Monday, December 18, 2017


અમેરિકન ફિલ્મ હીરો
                                                                                 અમેરિકન ફિલ્મ અભિનેતાઓને હોલીવૂડની ફિલ્મોમા તેમની ગ્લૅમરને જોઈને કોઇપણ અંજાય જાય છે. પરંતુ તેમની કારકિર્દી પાછળ રહેલી ઍમની અથાગ મહેનત અને ધગસની કોઈને જાણ હોતી નથી. તેઑઍ જીવનમા સફળતા કેવી રીતે મેળવી અને ઍ વિષે ઍના શુ વિચારો છે ઍ પણ રસદાયક છૅ. તૅઓ ઍ બાબતમા ઘણી ઉદારતા થી વાત કરે છે.
                                                                                અમેરિકન ગાયિકા લેડી  ગાગા કહે છેકે ઍને પણ સામાન્ય માણસની જેમ  અસલામિતી ની લાગણીઓ થી  શરૂઆતમા પીડાતી હતી. પરંતુ ઍ માને છે કે દરેક મનુષ્યમા મહાન કલાકાર બનવાની આવડત છુપાયેલી હોય છે ઍને બહાર લાવવાની કળા હોવી જોઇઍ. સખત મહેનત દ્વારા ઍ  ઉચ્ચ કક્ષાની ગાયિકા અને અભિનેત્રી બની છે.

                                                                                ડેન્જ઼ેલ વૉશિંગ્ટન જેમણે ઘણા ઍવૉર્ડ્સ મેળવીને  હૉલીવુડમા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે  નામ મેળવ્યુ છે ઍમનુ માનવુ છે કે  તમે તમારા ભયને ઓળખીને ચાલો. તમને  જે લાગણી થાય અને વિચારો આવે ઍને ઓળખી લો અને જીવનમા આગળ વધો.

                                                                              જિમ કેરી કે જે સફળ અભિનેતા છે.  તેઓ કેનેડિયન  અમેરિકન  હાસ્ય કલાકાર ઉપરાંત  લેખક અને ફિલ્મ નિર્માતા પણ છે. ઍમનુ શરૂઆતનુ જીવન બહુ જ સખત હતુ પરંતુ ઍમણે નક્કી કર્યુ હતુકે હૂ સફળ થઈને જ રહીશ. હૂ મિલ્લીઓનોર થઈને જ રહીશ. ઍમણે ઍમના  પાકીટમા ઍક મિલિયન ડૉલર નો ચેક લખીને રાખ્યો હતો. ઍક વખત ઍમણે હસતા ક્હ્યુ હતુકે સફળતા મળતા ઍટલા વર્ષો નીકળી ગયા કે પેલો ચેક જર્જરિત થઈ ગયો હતો પરંતુ હૂ મિલ્લીઓનેર થઈ ને જંપ્યો.  ઍ કહે છે કે માણસે  પોતાના ભવિષ્યને વારે વારે અને સ્પસ્ટ પ ણે જોવુ જોઇઍ. જેથી ઍક દિવસ ઍ વાસ્તવિક બની જાય.

                                                                             ઍક બીજા સફળ અમેરિકન અભિનેતા વિલી સ્મિથ કહે છે કે તમારે જ  નક્કી કરવાનુ  છેકે તમારે શુ કરવુ છે? તમારે શુ થવુ છે ? કેવી રીતે કરવુ છે?

                                                                            બીજા ઍક અમેરિકન હાસ્ય કલાકાર , લેખક, નિર્માતા સ્ટીવ હાર્વે નુ માનવુ છેકે "  ઍક વાત ચોક્કસ અને સત્ય છેકે  આનંદ અને ડિપ્રેશન સાથે રહી શકે જ નહી.  ઍટલે જ્યા તક મળે ત્યા હસતા જ રહો. તમારા મનમા ઍક વાત  આવી તો તેને  હાથ કરી જ શકશો."
                                                                            ટૂકમા સફળતા પાછળ કોઈને કોઈ ચોક્કસ વિચારધારા હોય છે. અને  ઍ વિચારધારાને સફળ માનવિઓે ઍ સખત પરિશ્રમ દ્વારા અમલમા મૂકી હોય છે.  કોઈ પણ સફળતા મફતમા મળતી નથી.
                                                               *****************

Sunday, December 10, 2017


સ્વાસ્થ્ય ઍ સુખનુ પ્રથમ પગલુ
                                                                      શારીરિક સ્વાસ્થ્ય વગર કોઈ પણ  જાતનુ માનસિક કે ભૌતિક સુખ ભોગવી શકાય નહી. આથી શારીરિક સુખ કેવી રીતે જળવાઈ રહે ઍ   ધ્યાન રાખવુ જરૂરી છે.  ઍના માટે થોડા સામાન્ય નીયમો જાળવવા ઘણા ઉચ્ચિત છે.
ઍના માટે ઉચિત ખોરાક, નિયમિત આરામ અન થોડી અનુકુળ અને શરીર યોગ્ય કસરતો કરવી જરૂરત છે. ઍના થી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
                                                                      બીજુ માનસિક સુખ પણ જીવનમા અગત્યનુ છે. કોઇ પણ બાબતમા અપેક્ષાઓ  ઑછી રાખવી જોઇઍ. અહમને તળિયે લાવી દેવો જોઇઍ. અને જીવનમાથી  નકારત્વ તત્વોને દૂર કરી દેવા.. આ બધા નીયમોનુ પાલન  પાલન કરવુ જેથી  માનસિક સુખ પ્રાપ્ત થાય.
                                                                        ત્રીજુ અને  આખરી સુખ આધ્યાત્મિક સુખ છે જેમા આત્મા અને શરીરને  જુદા પાડી ઍને ઓળખવા પ્રયત્ન કરવો રહયો. ભૂતકાળને  છોડી દો અને ભવિષ્યની ચિંતાથી મુક્ત રહો પણ ભવિષ્યની યોજનાઓ આગળથી ઘડી કાઢો. વર્તમાંનમાથી તમારી જાતને મુક્ત કરવા પ્રયત્ન કરો.  આસક્તીઓથી મુક્ત થઈ વેર વૃત્તિ જેવી નબળાઈ ઑ યી દુર રહો. કોઇપણ આશા વગર જરૂરીયાતમન્દોને  મદદ કરો. દરરોજ પ્રાર્થના  દ્વારા પરમ પ્રભુને શરણે જવુ  જરૂરી છે. ઉપરના નીયમોને અનુસરવાથી  માનવી આધ્યાત્મિક સુખ મળે ચ્હે.
                                 ટૂકમા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખ જ માણસને તંદુરસ્તી બક્ષે છે.
                                             **********************************        

Sunday, December 3, 2017


આંતકવાદ
                                                                                   આંતકીઓની  મૂળ જન્મભૂમિ પાકિસ્તાન બની ચુક્યુ છે. ઇંડિયાના ભાગલા અંગ્રેજોની કુટનીતિ હતી તો ધર્મને નામે દેશના ભાગલા કરી પોતાની મહત્વકાંક્ષા પુરી કરવી ઍ મહમદઅલી જીણાની રાજનીતિ હતી.  જીણા સ્વભાવે કે આદતે ઇસ્લામી ન હતા. ઍના બધા મિત્રો હિન્દુઓ અને પારસી હતા. ઍમના બધા શોખો પશ્ચિમી હતા. ઈસ્લામના ઘણા નીયમો તેઓ પાડતા ન હતા. પાકિસ્તાન તો ઍમની રાજકીય મહત્વકાક્ષાની ઍક નિશાની છે.  તેઓ કરાચીમા પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે ઍમના મીત્રો વગર  જુરતા હતા. ઍમણે કહી દીધુ હતુ કે હવે હિન્દુ મુસ્લીમનો ભેદ ભૂલી બધાઍ સાથે રહેવુ જોઇઍ. ટુંકમા ઍમને ઈસ્લામિક પાકિસ્તાન જોઈતૂ ન હતુ.  ઍકવાર તો ઍમણે કબૂલી લીધુ હતુ કે પાકિસ્તાનની રચના ઍ ઍમની મોટી ભુલ હતી. ઍમને પાકિસ્તાનના ભાવી  પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. તેઑઍ ઉભુ કરેલુ આંધળી ધાર્મિકતાનુ ભુત ઍમની હાજરીમા  જ ધુણવા માંડ્યુ હતુ.
                                               આજે ધર્મ જનુનિ ઈસ્લામિક લોકોઍ પાકિસ્તાનની હલાત   મરુભુમી જેવી કરી નાખી છે. દરરોજના બોમ્બ ધડાકાઑ અને અસંખ્ય મોતોઍ પાકિસ્તાનની ધરતીને લોહોયાળ બનાવી  દીધી છે.  ઍનુ કારણ પાકિસ્તાનમા ઉછેરાઇ રહેલો આંતકવાદ છે. ટુંકમા આંતકવાદ અને કાશ્મીરનો પ્રશ્ન પાકિસ્તાન સરકાર અને સૈન્ય માટે ઍમના અસ્તિત્વનુ સાધન બની ગયુ છે.

                                                પાકિસ્તાનની ભૂમિ  કાશ્મીરના પ્રશ્નના બહાના હેઠળ  આંતકવાદી સંઘઠનોનૂ અડ્ડો બની રહયુ છે. પાકિસ્તાનમા તાલિબાન, હિજ઼્બુલ, જમાત ઉદ્ દાવાને, લશ્કરે તોયેબાનો જેવા આંતકવાદી સંસ્થાઓ ફુલીફાલી છે. ઍના પડઘાઓ બીજા મુસ્લિમ જગતમા  પડ્યા છે અને ઍમાથી પ્રેરણા રૂપ ભયંકર આંતકવાદી સંસ્થા  આઈ ઍસ આઇ  ઍ આખા વીશ્વમા હાહાકાર મચાવી દીધો છે.
                                                પૂર્વ પાકિસ્તાની પ્રમુખ અને પૂર્વ સેના અધ્યક્ષ પરવિજ મુસર્રફે પાકિસ્તાની આંતકવાદીઓને દેશના હીરો  તરીકે નવાજ્યા છે. આવા સંજોગોમા વિશ્વના રાષ્ટ્રોઍ સયુક્ત મૉર્ચો આંતકવાદ સામે માંડી ઍનો નાશ કરવો આવશ્યક છે. નહી તો પછી વીશ્વે  આંતકવાદ રૂપી  રાક્ષસનો  ભોગ બનતા રહેવુ પડશે અને નિર્દોષ માણસો ઍના ભોગ બનતા રહેશે. આંતકવાદીઓના હાથમા જો અણુ  શસ્ત્રો આવી ગયા તો વિશ્વનો નાશ ચોક્કસ છે.
                                      ******************************************

Tuesday, November 14, 2017


અભિનય અને વાસ્તવિકતા
                                                   હૉલીવુડની ઍક ટીવી સીરિયલ' ક્વાંટિકોમા' ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા'ઍફબીઆઇ 'ઍજેંટ આલેક્સ  પૅરિશના નામ  હેઠળ કામ કરી રહી  છે. ઍના અભિનયને  વિશ્વિક તરે પ્રસંસા પણ કરવામા આવી છે અને ઍવાર્ડથી નવાજવામા આવી છે. ઍ ઍક વાર વિશ્વ સુંદરી બની ચૂકી છે અને બોલીવૂડમા પણ સફળ અભિનેત્રી છે. આ ઍક ભારતીય અભિનેત્રીની અમેરીકામા પણ
સફળતાની કહાની છે.
                                                     જ્યારે અમેરીકામા ઍક ભારતીય અમેરિકન યુવતી આશા રન્ગપ્પા 'ઍફબીઆઇ' ઍજેંટ રહી ચૂકી છે. તેણે 'ઍફબીઆઇ' ક્વાંટિકો,  વર્જીનિયા ખાતે સખત ટ્રેનિંગ  લઇ 'ઍફબીઆઇ ' ની  ન્યૂયોર્ક  ડિવિજનલ ઑફીસમા  ત્રણ વર્ષ કામ કર્યુ હતુ.  ઍનો મુખ્ય વિષય  હતો ' કાઉંટર ઇંટેલિજેન્સ' . ઍ અમેરિકાની  સલામતીની દ્રષ્ટી ઍ બહુજ અગત્યની બાબત ગણાય છે. આશાઍ ઍના ઍક સાથી  ઍજેંટ સાથે લગ્ન પણ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ઍની સાથે ડાઇવોર્સ થઈ ગયા હતા.
                                                '  ઍફબીઆઇ'  છોડી દીધા બાદ  આશાઍ 'યેલ યૂનિવરસિટી 'ખાતે  ' જૅકસન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ અફેર્સમા ' અસોસીયેટ ડીન તરીકે જોડાઈ ગઈ હતી. અને' યેલ' માથી કાયદાની ડિગ્રી પણ મેળવી.
                                                      આજે ઍ અમેરિકન ટીવી પર અને  વર્તમાનપત્રોમા અમેરિકાની સલામતી બાબતોને લાગતી વિવેચક બની ગઈ છે, પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રંપની ચૂટણી વખતે  રશિયા ઍ કરેલા હસ્તપેક્ષ વિષે પણ ઍ વિલેક્ષણ કરતી રહે છે.
                                                         પ્રિયંકા ચોપરાની 'ક્વાંટિકો સીરિયલના' અભિનયની ઍ  પ્રશંસા કરે છે પરંતુ ઍ સેરિયલને ઍ થોડુ સત્ય અને  નાટકિયતાનુ મિશ્રણ માને છે.  ઍને મતે પ્રિયંકાની સફળતા બીજી  સાઉથ  ઍશિયન સ્ત્રી માટે અમેરીકામા પ્રેરણા રૂપ બની રહી છે.
                                     મુદ્દાની વાત તો ઍ છે કે ભારતીય યુવતીઓ  કોઈ પણ રીતે પશ્ચિમની યુવતીઓથી ઉતરતી નથી.
                                            **************************

Sunday, November 5, 2017


પાણી
                                                                                       પાણી ઍ માનવ જીવનની જીવન દોરી છે. પાણી વગરના જીવનની  કલ્પના પણ ન થઈ શકે. પૃથ્વી પરનુ જીવન પાણીને આભારી છે.  વિજ્ઞાનિકો  ગ્રહો પર કે પછી બ્રમ્હાંડમા ક્યા પાણી છે ઍની શોધ ચલાવી રહ્યા છે. ભારતે અત્યારે ઍક યાન ચન્દ્ર પર મોકલ્યુ હતુ અને માહિતી મેળવી હતીકે ત્યા પણ અમુક ભાગમા પાણી છે. ઍ ઘણી  મહત્વની માહિતી છે.

                                                                                      માનવીના શરીરમા કે પછી લોહીમા પણ ૭૦% પાણી છૅ, જે  જીવન અર્પે છે.  અનાજને  પકાવવામા પાણીની જરૂર પડે છે. જીવનને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે પાણી આવશ્યક છે. માનવી જીવનમા જીવવા માટે ઑક્ષિજનની જરૂર છે જે પાણીનો ઍક અંગ છે. ઍટલેકે પાણી હાઇડ્રૉજન અને ઑક્ષિજનથી બનેલુ છે. જ્યા પાણી હોય ત્યાજ બધી સંસ્કૃતિઓ વસેલી છે.
આથી પાણી માટે કહેવાય છેકે-

પાણી
પાણી આકાશમાથી જમીન પર આવે છે
ઍનો ના કોઈ આકાર, અને જમીન અંદર પણ વહે છે
ઍ તરસ્યાઓની તરસ મીટાવે અને ધરતીને સ્વચ્છ બનાવે
થાકેલાનો થાક ઉતારે અને ઍમના જીવનમા તાજગી લાવે
પાણી
પોચુ અને નિર્મળ છે સ્વભાવમા, અને જ્યા ત્યા સમાઇ જાય
પણ વિફરે તો વિનાશ લાવી મૂકે જ્યા ત્યા જીવનમા
આમ તો ગુણો  ગણાય નહી છે ઍટલા ઍના
 પણ અવગુણ ઍટલા  ભયંકર કે પ્રલય ફેલાવી દે ઍવા
પાણી
પાણીથી જીવન અને જીવો છે અને પૃથ્વી પર સ્વર્ગ છે
પરંતુ ઍનામા ઍવી શક્તિ છે કે જગતને નરક બનાવી શકે પલકમા
પાણી

                                                     *****************************

Thursday, November 2, 2017


ચીનની કૂટનીતિ   
                                                                                           ચીન અને ભારત વચ્ચે ઍશિયામા આર્થિક  નેતાગીરી માટે હરીફાઈ ચાલી રહી છે. તે ઉપરાંત  ભારત લોકશાહીને વરેલુ છે જ્યારે ચીનમા સરમુખત્યારી ચાલી રહી છે.   આથી બે  વિચારધારાઓનો સંઘર્ષ પણ ઍમા સમાયેલો છે.  આવા સંઘર્ષોની સાથે ચીન ઍની કુટનીતી પણ ચલાવી રહ્યુ છે. ભારતના પડોશી અને જાની દુશ્મન પાકિસ્તાન સાથે પણ  ચીનના સબંધો ઍક્દમ  નજદિક્ના છે. ચીને ભારતને રાજનીતિક  રીતે ઍના બીજા પડોસી રાજ્યો સાથે નજદીક્ સબંધો બાંધી ભારતને  ઘેરવા પ્રયત્નો કર્યા છૅ અને ઍ દિશામા આગળ  વધી રહયુ છે. ઍ પણ ઍની કુટનીતિનો ભાગ છે  જે દ્વારા ભારતને નીર્બળ બનાવવા અને પાછળ ધકેલવા પ્રયત્નશીલ છે.ભારતઍ નીતિનો સામનો કરવા પોતાની રીતે પ્રયત્નશીલ છે. આથી ચીનની ચાલને સમજવી જરૂરી છે.
                                                                                            ચીને ભારતના પડોસી રાષ્ટ્રોમા પોતાનો પગ પૈસાઓ વેરીને  મજબૂત કરી રહયુ છે.
૧) પાકિસ્તાનમા ચીન કરાચી ખાતે  અણુ રીઍક્ટર બનાવી રહ્યુ છે. ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબ્જામા રહેલા કાશ્મીરના ભાગમા હાઇવે બંનાવી આર્થિક કોરિડર બનાવી રહ્યુ છે, જે ભારતના હિતની વિરૂધ્ધમા છે.  પાકિસ્તાનનુ ગવાદાર બંદર બનાવી ઍમા પોતાનુ  લશ્કરી  મથક બનાવી રહયુ છે. પાકિસ્તાનના  મોટા માથાના ત્રાસવાદીઓને ભારતની સામે યૂનાઈટેડ નેશન્સમા રક્ષણ આપી રહ્યુ છે. પાકિસ્તાનમાથી પસાર થતો અને ચીને બાંધેલો કારાકોરમ હાઈવે દુનિયાની ઍક અજાઇબી જેવો છે. ઍનો ઉપયોગ ચીન ઍના વેપારને વધારવા માટે જ કરશે.
૨) મૈનામારમા ( બર્મા)  ખાણ  ક્ષેત્રમા ચીને ડૉલર ૭.૩ બિલિયનનુ રોકાણ કરેલુ છે, અને કિયાંક પ્યુ  બંદર બાંધી આપી  રહ્યુ છે.  મિટ્સન બંધ બાંધવા ૩.૬ બિલિયનનુ  રોકાણ કરવા પણ તૈયાર છે.
૩) શ્રી લંકામા  હમ્બન્તિતા  બંદર ચીને ભાડે લીધુ છે અને શ્રી લંકાનુ  ચીનને આપવાનુ  ડૉલર ૮ બિલિયનનુ દેવુ છે.
૪)નેપાળને ચીને બ્રૉડ બૅંડ ઈન્ટેરનેટની સગવડ કરી આપી છે. અને ડૉલર ૮.૩ બિલિયનનુ  રોકાણ કરવા માંગે છે.
૫)  માલદિવ પાસે ચીને  તદ્દન નિર્જીવ ટાપુ ૫૦ વર્ષના પેટે ભાડે લીધો છે જેના પર ઍ  પોતાના ઍરફોર્સેનો  બેજ઼ બનાવવા માંગે છે.
૬) ભૂટાન સાથે ચીનને ત્રણ સીમા વિવાદ  છે જેમાનો  દોકલામ ઍક છે. ચીન દોક્લામ વિવાદ છોડી દેવા તૈયાર છે જો ભૂટાન બીજા બે વિવાદોમા નમતુ આપે. તે ઉપરાંત  મોટુ ઍવુ રોકાણ ભૂટાનના વિકાસ માટે કરવા તૈયાર છે.
૭) બાંગ્લાદેશને ચીને બે  સબમરીન આપી છે. ઍમના ૩૪ પ્રોજેક્ટો માટે ડૉલર  ૩૫  બિલિયન રોકાણ કરવા તૈયારી દાખવી  છૅ.
                                                                          આ બધા પ્રલોભન ભારતના પડોશી રાષ્ટ્રોને ભારત સામે ઉભા કરવા માટેની કુટનીતી છે. તે ઉપરાંત ભારત પર દબાણ વધારવા માટે દોક્લમ, અરુણાચલ જેવા પ્રદેશો પર દાવો કરી રહયુ છે. બ્રહ્મ્મ્પુત્રા નદી પર બંધ બાંધી ચીને ઍના પાણી પર કબજો જમાવ્યો છે. અને હવે ઍનુ પાણી ટનેલ મારફતે વાળવાની યોજના બનાવી રહ્યુ છે. આ પણ ભારતને ઍક કે બીજી રીતે હેરાન કરવાની કુટનીતિના ભાગરૂપ જ છે. મુળમા ચીન પોતાની સર્વોપરીતતાનુ  પ્રદર્શન કરી રહ્યુ છે.
                                                         ***********************************

Saturday, October 21, 2017


દિપાવલીની મહત્વતા
                                                                                                              દિપાવલી ઍ હિન્દુઓનો મોટો તહેવાર છે.  ઍ અધર્મ પર ધર્મનો વિજયનો પર્વ છે. ઍ વાતાવરણ , આંતરિક મેલ, અને અજ્ઞાનતામાથી જ્ઞાન તરફ લઈ જનારો તહેવાર છે. દીપ  હંમેશ જીવનમા નવઉલ્લાસ લાવે છે. ઍટલેકે દિવાળી વિજ્ઞાનિક, આધ્યાત્મિક અને નવજીવન તરફ માર્ગદર્શન આપનાર તહેવાર છે. કહેવાય છેકે રામ રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા ત્યારથી ઉજવાતો તહેવાર છે. આથી ઍની પાછળ હજારો વર્ષનો ઇતીહાસ છે અને ઍમા હિન્દુઓની ધાર્મિક ભાવના સમાયેલી છે. ધાર્મિકતા ઉપરાંત ઍમા સંદેશ પણ છે જે વિશ્વ માટે મહત્વનો છે.


દિવાળી આવી નવ જ્ઞાનના દીવા લાવી
 નવરચના અને નવઉલ્લાસનો સંદેશો લાવી
ગરીબો માટે નવ આશાઓ લાવી
 ધનના સદુપયોગમાટે પ્રેરણાઑ લાવી
દિવાળી આવી---
ત્યાગ અને બલિદાનની ભાવનાઓ ઉપાસાવી
લોકોને માટે નવ સમાજની  રચના  કરાવી
 જીવનને સમૃધ્ધ અને સુખી બનાવી
 ચારે બાજુ આનંદમય  દુનિયા  લાવી
દિવાળી આવી---
બહારી અને આંતરિક મેલને કાઢી
સાથે મળીને  ઍક સુંદર  દુનિયા બનાવવા
દિવાળી આવી---



                                                                 હિન્દુઓ આખા વિશ્વમા  સ્થાપિત થયેલા છે ઍટલે દિવાળીનો સંદેશ આખી દુનિયામા ફેલાયેલો છે. આથી અમેરિકાથી તે ઑસ્ટ્રેલિયા સુધી  દિપાવલીનો પ્રકાશ હવે ફેલાય ચૂક્યો છે. પશ્ચીમે પણ  તાર્તિક્તાથી દિપાવલીના તહેવારનેઅપનાવી લીધો છે. કેટલાઍ દેશો હવે દિપાવલીના તહેવાર નીમીત્તે પોસ્ટલ સ્ટૅંપો પણ બહાર પાડી છે. આથી દિપાવલી હવે વિશ્વિક તહેવાર બની ચૂક્યોછે. ઍની   મહત્વતા ઍના સંદેશને કારણે છે.

                                                          **************************************

Thursday, October 12, 2017


કબીર
                                                                                          કબીરે આધ્યાત્મિક સાહિત્યમા સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તૅઓ સામાન્ય વણકર હતા. અને ઉચ્ચ શિક્ષણ પણ પામેલા ન હતા. ઍમણે ઍક  સામાન્ય જીવન જીવી લોકોને ઍમની ભાષામા સામાન્ય જ્ઞાન આપી લોકોના જીવનને સુખમય બનાવવામા  મદદ કરી હતી. ઍમના આજે પણ લાખો લોકો ભક્તો છે કારણકે ઍમના દુહાઓ ઍમના દિલ સરસા ઉત્તરી જાય છે.
                                                                                      ભરુચની બાજુમા આજે પણ કબીર વડ ઉભો છે.  કબીરે જીવનનાં સત્યો ઍના દુહાઓમા ગાયા છે જે આજે પણ ઍટલાજ જીવનને લાગુ પડે  છે.
કબીરે કહ્યુ છે કે-
"કુંભે બાંધા  જ્લ રહે, જ્લ બિન કુંભ ન હોય.
  જ્ઞાને બાંધા મન રહે, મન બીનુ જ્ઞાન ન હોય."
( માટીના કુંભમા પાણી  રાખી શકાય છે, પણ પાણી વગર કુંભ બનાવવો અશક્ય છે. તેવી  જ  રીતે મનને ડહાપણ જ કાબૂમા રાખી શકે છે, પરંતુ  ડહાપણ પણ મન વગર આવતુ નથી.)
ઈશ્વરના અસ્તિત્વ પર કબીર કહે છે-
" નહી ખાલમે, નહી પૌછ્મે, ના  હૅડ્ડી, ના માંસ મે
   ના મૈ  દેવલ, ના મૈ મસ્જિદ, ના કાબે,  કૈલાસમે
   મૈ તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસમે મે
   કહે કબીર સૂનો ભાઈ સાધો, સબ સાંસોકી  આંસુ મે
   મૌકો  કહા ઢૂંઢો બંદો, મૈ તેરે પાસમે.
( હૂ  નથીચામડીમા, હાડકામા  કે માંસમા, હૂ  ચર્ચમા, મસ્જીદમા, કે કૈલાસમા પણ નથી. મને  ન ઢૂંઢો બંદો હૂ તો તમારી બાજુમા છુ. તમારા સાંસોમા. )
               કબીરે ઍક ડહાપણની વાતમા કહ્યુ છે કે-
"બડા હુવાતો ક્યા , જૈસે પેડ ખજૂર.
  પંથીકો છાયા નહી, ફલ લાગે અતી દુર"
( મોટા હોવાનો શુ ફાયદો?  ખજૂરના  વૃક્ષની જેમ  કે 'કોઈ યાત્રીને છાયો પણ  ન આપે અને ફળ પણ નહી.')
                                     આમ અભણ કબીર  આધ્યાત્મના ઉંચ કક્ષા ઍ પહોચેલા સંત હતા.
                                                  *******************************

Saturday, October 7, 2017


પહેલુ સુખ તે જાતે નર્યા
                                                                     તંદુરસ્તીનૅ જળવવા માટે થોડા નીયમો જીવનમા પાળવા આવશ્યક છે. શરીરમા હોજરી, મુત્રાશય, હાર્ટ, વગેરે ઘણા અગત્યના અંગો છે. ઍને સારી રીતે સ્વસ્થ રાખવા માટે કાળજી લેવી આવશ્યક છે. હોજરી અને યૂરિનરી ટ્રેકને સ્વસ્થતા  માટે
૧) હમેશા ભૂખ કરતા ઑછુ ખાવુ જોઇઍ.
૨) દારૂ, અન ચોકલેટ જેવા પદાર્થોથી દૂર રહેવા પ્રયત્નો કરવા જોઇઍ.
૩) સૂતા પહેલા ખાવાની આદતો હાનિકારક છે.
૪)  સિગરેટ અને તમાકુના સેવનથી દૂર રહેવુ જોઇઍ.
૫) શરીરનુ વજન હમેશા કાબૂમા રાખવુ રહ્યુ.
૬) રાતના સુતી વખતે માથુ પાથરીથી ઉંચુ રાખવુ જોઇઍ.
૭) ચરબી વાળા પદાર્થો  ઑછા ખાવા.
૮)  વાયુ ઉત્ત્પન કરતો ખોરાક ઑછો ખાવો અથવા ઍનાથી દૂર રહેવુ.
૯) બિન્સ ખાવાથી પાચન શક્તિ  વધે છે.

                                                  બંધ કોશ ઍ પણ ઍક પીડાકારક રૉગ છે જે માણસને બેચેન બનાવી દે છે. ઍક રીતે જોતા ઍ પણ  આંતરડાને લાગતો જ રૉગ છે. ઍટલા માટે
૧) ભોજન નિયમિત હોવુ જોઇઍ.
૨) ફાઇબર વાળા પદાર્થો વધુ ખાવા જોઇઍ.
૩)  વધારે પાણી પીવાની આદત રાખવી.
૪) જુલાબની આદતથી દૂર રહેવુ.
૫) શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઇઍ.
૬)બંધકોશ કદીક માનસિક હોય છે ઍટલા માટે સામાન્ય પ્રવૃિતિઓ સાથે બીજી પ્રવૃત્તિઓ પ્રત્યે પણ અનુકુળતા કેળવવી રહી.

                                                        આખરે તો આપણે આપણા શરીરનુ જેટલુ ધ્યાન રાખીઍ ઍટલુ શરીર સારુને અને સ્વસ્થ રહે છે.
                                                  ***************************************

Wednesday, October 4, 2017


ભારત વિશેનો ઍક અહેવાલ
                                                                           આ માહિતીઑ  વાંચી તમને ખ્યાલ આવશે કે ભારતનો વિકાસ કેમ આટલો ઈયળની ગતિઍ  ચાલે છે?  પ્રજાની  ધગશ અને ઍની પ્રવૃત્તિઓ પર જ દેશના વિકાસનો દર આધારિત છે. આખરે નેતાઓ પણ ઍ પ્રજામાથી જ આવે છે અને પ્રજાની આદતો પર ઍમને પણ અવલંબીત રહેવુ પડે છે. નીચે આપેલા આંકડાઓ કદાચ ૧૦૦ ટકા  સાચા ન હોય તો પણ ઍમા ઘણે અંશે તથ્ય સમાયેલૂ છે.  આથી ઍના  પર વિચાર કરવુ આવશ્યક છે. ઍમા કઈ પરિવર્તન લાવવાથી દેશને લાભ થઈ શકે. ભારતની વસ્તીને નીચે મુજબ ઍક અહેવાલમા વહેચવામા આવ્યો છે.

૧) ઍક કરોડ બાવાઓ અને ભિખારીઓ છે.
૨) ઍક કરોડ હોસ્પિટલોમા દાખલ થયેલા હોય છે.
૩) ઍક કરોડ નેતાગીરી કરે છે. ઍમની કમાણી પ્રજાના પૈસા સિવાય ક્યાથી આવે ઍ પણ પ્રશ્ન છે.
૪) ૨ કરોડ પાંચ વર્ષની  નીચેના છે.
૫) ૭ કરોડ નૃિવૃત્ત વશિષ્ટ નાગરિકો છે.
૬)  ૧૦ કરોડ આશરે બેકાર છે.
૭) ૧૧ કરોડ કોલેજમા અભ્યાસ કરી રહ્યા છે.
૮) ૧૪ કરોડ સ્કૂલમા અભ્યાસ કરી રહ્યા છે.
૯) ૩૧ કરોડ સરકારી કર્મચારીઓ છે. ઍમાના કેટલા ઍમનુ કામ બરાબર કરે છે ઍના કોઈ આંકડાઓ નથી.
૧૦) ૨૨ કરોડ મહિલાઓ છે જે  કામ કરતી નથી. ઍમા કદાચ ઘણી ઘરકામ કરતી હશે પરંતુ ઍના આંકડાઓ નથી.
૧૧)  ૧ કરોડ ફેસ બુક જેવા સામાજીક મીડીયા પર સમય પસાર કરી રહયા છે.
                                                                   આતો૧૦૧ કરોડ વસ્તીના આંકડાઓ છે. બાકીની  વસ્તીના આંકડાઓ પણ ઉપર જણાવેલા આંકડાઓના ટકાવારી પ્રમાણે વહેચવા રહ્યા. આ બધા પ્રજાની  પ્રવૃત્તિના આંકડાઓ જોતા દેશમા ઘરખમ ફેરફારોની આવશક્યતા જરૂરી છે. નહી તો ભારત પ્રગતિશીલ વિશ્વની સાથે પગ મીલાવવામા પાછળ રહી જશે ઍમા શંકા નથી. ઍ વાતને ધ્યાનમા રાખી યોગ્ય પગલાઓ આવશ્યક છે જે ભારતના હિતમા છે.

                                                                    **********************************

Wednesday, September 27, 2017

શાયરોના બદલાતા વિચારો

                                                            કવિઓ અન શાયરો પોતાના વિચારો  સમય પ્રમાણે બદલતા રહેતા હોય છે ઍના નમૂનાઓ સાહિત્યમા  જોવા મળે છે. અને ઍ રસપ્રદ હોય છે.
                                                             મિર્જા ગાલીબે કહ્યુ-
'જાહિદ શરાબ પીને દે  મસ્જિદ મે બૈઠ કર
યા વો જગહ બતા દે જહા ખુદા નહી.'
( મને મસ્જિદ મા દારૂ પીવા દે અથવા મને જગા બતાવ જ્યા ઈશ્વર ન હો)

                                                              તો ત્યારબાદ વર્ષો બાદ બીજા ઍક શાયર અલ્લ્મા ઈકબાલે લખ્યુ કે-
'મસ્જિદ ખુદાકા ઘર હૈ, પીનેકી જગહ નહી
 કાફિર કે  દિલમે જા  વહા ખુદા નહી.'
( મસ્જિદ  ઈશ્વરનુ ઘર  છે, દારૂ પીવાની જગ્યા નથી. તૂ  નાસ્તીકના  દિલમા જા કારણકે ત્યા  ખુદા નથી.)

                                                                ૧૯ મી  સદીમા આજ વિચારને અવગણતા શાયર ફરાજે લખ્યુ-
'કાફિર કે દિલસે આયા હૂ,  મે યે દેખ કર ફરાજ
 ખુદા  મૌજુદ હૈ વહા,  પર ઉસે પતા નહી.'
(હૂ  નાસ્તીકના દિલથી પાછો ફરી રહ્યો છુ. મે જોયુ કે નાસ્તીકના દિલમા પણ  ઈશ્વર છે. પણ ઍને ખબર નથી.)
                                                                       ટુંકમા જમાના અને સમયની સાથે વિચારો પણ બદલાતા રહે છે. અને ઍમાથી  નવીનતા આવી રહે છે. ઍનો લાભ સાહિત્ય અને દુનિયાને મળતો રહે છે.  વહેતા પાણીની જેમ વહેતા વિચારો જ નવસર્જન લાવે છે.
                                                         *****************************************

Friday, September 15, 2017


નરેન્દ્ર મોદીની સરકાર
                                                                                 નરેન્દ્ર મોદી પાસે લોકો પાસે પહોચવાની અને ઍમની પાસે ઍમની વાતોને રજૂ કરવાની અદભૂત કળા છે. આ આવડતે ઍમણે ઍમના રાજકીય શત્રુઓને પરાજીત કર્યા છે.  ઘણીવાર ઍમની વાતો ગમે કે ન ગમે તો પણ લોકોને ગળે ઉતારી દેવામા સફળ પણ થયા છે. ઍજ  ઍમની રાજકીય સિધ્ધી છે. 'નોટબંધી' અને' જી ઍસ ટી, ' જેવી બાબતોમા લોકોને તકલીફ પડી હોય તો પણ ઍનો વિરોધ જનતાઍ મજબૂતીથી નોધાવ્યો નથી ઍ નરેન્દ્ર  મોદીની મોટી સિધ્ધિ છે. 'અમદાવાદનો રિવર ફ્રંટ' અને બુલેટ ટ્રેનનો પ્રૉજેક્ટ બીજી  પાયાની જરૂરીયાત કરતા વધુ મહત્વના છે  ઠસાવવામા ઍ  સફળ નીવડ્યા છે.
                                                                                   નરેન્દ્ર મોદી ગુજરાત માટે તો વધું ઉપયોગી નીવડ્યા છે.  નર્મદા બંધની ઉચાઈ પૂરેપૂરી મંજુર કરાવી અને ગુજરાતની જીવાદોરી સમાન યોજનાને સંપૂર્ણ કરાવવામા ઍમને સફળતા મળી છે.  જોકે નહેરોનુ ઘણુ  કામ હજુ બાકી છે. ગુજરાતને ઓઈલ રૉયલટીમા પણ ન્યાય અપાવ્યો છે. ગુજરાતમા રસ્તાઓ, અને બુલેટ ટ્રેન જેવો પ્રૉજેક્ટ અપાવવામા સફળ રહયા છે. જાપાન કે ચીન જેવા દેશો દ્વારા  ગુજરાતમા ઉદ્યોગો લાવવામા ઍમનોં મોટો ફાળો છે. ટુંકમા માજી કોંગ્રસી સરકાર દ્વારા દબાવવામા આવેલા ઘણા ગુજરાતના પ્રોજેક્ટોને મંજુરી મળી રહી છે.
                                                                                       મોદી સરકાર આજે દેશમા પરદેશી નાણાનુ રોકાણ લાવવામા સફળ નીવડી છે. વિદેશી રોકાણ ૨૦૧૬ મા ૪૬.૪ બિલિયન ડૉલર્સ  જેટલુ આવ્યુ છે. વિદેશ નીતીમા મોદી પાકિસ્તાન અને ચીનને કોર્નર કરવામા સફળ રહ્યા છે. ઍશિયામા પોતાની આર્થિક અને મિલિટરી તાકાત દ્વારા  નાના દેશોને ભયભીત કરતા ચીંનની સામે ઍક મોરચો રચવામા સફળ રહ્યા છે.મોદી ઍ જૂના અને નકામા ઘણા કાયદાઓને રદ કરીદીધા છે. કાળા નાણાંને ડામવા માટે ઓનલાઇન  વ્યહવારોને મોદી સરકાર ઉત્તેજન પણ આપી રહી છે. બેનામી સંપતી પર મોદી સરકારનો ભરડો સખત થઈ રહ્યો છે. વધુને વધુ લોકોને ટૅક્સના દાયરામા લાવવા માંટે જુંબેશ ઉપાડવામા આવી છે. આ બધી સાકારત્મક બાબતો છે.
                                                                                              તે છ્તા ઘણા પ્ર્શ્નોપર મોદી સરકાર સામનો કરી રહી છે. નોટેબંધી બાદ 'જી ડી પી' ૨  પોઈન્ટ નીચે  ગયો છે, અને આશરે બે લાખ કરોડનુ નુકશાન થયુ છે.  ભાવો વધ્યા છે.  બેરોજગારી  આશાના પ્રમાણમા ઘટી  નથી. . નોટેબંધી બાદ નવી નોટો છાપવાનો ખર્ચ ૭૯૬૫ કરોડ જેટલો આવ્યો છે. ઉત્ત્પાદનમા નુકશાન થયુ છે. નાગરિકોની દિવસની આવક ઍવરેજ ફક્ત $૧.૯૦ થીઑછી  રહી  છે. સરકારી બૅંકોની ખરાબ ધિરાણના આંકડાઓ વધી રહ્યા છે.  સરકારી બૅંકોની 'નોન પર્ફૉર્મિંગ અસેટ' બૅંકોના ટોટલ ધિરાણના ૯% સુધી પહોચી ગઈ છે. ઍ બતાવે છે કે બૅંકોની સ્થિતિ સંતોષકારક નથી.
                                                                                         આથી મોદી સરકારે પરિસ્થિતિને અંકુશમા લાવવા માટે ઘણુ કરવાનુ હજુ બાકી છે  અને ૨૦૧૯ના ચૂટણી ઘણી નજદિક આવી રહી છે.
                                     **********************************************

Sunday, September 3, 2017


અનોખા પારસીઓ
                                                                           સેકડો વર્ષો પહેલા પારસીઓ ઈરાનથી ગુજરાતને કિનારે ઉત્તર્યા હતા. ઍમણે તે વખતે ત્યારના રાજાને વચન આપ્યુ હતુકે ' જેમ દૂધમા સાકર મળી જાય છે ઍમ તમારી પ્રજા સાથે ભળી જઈશૂ'. ઍમણે ઍમનુ વચન વર્તનમા, વફાદારીમા અને ઍમના કાર્ય દ્વારા કરી બતાવ્યુ છે. ઍમની સામે આજ સુધીમા કોઈ ફરિયાદ નથી. ઍમણે કદી દેશ પાસે કઈ માગ્યુ નથી પણ હમેશા આપ્યુ છે.
                                          ઍમના હાવભાવ અને ઍમની પોતાની મધુર ગુજરાતી ભાષા વડે દેશના દિલો જીતી લીધા છે. કોઈની સાથે કેજિયો કરવો સહજ ઍમના સ્વભાવમાજ નથી પરંતુ સામેના માણસનુ દિલ જીતવુ ઍ ઍમની ખાસીયત છે.  ઍ લઘુમતી જ્ઞાતિ હોવા છતા પારસીઓે ઍ કદી  લઘુમતીના હક્કોની માંગણી કરી નથી. કદી અનામતની માંગણી પણ કરી નથી. સરકાર સામે કદી આંદોલન પણ કર્યુ નથી.  ઍમણે ઍમને હિન્દુ બહુમતીનો ડર લાગે છે ઍવુ પણ દર્શાવ્યુ નથી. ઍ ઍમની ઉદારતાનો ઍક દાખલો છે. ઍમણે કદી બોમ્બ કે પછી પથ્થરમારો પણ કર્યો હોય ઍવો દાખલો શોધવા જવુ પડે ઍમ છે. ટુંકમા ઍમણે ઍમની દેશ પ્રત્યેની વફાદારીના અનેક દાખલાઓ પૂરા પાડ્યા છે.

                                        પારસી જ્ઞાતિઍ દાદાભોય નવરોજાજી જેવા દેશભક્ત આપ્યા છે તો જમશેદજી ટાટા,  જે આર ડી ટાટા, રતન ટાટા,  શાપૂરજી પાલનજી,  અને ગોદરેજ જેવા ઉદ્યોગપતિઑ પણ આપ્યા છે.   હોમી ભાભા જેવા વિજ્ઞાનિક, તો જુબીન મહેતા જેવા વિશ્વવિખ્યાત સંગીતકાર પણ આપ્યા છે.  સોલી સોરાબજી જેવા વિખ્યાત ધારાશાસ્ત્રી પણ પારસી  અને રૂસી મોદી જેવા  ક્રિકેટર પણ પારસી  જ હતા. પારસીઓેઍ રુસ્તમ કરંજિયા જેવા  પત્રકાર પણ આપ્યા છે. ફિલ્ડ માર્શલ માણેકશા પણ પારસીઓની દેણ છે. બોમન ઈરાની,  ડેજી ઈરાની, હોમી વાડિયા જેવા કલાકારોઍ પારસી કમ્યૂનિટીનુ નામ રૉશન કર્યુ છે.

                                          થોડા વખત પહેલા જ પારસીઓનુ નવુ  વર્ષ 'પટેટી' ગયુ . પારસીઓેઍ આપેલા સંદેશાને દરેક ભારતીયોયે ધ્યાનમા રાખવો જોઈઍ કે ' દેશ પાસે માંગવા કરતા તમે દેશ માટે શુ કરો છો ઍ અગત્યનુ છે'
                                                           *******************************

Sunday, August 27, 2017


વિશ્વની   અજાયબીઑ

                                                                   ૧) હોન્દુરાસનુ, 'સૅન  પૅડ્રો' શહેર વિશ્વમા વધૂમા વધુ  ભયજનક  શહેર છે, જે ગેરકાયદેસર ડ્રગનુ મોટુ સ્થળ છે.  ત્યા દરરોજના ત્રણ ખૂન થાય છે.
૨)  દુનિયાનુ ગરમ  સ્થળ  અમેરિકાના રાષ્ટીય ઉદ્દયાનમા  આવેલી  'ડેથવૅલી' છે. જુલાઇ ૧૩,૧૯૧૩મા ઍનુ ઉષ્ન તામાન  ૫૬ સેંટિગ્રેડ હતુ.
૩)  દુનિયાનુ ' ઍનટારટીકા' ઍ દુનિયાનો વધૂમા વધુ ઠંડો પ્રદેશ છે.  ઑગસ્ટ ૨૦૧૦ ઍનુ ઉષ્ણ તામાન - ૯૩ સેંટિગ્રેડ હતુ.
૪) દુનિયાનુ ગીચ વસ્તી વાળુ શહેર ચીનનુ  'શહાંગાઈ' શહેર છે, જેની વસ્તી ૨૪ મિલિયન છે.
૫)  ઑછામા ઑછિ વસ્તી વાળુ દુનિયાનુ શહેર' વૅટિકેન સિટી' છે. ૮૪૨ જેટલી આશરે ઍની વસ્તી છે.
૬)  દુનિયાનુ ધનવાન  શહેર 'ટોક્યો' છે, જેનુ જીડીપી' $ ૧૫૨૦/- બિલિયન ' છૅ.
૭) દુનિયાનુ  ગરીબ શહેર ડેમોક્રૅટિક રિપબ્લિક કોંગોનૂ' કિંસાસા' છે જ્યા લોકોની આવક $ ૧/- થી પણ ઑછી છે.
૮) દુનિયાની ઉંચી જગા નેપાળમા 'માઉંટ ઍવરેસ્ટ' છે, જેની ઉંચાઈ ૨૯૦૨૯  ફીટ છે.
૯)  દુનિયાની ઉંડી જગા ઈસરાયલ/ જોર્ડનમા  'ડેડ સી' છે, જે દરિયાના લેવેલ થી '૧૪૦' ફીટ નીચે છે.
૧૦) દુનિયામા વધારેમા વધારે વરસાદ 'મોવસીન રામ' ભારતમા પડે છે, જે  વરસનો '૪૬૭.૩૫ ઈંચ ' જેટલો હોય છે.
૧૧) જગતની સૂકી જગા' ઍટકામાના 'રણ પ્રદેશમા છે,  જે '  સાયૂથઅમેરીકામા' આવેલુ છે.
૧૨)  અમેરિકાના ઍરીજોના  રાજ્યના ' યૂમા' શહેરમા સુર્ય  ૧૧ કલાક તપતો રહે છે જે ઍ શહેરને જગતનુ સનીયેસ્ટ શહેર બનાવે છે.
૧૩) બ્રાજીલ દુનિયાનો 'સેક્સીયેસ્ટ' દેશ છે.
૧૪) જાપાન દુનિયાનો  ઑછામા ઑછો સેક્સી દેશ છે. ૪૫ %  સ્ત્રીઑ સેક્સમા રસ ધરાવતી નથી.


                                                   ********************************

Friday, August 11, 2017


 કવિઓના અદભૂત વિચારો
                                                        'જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે કવિ' ઍવી કવિઓની  કલ્પનાઓ હોય છે પરંતુ  ઍમની રચનાઓમા અદ્ભુતતા હોય છે અને ઍમા ગુઢતા પણ હોય છે. ઍમા સંદેશની સાથે મધુરતા પણ હોય છે. જીવનમા  દરેક મનુષ્યે પોતાની શક્તિ પ્રમાણે સદ્કાર્યો કરવા જોઇઍ. ઍવા બધા સદકાર્યો પર જ સંસાર ચાલી રહ્યો છે.
 ઍક કવિ કહે છેકે-
"ઉપાડશે કોણ કામ મારુ ઍવુ અસ્ત થતા સૂરજે  પુછ્યુ?
સાંભળી જગત આખુ  નિરુત્તર રહયુ."
 પણ માટીનુ કોડીયુ બોલ્યુ
 'મારાથી બનતુ હૂ કરી છ્ટીશ'
ઍમા  સંદેશ છેકે સામાન્ય માનવી પણ સાકારત્મક હોય તો દુનિયામા સારુ ઍવુ કામ કરી શકે છે.
                                                            ઘણા લોકો  નફરતમા પણ પ્રેમ જુઍ છે. આથી બહુ સંતાપ થતો નથી. ઍથી ઍક કવિઍ રમુજમા કહ્યુ છેકે -
"નફરત કરવાવાળા પણ ગજબ પ્રેમ કરે છે મને
  જ્યારે પણ મળે છે ત્યારે મને કહે છે"- ' છોડીશ નહી  તને '
                                                               તે ઉપરાંત જીવનમા ઘણા જ  ટકરાવ આવેલા જે  માનવીને  મુશ્કેલીમા મૂકે છે. અને રસ્તો કાઢવો પણ મુશ્કેલ બને છે. આનો  ઍક દાખલો કવિઍ આપ્યો છે.
" સમજાતી નથી  જિંદગીની  રીત ઍકબાજુ કહે છે કે ' ધીરજના ફળ  મીઠા હોય છે.'
   અને બીજીબાજુ  કહે છેકે સમય  કોઈની રાહ જોતો નથી."
                            આવા સંજોગોમા માનવીઍ  પોતાની સામાન્ય બુધ્ધિનો જ ઉપયોગ  કરવો રહ્યો.
                                                            *************************************

Wednesday, August 2, 2017


જીવન જીવવુ ઍ પણ કળા છે
                                                                                   જીવનમા સુખ સાયબી અન સમૃધ્ધિ પ્રાપ્ત કરવી ઍ પુરતુ નથી પરંતુ ઍની સાથે સારુ સ્વાસ્થ અને આંતરિક આનદ પણ જરૂરી  છે.  તમે ઘરમા દિવસો સુધી  બધી સાયબી સાથે જીવો અને કોઈ સકારાત્મક પ્રવૃત્તિ ન કરો તો થોડાજ દિવસોમામા તમને બેચેનીનો અનુભવ થશે  અને ઍવુ લાગશેકે  તમે જાણે મૃત્યુની રાહ જોઈ રહ્યા છો. તમને ઍમ પણ લાગવા માંડસે કે તમે કોઈ લાંબી  બિમારીથી પીડાતા હો. આવી  પરિસ્થિતિમા સમજવૂ જરૂરી છેકે તમારી જીવન  જીવવાની પધ્ધતિમા કઈક ખામી છે.
                                                   આવા સંજોગો અને માનસિક સ્થિતિમા આયાશીભરી અને આળસુ જિંદગી જ માનવીનો મોટી દુશ્મન બની જાય છે.  આથી મનુષ્યે હંમેશા  સક્રિય અને સકારાત્મક જીવન  તરફ જ વળવુ જોઇઍ.   સક્રિય અને  સકારત્મક શબ્દોને સમજવુ સરળ છે પરંતુ ગીતાને સમજવૂ અને ઍને જીવનમા ઉતારવાની જેમ મુશ્કેલ છે.
                                                    આ બાબતમા સ્પેનીશ કવિ પાબ્લો  નેરુદાની ઍક સરળ કવિતાને જીવનમા ઉતારવી આવશ્યક છે. ઍ કવિતા માટે ઍ કવિને નોબલ  પ્રાઇજ઼ મળ્યુ  છે. ઍ કવિતામા કવિ નેરુદા  કહે છે કે જે માનવી  અમુક  પક્રિયાઑ નથી  કરતો ઍ  મરવા માટે જ જીવતો હોય છે.

                                                     માનવી ઍ ગમતા પ્રવાસો કરવા  અને  સારા પુસ્તકો વાંચવા જોઇઍ. પોતાનુ આત્મસન્માન જાળવી બને ત્યા સુધી લોકોના સારા ગુણોના વખાણ કરવા જોઇઍ. તે ઉપરાંત બીજાઓને મદદ કરવાની પ્રવૃત્તિઓ કરવી રહી. પોતાની આદતોના ગુલામ બન્યા વગર  દૈનિક  વહેવાર બદલીને રસ્તાઓ બદલતા રહેવુ જોઇઍ. અજાણ્યા માણસો સાથે  પરિચય કેળવતા રહેવુ. તમે તમારા કામઓથી સંતુષ્ટ હોવુ જરૂરી છે. જીવનમા  અનિશ્ચતા હોય છે ઍટલા માટે નિશ્ચિતતાને તજી દેવી ન જોઇઍ. ટૂકમા  સ્વપ્નોનો પિછો કરી ઍને હાંસલ કરવા જોઇઍ. કોઈ સમજદારની સલાહને અવગણવી ન જોઇઍ.  ટૂંક મા આબધી વસ્તુઓનુ પાલન કરવાથી સફળ, સુખી અને આનંદમય જીવન વિતાવી શકાય છે. ઍજ જીવન જીવવાની કલા છે.

                                                       **************************************

Sunday, July 9, 2017


સફળ માનવીઓનુ ચિંતન
                                                                                                   રાજકીય અને સરકારી બાબતો બહુજ  રસદાયક હોય છે અને ઍમા પડેલા રાજકારણીયો સારી રીતે વાકેફ હોય છે. ઘણા રાજકારણીઓે ઍ નિખાલસ પ્રમાણે  ઍના પર પોતાના વિચારો રજૂ કરેલા છે.  તે ઉપરાંત રાજકારણીઓ માટે કોઇ જાતની આવડતની જરૂરીયાત હોતી નથી. ઘણીવાર જાનતાને ભોગે ઍ લોકો ઘણુ શીખી લે છે.

                                                                                                        ઍ બાબતમા અમેરિકન રાજકારણી   જૉન આદમઍ કટાક્ષમા કહ્યુ છે કે "  મારા વર્ષોના અનુભવ પરથી કહુ છુકે ઍક નકામો માણસ શરમજનક બની રહે છે. જ્યારે  બે નકામા માણસો કાયદાકીય કંપની પણ બનાવી શકે છે. અને મારુ માનો  તો ત્રણ થી વધારે નકામા માણસોની સરકાર બની રહે છે."  માજી અમેરિકન પ્રમુખ રેનોલ્ડ રીગન આગળ વધી કહે છેકે " સરકાર ઍક તરફ  ઍવી કડી છે જે વધારેને વધારે સત્તાની ભૂખ ધરાવતી  સંસ્થા છે પણ બીજી  તરફ બિનજવાબદાર હોય છે" રોનાલ્ડ રીગન સરકાર ઑછામા ઑછી સત્તા વાપરે  ઍ મતના હતા.  ટૂકમા રાજકારણીઓ પાસે ઑછી સત્તા હોય અને પ્રજા વધુ સ્વતંત્ર હોય ઍ દેશના હિતમા હોય છે.  ઍઑસોપ ન નામનાચિંતક્નો  રાજકારણીયો વીશેનો  અભિપ્રાય જાણવા જેવો છે. ઍ  માનતા કે'  સામાન્ય ચોરને ફાંસી પર લટકાવી દેવામા આવે છે અને મોટા ચોરોને ઉચ્ચ સામાજીક ઓધ્ધા પર મુકવામા આવે છે.'

                                                                                                        આપણને ખબર છેકેચાર્લી ચેપ્લિન હાસ્યના બેતાજ બાદશાહ હતા પરંતુ  ઍમના જીવનના અનુભવો જાણવા જેવા છે.  ઍમનુ માનવુ  હતુ કે' દુનિયામા કોઈ પણ ચીજ કાયમી નથી. મુશ્કેલીઓ પણ નહી'.  આખી દુનિયાને હસાવનારે ક્હ્યુ કે '  મને વરસાદમા ચાલવુ ગમે છે કારણકે કોઈ પણ મારા આંસુ જોઈ ન શકે.'   હાસ્ય ઍમનુ જીવન હતુ. ઍ માનતા કે જે દિવસે હસ્યા ન હોઇઍ ઍ વ્યર્થ દિવસ છે. ટૂકમા  દુખ અને મુસીબતોમા પણ માણસે હસતા રહેવુ જોઇઍ જેથી દુખ ઑછુ થાય.

                                                                                                            બધા દુખોના મુળમા માણસની આકાંશાઓની નિષ્ફળતા છે. ડેલ કારનેગી કહે છેકે' સફળતા ઍને જ મળે છે જે દિલ લગાવીને કામ કરે છે'. તે ઉપરાંત બીજાના ભલા માટે કરેલ કામની સફળતામા જે  આનંદ  મળે ઍ અનોખો હોય છે. ઍટલે આલ્બર્ટ  આઈનસ્તાઈન  કહે છે કે ' બીજાના માટે જીવવુ જ ઉત્તમ છે.'  ઍ બધા દુખોનુ ઑસડ છે.

                                                    *********************************

Thursday, July 6, 2017


નીંદર
                                                                                     દરેક માનવી ઍના જીવનનો ૧/૪ ભાગ  ઉંઘવામા કાઢે છે.  તે ઉપરાંત જો કોઈને ૧૦ દિવસ સુધી ઉંઘ ન આવે તો ઍ મોતને ભેટી શકે છે. આથી ઉંઘ ઍવી ચીજ છે  જે માનવીના મગજના તંતુઓને નવુ જીવન આપે છે અને શરીરના  શુક્ષમ સેલોની માવજત પણ કરે છે. ઉંઘ દરમિયાન  લોહીમા અગત્યના હોરમન્સ પણ ઉત્ત્પન થાય છે. ઍથી ઉંઘ માનવીના જીવનનુ અગત્યનુ અંગ છે.
                                                                                       નાના બાળકો દિવસના ૧૬ કલાક જેટલુ ઉંઘે છે, જ્યારે યુવાનો દિવસના દસ કલાક ઉંઘે છે. જેમ ઉંમર વધતી જાય છે ઍમ ઍમ ઉંઘ ઑછી થતી જાય છે. આથી  મધ્યમ વયના લોકો આંઠ કલાક ઉંઘે છે અને વૃધ્ધો ૬ કલાકો જ ઉંઘે છે. ઘણા વૃધ્ધો તો  ઈનસોમિયાની બિમારીથી પીડાતા હોય છે.

                                                                                          ઉંઘમા સ્વપ્નાઓ પણ આવે છે. ઍમા માણસોને ૭૦% સ્વપ્નો જાણીતા ચહેરાઓ વિષે આવે છે.  ઍમાના ૧૨% જેટલા સ્વપ્નો સામાન્ય રીતે   બ્લૅક/ વાઇટ મા હોય  છે.
                                                                                           માનવીની સુવાની આદત પરથી  ઍના સ્વભાવને નક્કી કરતુ  શાસ્ત્ર પણ અસ્તિત્વમા છે.

                                                                                             પશુ અને પક્ષીઓમા પણ ઍમની આદતો જૂદી જુદી હોય છે.  કોઅલાસ (ઔસ્ટરાલિયાનુ  પ્રાણી) દિવસના ૨૨  કલાક  ઉંઘે છે જ્યારે ઍશિયન હાથીઓ દિવસના  આસરે ૩ કલાક જ ઉંઘે છે.  ઉંઘમા ડૉફલિનનુ અડધુ મગજ ચાલુ હોય છે જ્યારે બિજુ અડધુ મગજ ઍને   શ્વાસોશ્વાસ  લેવામા  મદદ કરે છે.

                                                                                              આંધળાઑ જોઈ શકતા નથી પરંતુ ઉંઘમા  સપનાઓમા  આકૃતિઓ જોઈ શકે  છે. આ બધી નીંદરની અજાયબીઓ છે. પરંતુ ઍક વાત સત્ય છે કે જે માનવીને સંતોષકારક ઉંઘ આવતી હોય ઍ સુખી અને નસીબદાર ગણાય છે અને ઍનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે  છે.

                                                                     ***************************************