છે. દેશના નેતાઓ હવે મોદીને ઍક રાજકીય શક્તિ તરીકે ઓળખવા લાગ્યા છે. ૨૦૧૪ ના દેશવ્યાપી ચૂંટણીમા તેઓ બધા વિરોધી પક્ષો માટે તેઓ પડકાર રૂપ બની ચૂક્યા છે.
                                 નરેન્દ્ર મોદીમા ઍવુ તે શુ છે કે જે ભારતીય જનતાને આકર્ષિત કરી છે? બિનસાંપ્રદાયિકતાને નામે લઘુમતીઓને પંપાડવાની નીતિ સામે ઍમણે સર્વ ની પ્રગતિની વાત મૂકી છે. ફુગાવો, ભ્રષ્ટાચાર, અને નબળી વિદેશી નીતિ સામે ઍમ ણે મજબૂત દ્રષ્ટી કોણ દાખવ્યો છે. ભારતમા વધુમતી મતદારો યુવાનો છે જેમને આકર્ષિત કરી ઍમનામા નવવિકાશની આશાઓ ઉભી કરી છે.

                                તેઓ સ્વચ્છતા અને વ્યવસ્થિત જીવન જીવે છે. તેઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના વિચારોનો પ્રચાર કરે છે અને લોકોના સંપર્કમા પણ રહે છે. તેઓ તેમના કપડા પોતે પસંદ કરી ડિસાઈન કરે છે અને  પ્રસંગો પ્રમાણે રંગીન ખેસો પહેરે છે.  ઍમના ખીસામા કાંસકી પડેલી હોય છે જેથી જાહેરમા કદી તે અગરવઘર દેખાતા નથી. તેઓ નવા નવા વિચારો અને પોતાની જ બ્રાંન્ડો પ્રસ્તુત કરે છે. ઍમનામા મોડેલ અને કલાકારના બધાજ ગુણો છે. તેઓ પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા નથી પરંતુ જરૂરીયાતની બહારની બનેલી વસ્તુઓ વાપરવાના શોખીન છે. તૅઓ સુંદર વક્તા પણ છે. આ ઍમની ખાસિયતોઍ પણ યુવા વર્ગમા ઍમને ઘણા જ પ્રખ્યાત નેતા બનાવી દીધા  છે.
                                  ભારતનુ રાજકારણ ઘણુ જ ગૂચવણ ભર્યુ છે. ભારતીય જનતા પક્ષ બહુમતી મેળવે તો પણ ઍ ભારતીય રાજકારણમા બધાને કેવી રીતે સાથે રાખી શકે તેના પર જ ઍમની સફળતાનો આધાર છે. ઍક પાર્ટી સાથે રાજ઼ કરવુ સહેલુ છે, પરંતુ અનેક જાતના પ્રાદેશિક પક્ષો અને વિવિધપ્રકારના લોકોના સહકાર મેળવી રાજ઼ કરવુ ઍ મુશ્કેલ કામ છે.  આથી થોભીને જોવા જેવી પરિસ્થિતી છે.
                                                 *******************************************