Monday, December 23, 2019



 સંપર્ક જોડાણ 

                                                                                               સ્વામી  વિવેકાનનદે સંપર્ક અને  જોડાણ વચ્ચેનો તફાવત  નીચેના પ્રસંગમાં સચોટ રીતે અમેરિકન પત્રકારોને  સમજાવ્યો  હતો. આજકાલ લોકો સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ એ ઉપરછલ્લો  હોય છે. જયારે એમાંથી આજના  વખતમાં  આત્મીયતા વિસરાઈ ગઈ છે એની બાબતમાં સ્વામીજીએ નીચેના પ્રસંગમાં  લોકોનું ધ્યાન દોર્યું છે.
                                                    
એક "સાધુ"નો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો.
પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં "સંપર્ક" ("Contact"*) અને  જોડાણ ("Connection") પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણ"માં મુકનારી છેશું તમે "સમજાવીશકશો?*
"
સંન્યાસી "સ્મિતકર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું.
પત્રકારન પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો?*પત્રકાર: હા.
"
સંન્યાસી": તમારા ઘરમાં કોણ કોણ છે?*પત્રકારને લાગ્યું કે *"સાધુ"* એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણકે "સાધુ"નો સવાલ "બહુ જ વ્યક્તિગતઅને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો.
છતાં પણ પત્રકાર બોલ્યો: મારી "માંહવે નથી, "પિતા"* છે અને "3 ભાઈઓઅને એક "બહેનછે. બધા જ પરણેલા છે.
"
સંન્યાસી" "ચહેરાપર "સ્મિત"* લાવી પૂછ્યું: તમે તમારા "પિતાસાથે વાત કરો છો?પત્રકાર "ચહેરા"થી "ગુસ્સે"* થતો લાગ્યો.
"
સંન્યાસી"એ પૂછ્યું: તમે તમારા "પિતાસાથે "છેલ્લે ક્યારે વાત"કરી હતી?પત્રકારે પોતાના "ગુસ્સા"ને દબાવતા જવાબ આપ્યો: કદાચ એક મહિના પહેલા"!

"
સંન્યાસી"એ પૂછ્યું: "શું તમે ભાઈ બહેનકાયમ મળો છો? તમે "બધા જએક "પરિવાર"ની જેમ "છેલ્લા ક્યારે મળ્યાંહતાં?  એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો, ઈન્ટરવ્યૂ "હુંલઉં છું કે આ "સાધુ"?* એવું લાગ્યું જાણે "સાધુ પત્રકાર"નો ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે?એક "ઉદાસીભર્યા ઉદગારસાથે પત્રકાર બોલ્યો: બે વર્ષ પહેલાં "ક્રિસમસપર.*

"
સંન્યાસી"એ પૂછ્યું: "કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા"?પત્રકાર પોતાની "આંખો"માંથી નીકળેલા "આંસુ"ઓ લૂછતાં બોલ્યો: "ફક્ત દિવસ"*!

"
સંન્યાસી"એ પૂછ્યું: "કેટલો સમયતમે "ભાઈ-બહેનો"એ તમારા "પિતા"ની "એકદમ નજીક બેસી"ને પસાર કર્યો?પત્રકાર "હેરાનગી"અને "શર્મિન્દગીઅનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો.

"
સંન્યાસી"એ પૂછ્યું: "શું તમે તમારા "પિતાસાથે "નાસ્તોકર્યો? "બપોરેકે "રાત્રેસાથે "જમ્યાછો? *શું તમે તમારા "પિતા"ને પૂછ્યું કે "કેમ છો"? તેમની "તબિયતકેવી છે? "માતા"ના "મૃત્યુપછી તેમનો "સમયકેવી રીતે "પસારથઈ રહ્યો છે?* 

"
સંન્યાસી "પત્રકાર"નો "હાથપકડ્યો અને કહ્યું: "શરમાશોકે "દુઃખી નાથશો. "મને અફસોસછે કદાચ "મારા"થી "તમને અજાણતાં દુઃખપહોચાડ્યું હોય તો! પરંતુ "આ જતમારા સવાલનો "જવાબછે "સંપર્ક"અને જોડાણ" (Contact and Connection)

"
તમે તમારા પિતા"* સાથે "ફક્ત સંપર્ક"
 (Contact)
માં છો પણ "તમારૂંએમની સાથે "કોઈ જ" "Connection" નથી. "તમેતેમની સાથે "જોડાયેલા જનથી. *You are not connected to him.તમે તમારા "પિતાસાથે ફક્ત "સંપર્ક"માં છો, "જોડાયેલા જનથી. 

*"Connection" 
હંમેશા "આત્મા"નું* હોય છે. *"હૃદય"થી 'હૃદય"નું* હોય છે. *એક સાથે "બેસવું"* અને *"ભોજનલેવું, "એકબીજા"ની "સારસંભાળકરવી, "સ્પર્શકરવો, "હાથમિલાવવો, "આંખો"નો "સંપર્કથવોકેટલોક "સમયએકસાથે વિતાવવો* આ *"જરૂરી"* છે.

*
તમે તમારા "પિતા", "ભાઈ"* અને *"બહેનો"ના "સંપર્ક"માં ("Contact") છો પરંતુ તમારૂ "એકબીજાસાથે કોઈ "જોડાણ" ("Connection") નથી.
પત્રકારે "આંખોલૂછી અને બોલ્યો: મને એક "સારો"અને "અવિસ્મરણીય પાઠશીખવવા બદલ "ધન્યવાદ"! આજે  પણ "લોકો"ની આવી "પરિસ્થિતિ થઈ રહી છે. બધાના "હજારો સંપર્ક" ("contacts") છે પણ કોઈને "એકબીજા"* સાથે "લગાવ"-"જોડાણ" ("connection"*) નથી. કોઈ "" "વિચાર વિમર્શનહિ. પ્રત્યેક "વ્યક્તિપોતાની "નકલીદુનિયામાં ખોવાયેલી છે.
                                   ***************************

Tuesday, December 17, 2019


મા એટલે નિર્મળ પ્રેમનું ઝરણું -

                                                         " સવારના છ વાગે  સાત કહી જલ્દી જગાડી  દે
                                                           ખરાબ સપના ન આવે કહી સુતા પહેલા પગ સાફ કરાવી દે
                                                           ખાવામા શાક ઓછું હોય તો  તું ખાઈ લે, મને ભૂખ નથી એમ કહે
                                                            હું નહિ હોઉં તો મારું  ભાવતું શાક પણ  ન બનાવે
                                                            હું સ્કૂલે જતો ત્યારે  હું કઈ નથી મૂકતી કહી
                                                            મારી બેગમાં મને ભાવતી ચીજ મૂકી દેતી
                                                            કરકસર કરતી પણ કહેતી સિનેમા હોલમા લાંબુ બેસાતુ નથી
                                                            એને  સાડી લેવા કહેતો તો કહેતી કબાટમાં ઘણી પડી છે
                                                             મારી ખામીઓ છુપાવી મારી સિદ્ધીઓના ગુણગાન ગાતી
                                                             મારા ભલા માટે વારે ઘડીએ અપવાસ કરતી .
                                                             હું સંસારની  જ્ન્જાળમાં એને ભૂલી જતો
                                                             તો પણ તેતો મીઠું મીઠું હસી લેતી
                                                             જાણે સ્વર્ગમાંથી  વહેતુ  પ્રેમનું  ઝરણું
                                                              પૃથ્વી પર ઉતરી ન આવ્યું હોય
                                                              આજે  ક્યાંક મારા હૃદયને ઠેસ  પહોંચે ત્યારે 
                                                               સ્વર્ગમાં માનું હૃદય જરૂર  ઘવાતું  હશે ત્યારે "
                                                                ભારત દેસાઈ

                                                               *********************************** 

 

Saturday, December 14, 2019


આધુનિક બાલ ઉછેર
                                                                                             આધુનિક યુગમાં બાળ ઉછેર બહુ જ વિપરીત બની રહ્યો છે . એનું કારણ વાલીઓ અને શિક્ષકમાં રહેલી ઉણપો છે. એ લોકો બાળકોને પ્રોત્સાહન આપવાને બદલે એમના પર શિક્ષણ નો બોજો વધારવામાં નિમિત્ત રૂપ બની રહયા છે.
                                           દરેક માતાપિતાને પોતાના બાળકને અવ્વલ નંબર પર રહે એવી મહેચ્છા હોય છે.. પોતાના બાળકોને બીજાના બાળકો સાથે સરખાવતા રહે છે . એમાં  બાળકોનું  આત્મસન્માન ગવાય છે અને એમનામાં નકારત્મક તત્વો દાખલ થાય છે. એમનો વિકાસ રૂંધાવા માંડે  છે. માતા પિતા થી ડરી સાચી વાત કહેતા  ભય અનુભવે છે.  શરમ અનુભવે છે અને માતા પિતાથી  તેમની વાતો છુપાવા માંડે છે. ઘણીવારતો શાળાના રિપોર્ટો પણ માતાપિતાના હાથ સુધી આપતા નથી કે પછી પહોંચતા નથી.
આથી એમની નબળાઈઓમાંથી બહાર નીકળવાના બધા રસ્તા બંધ થઇ જાય  છે. ઉપરથી માતાપિતા તેમના વિચારો બાળકો પર બળજબરીથી  નાખે છે. એમાં બાળકોને પોતાના રસ્તે જવામાં પણ મશ્કેલીઓ ઉભી થાય છે.
                                                   તેઉપરાંત  સ્કૂલોમાં પણ શિક્ષકોનું ધોરણ જોઈએ એવું  હોતું નથી કે જે બાળકોની મુશ્કેલીઓ અને અપેક્ષાઓને સમજી  શકે. શિક્ષકોને તો બાળકો  જાતે બધું  તૈયાર કરે એવું કામ ગમે છે . અને જે બાળકોને તૈયાર કરવા પડે એ ઘણા શિક્ષકો માટે બોજારૂપ લાગે છે. એવા કમનસીબ બાળકો એમના ભોગ બને છે. અને એમના વિષે વિસમ અહેવાલો પણ એમના વાલીઓને મોકલાવ્યા  કરે છે .
                                                          આવી પરિસ્થિતિમાં બાળકોને ન તો વાલીઓ કે પછી શિક્ષકો તરફથી કોઈ મદદ કે પછી પ્રોત્સાહન  મળતું નથી. આખરમાં તો સારું વાતાવરણ અને પ્રોત્સાહનજ  સારી નવી પેઢીનું સર્જન કરી શકે છે.
                                                           વાલીઓ જો બધા જ ઈચ્છે કે એના બાળકો જ પહેલા આવે કે આગળ રહે એ શક્ય નથી તો બીજાના વધારે  હોશિયાર  બાળકો  ક્યાં જશે ? ટૂંકમાં દરેક વાલીએ પોતાના બાળકોની ઉણપો અને હોશિયારીઓને સમજી જાણી તેને સુધારવા પ્રયત્ન કરવો રહ્યો. એને બીજાના બાળકોની સાથે સરખાવી  ઉતારી ન પાડવા જોઈએ . એમની સારી વસ્તુઓને પહેચાની તેને પ્રોત્સાહિત કરવા જોઈએ.

                                                                ઘણીવાર ઉચિત પ્રોત્સાહન  ગમે તેવા બાળકોને ઉપ્પર આવવામાં મદદ કરે છે. એમાં થોમસ એડિસન વિષેનો એક વિડિઓ જોવા જેવો છે જેમાં એની માતાએ એને પ્રોત્સાહિત  કરીને  કેવી રીતે એને એક મહાન વિજ્ઞાનિક બનાવ્યા હતા.  ટૂંકમાં મોટિવેશન એટલેકે ઉચિત પ્રોત્સાહન જ માણસનું વ્યક્તિત્વ બનાવે છે.  ઘણા બાળપણમાં એટલા તેજસ્વી નથી દેખાતા પણ આગળ જતા એ મહાન કામ કરી જાય છે. એની પાછળ ઉચિત તક  અને  પ્રોત્સાહન જ જવાબદાર હોય છે.
                                               ***********************************      

Thursday, December 5, 2019


વૃદ્ધાવસ્થાની વીટમ્બણાઓ
                                                                               જીવનમાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ  એની સામાજિક મહત્વતાનો ઘટાડો થોડી થોડી થતી જ રહે છે. પરંતુ એનો ખ્યાલ આવતો નથી. એ એક  એવી પ્રક્રિયા છે કે જેમ પૃથ્વી ગોળ ફરે છે પરંતુ પૃથ્વી પર રહેનારાને એનો જરા પણ આભાસ થતો નથી. આથી  જયારે માનવી વૃદ્ધા વસ્થાએ પહોંચે છે ત્યારે એને ભાન થાય છે કે સમાજમાં એની મહત્વતા ઘટી રહી છે. એજ સમય છે જયારે દરેક માનવે જીવતા શીખવું પડેછે જેના પર એના સુખનો અને શાંતિ નો આધાર રહે છે.
                                                                                જીવનમાં આજુબાજુના માણસો ઓછા થતા જાય છે. જ્યારે વડીલો આ દુનિયાથી વિદાય થઇ ગયા હોય છે. અને આવતા યુવાન લોકો  અવગણતા થઇ ગયા હોય છે. એમાં પતિ પત્નીમાંથી  એકનું મૃત્યુ થઇ ગયું હોય તો પરિસ્થિતિ વાળું વિકટ બની જાય છે. તે  વખતે  લાગણીઓના અભાવ વચ્ચે એકલતામાં રહેવાના સંજોગો ઉભા થઇ જાય છે.  સોસાયટી એવા લોકો તરફ બેદરકાર હોય છે. ત્યારે માનવીને એની સફળ અને ઉચ્ચ કારકિર્દીની યાદ આવે છે. કદાચ એકલા ખૂણામાં ઉભારહેવાનો  પણ વારો આવે.
                                                                              આવા વિકટ સંકટો માં  માનવી નો દુઃખ ભર્યો ગણગણાટ  શરૂથઈ જાય છે.  આવા સંજોગોમાં ઘણીવાર  રોગો અને જાત જાતની શારીરિક  તકલીફો  શરુ થઇ જાય છે. તેવામાં કોઈપણ દિવસ કોઈ પણ જાતની તકલીફ  વગર જવાની કલ્પના કરવી મુશ્કેલ બની રહે છે. આવા સંજોગોમાં એવા પગલાંઓ લેવાની જરૂર છે જે ઉપરની તકલીફોમાંથી રાહત અને મુક્તિ આપે.

                                                                                આવા સંજોગોમાં પોતાની જાતને  સકારત્મક બનાવવી એ સમયની માંગ હોય છે. માણસે પોતાને શારીરિક રીતે તંદુરસ્ત રાખી  આત્મ વિશ્વાસ વધારવો જોઈએ. ગરેલું જીવન જીવવાની તૈયારી પણ રાખવી જોઈએ . એ સમય જો સામાન્ય રીતે વિચારો તો બાળપણમાં પાછા ફરવાનો સમય છે.  જેથી જીવનના મુશ્કેલ વખતને નિદોર્ષતા પૂર્વક બાળકની જેમ પસાર કરી શકાય. આવા વખતમાં ફક્ત તમારું  ધ્યાન રાખનાર જ બદલાય છે. દાખલા તરીકે બાળપણમાં માતા પિતા સંભાળ રાખનાર હોય છે  જયારે વૃદ્ધાવસ્થામાં  નજદીકના સગાઓ રહે છે. જોકે આવા સંજોગોમાં માણસની આજુબાજુ  કાવતરાખોરો , અને લુચ્ચાઓ વધવાનો સંભવ છે તેનાથી સાવધાની રાખવાની જરૂરિયાત હોય છે. આથી પૈસાદારીની બાબતમાં સચેત રહેવું જરૂરી  છે.


                                                                    તે છતાં નમ્ર રહી  અને બધુજ ખબર છે અને જાણકાર છે એવો દેખાવ કરવાથી  દૂર રહેવાની જરૂર છે. ટૂંકમાં જીવનના છેલ્લા વર્ષોમાં  બધી માયા અને સંબંધોને દૂર કરી  સરળતાથી  આ જગતમાંથી માનસિક રીતે પણ  નીકળી જવાની તૈયારી કરવી જોઈએ.  જીવનને  કુદરતના રસ્તે  લઇ જવાની સરળતા કરી આપવી જોઈએ એજ  અંતિમ સત્ય છે. એમાજ સુખમય વૃધ્ધાવસ્થાનું   રહસ્ય   છે.
                                            ***************************************  

Tuesday, November 12, 2019


 મોહ
                                                                                                   મોહ જ બધા દુઃખોના મૂળમાં હોય છે . મોહમાંથી જ માયા ઉત્ત્પન થાય છે જે એક મૃગજળ સમાન છે . ઘણા સંતો વિદ્વાનો ,અને ચિંતકોએ મોહ પર   સારું એવું લખી કે કહી ગયા છે.  પુત્ર મોહ, પૈસામોહ , કીર્તિ મોહ અને અહમને સંતોષવાના મોહે જ દુનિયામાં મોટા સંગર્ષો, અને  દુષણો  ઉભા કર્યા  છે.  મોહ એ એક મૃગજળ સમાન શા માટે માનવામાં આવે છે? એ બાબતમાં એક વિદ્વાને કહ્યું છેકે ' આજે જે તમારું છે જે ગઈકાલે બીજાનું હતું. આવતી કાલે એ કોઈ ત્રીજાનું થઈને રહેશે .આવી વસ્તુને તમે તમારું છે એમ માનીને આનંદ માણો છે. એ  મૃગજળ સિવાય બીજું શું  છે.?  આમાં તમે ખોટ્ટો આનંદ અનુભવી રહયા છો એજ આ દુનિયાનું  મોટામાં  મોટું દુઃખ અને શોકનું  કારણ છે.
                                                                                 તે ઉપરાંત મોહને વશ થઇ માનવી પોતાના શરીરની તૃપ્તિ  અર્થે પણ ઘણું કરે છે. પરંતુ એ  શરીર પણ  માનવીને ખબર નથી કે તેમનું નથી રહેવાનું અને માનવી પણ તેની સાથે રહેવાનો નથી . કારણકે મૃત્યુ એક સત્ય છે , અને મૃત્યુ  બાદ શરીરનો નાશ થાય છે. મૂળમાં તો માનવી એ વિચારવું જોઈએકે ' એની પાસે જે છે તે એ જન્મ વખતે સાથે લાવ્યા નથી . અહીં  જ મેળવ્યુંછે   અને મ્ર્ત્યુ બાદ સાથે લઇ જવાના નથી. જન્મ અને મ્ર્ત્યુ સત્ય છે એમ  ગીતાએ કહ્યું છે. આથી તમે અહીં આવવાની  અને  દુનિયામાંથી જવાની પક્રિયામાં કઈ મેળવ્યું નથી  અને કઈ ગુમાવ્યું પણ નથી. એથી જ તો કહેવાય છે કે આ દુનિયા મિથ્યા છે.

                                                                                   આથી જીવનમાં જે મળે છે એમાં સંતોષ માની આનંદ માનવો આવશ્યક  છે. આપણે માંગેલું  મળે એમાં આનંદ માનવા કરતા પ્રભુ ને ગમે અને આપે એમાં જ આનંદ માની લેવું જોઈએ. એથી જ ગીતા કહે છે  'કર્મનું ફળ ઈશ્વર પર છોડી દેવું જોઈએ.' મિથ્યા મોહમાંથી બહાર રહેવાથી જ જીવનમાં સાચો આનંદ મળે છે.

                                                                  એક કવિએ એથી વૈરાગીની જેમ વિચારીને લખ્યું છે કે-
હરિને ભજનારાને --
હરિને ભજનારાને માયાનો કોઈ મોહ નહિ
હરિનો આવે બુલાવોતો એને કોઈ ગમ નહિ
એને ભાઈઓ શું અને ભાંડુઓ શું?
ભગિની અને  પત્ની   શું?
પ્રભુના  મિલન સિવાય એને કોઈ રસ નહિ
એને ઈર્શા ના અને અભિમાન  નહિ
અહંમ તણો એનામાં અંશ નહિ
પ્રભુનો આવે બુલાવોતો  એને કોઈ ગમ નહિ
હરિને ભજનારાઓને -
                                                                  આથી માયાને દૂર કરવાથી જ બધા દુઃખો દૂર થઇ શકે છે.
સુખમય જીવન જીવી શકાય છે.
                                                ************************************
 
                                                                     
                                                        

Friday, November 8, 2019

 આ જગ્યાઓ પર જવાની મનાઈ

                                                           દુનિયાની એવી કેટલીઓ જગ્યા છે  જ્યા લોકોને જવાની મનાઈ છે. આથી કોઈકને  પણ આશ્ચર્ય  થાય અને પ્રશ્ન  પણ થાય કે એવી કઈ  બાબત છે જેનાથી દુન્યવી  માણસોને એ  જગ્યાઓથી  દૂર રખાય છે. એના કારણોમાં પણ વજૂદ છે.

                                                            બ્રાઝીલ પાસે  એક એવો   ટાપુ   છે   જે  જાત  જાતના    સાપોથી ભરપૂર  છે. એમાંના ઘણા સાપો  ખુબ ઝેરીલા  હોય છે  જે  કરડે તો  તો માનવી મ્ર્ત્યુ પામે છે. એથી એ ટાપુ પર જવાની મનાઈ છે.

                                                            અંદામાન, નિકોબાર નજદીક આવેલા એક ટાપુ પર ૫૦૦૦૦ વર્ષથી આદિવાસીઓ  રહે છે, જેમનો આપણી દુનિયા સાથે કોઈ  સંપર્ક નથી. તેઓનું જીવન તદ્દન                    જંગલીયાત ભર્યું  છે અને તેઓ   હિંસક  છે. જેઓ એ ટાપુ પર જવા પ્રયત્ન કર્યા છે. તેઓ પાછા ફર્યા નથી. એટલેકે મોતને ભેટયા છે. આથી એ ટાપુ પર જવા માટે મનાઈ છે.

                                                            નોર્વે દેશમાં એક વોલ્ટ છે જે પ્રલય જેવી આફતને માટે રાખવામાં આવ્યો છે . એમાં અનાજના બીઓ પણ રાખવામાં આવ્યા છે. એને વર્ષના પાંચથી છ દિવસ જ ખોલવામાં આવે છે. એથી એને બીજા  વોલ્ટની  જેમ ખોલી શકાતા નથી. એમાં મુકેલી વસ્તુઓ પૃથ્વીના પ્રલયપછી  કામ લાગે  એવી વસ્તુઓ રાખવામાં  આવી છે. એથી અને ગમે ત્યારે ખોલવાની મનાઈ છે . એને 'ડૂમ ડે વોલ્ટ' કહેવામાં આવે છે.


                                                            વેટિકનની બહુજ ખાનગી લાયબ્રેરીમાં કોઈ જઈ શકતું નથી એમાં પોપના ખાનગી પત્ર વ્યહવાર, ખ્રિસ્તી ધર્મના ખાનગી અને પ્રાચીન  દસ્તાવેજઓ  પણ રાખવામાં આવેલા છે. વેટિકન એ ક્રિશ્ચન ધર્મનું વડુ મથક અને સ્વતંત્ર રાજ્ય છે. આથી એ ખાનગી  લાઈબ્રેરીમાં જવાની મનાઈ છે.

                                                          કોકોકોલાનું  વડુ મથક અમેરિકાના  જોર્જિયા રાજ્યમાં આવેલું છે ત્યાં ૧૨૫ વર્ષ જૂનું કોકોકોલાનું  મ્યુઝિયમ આવેલું છે. એને 'કોકોકોલા વોલેટ' કહેવામાં આવે ત્યાં ખાનગીમાં  કોકોકોલાની ફોર્મ્યુલા રાખવામાં આવેલી છે. એની જાણ ફક્ત બે વ્યક્તિઓને જ  હોય  છે.

                                                           ચીનના પહેલા સમ્રાટ  કયૂન શી હુઆંગ નું ૨૦૦૦૦ વર્ષ પહેલા ઊંડે  દફનાવેલા શબને પિરામિડ માં રાખવામાં આવેલું છે. ત્યાં  જવાની મનાઈ છે. કારણકે માનવીઓએ  ઉત્સુકતામાં ઘણી કબરો ખોદી કાઢી છે.

                                                             ઇટાલીની નજદીકમાં આવેલા પૉવા ગલિયાના ટાપુ પર જવાની મનાઈ છે. ભૂતકાળમાં ઈટાલીના ૧૬૦૦૦  માનવીઓ જે ચેપી રોગથી પીડાતા હતા તેઓને ત્યાં તેમના છેલ્લા દિવસોમાં રાખવામાં આવ્યા હતા. આથી એ ટાપુને  પ્રદુષણ ગ્રસ્ત મનાય છે.  આથી ત્યાં જવાની મનાઈ છે.
                                                             દુનિયામાં  બીજી પણ ઘણી જગ્યાઓ છે  જ્યા જવાની મનાઈ છે. કારણકે એ જગ્યાઓ પર જવું એમના હિતમાં નથી.
                                  ****************************************
                                                             
                                                                          

Monday, November 4, 2019


ચાલવાના ફાયદાઓ 
                                                                                        માનવીને સ્વસ્થ જીવન જીવવા માટે થોડી સામાન્ય કસરતોની જરૂર હોય છે. આથી શરીરને  સરળ ઉપાયો દ્વારા પણ તંદૂરસ્ત રાખી શકાય છે. સરળમાં સરળ ઉપાય તો  દરરોજ સવારસાંજ ૧૫ મિનિટ ચાલવાથી પણ ફાયદો થાય છે. ધીમે ધીમે શાંતિપૂર્વક અને કોઈના જાતના તણાવ વગર પ્રફૂલ  હૃદયે  ચાલવાથી શરીરને  માનસિક, અને  શારીરિક ફાયદો પણ થાય છે.
                                      ચાલવાથી શરીરની કેલેરીઓ  વપરાઈને માણસની તંદુરસ્તીને  વધારે છે. હ્રદયને મજબૂત બનાવે છે.શરીરના સાંધાઓના દુખાવાને ઓછા કરે છે. રોગોનો સામનો કરવાની શરીરની  શક્તિમાં  વધારો કરે છે.  માનવની ઉર્જામાં વધારો કરી એની ઉંમરમાં વધારો કરે છે. માનવીનું લોહીનું દબાણ પણ ચાલવાથી  ઓછું થાય છે  અને  માનવીના  મનને  પ્રફૂલ્લિત બનાવી  એને નવજીવન અર્પે છે.

                                       થોડું પણ ચાલવાથી માનવીના પગ મજબૂત થાય છે અને પગના  સ્નાયુઓ પણ મજબૂત થાય છે.  માનવીની સર્જનાત્મક શક્તિમાં પણ વધારો થાય છે. આથી બને એટલું સવારસાંજ ચાલવું જોઈએ.  વખતનો અભાવ હોય તો  પણ દિવસના ૩૦ મિનિટ ચાલવું માનવીની તંદુરસ્તી માટે એકદમ આવશ્યક છે.
                                       ગમે ત્યાં કે પછી ગમે તે વખતે ચાલવું બરાબર નથી.  બને ત્યાં સુધી  ચાલવા માટેની ફુટપાટો કે પાર્કમાં  ચાલવું. સવાર અને સાંજના આછા અજવાળામાં કમર  બેટરી કે પછી રેફ્રેક્ટર લગાડી ચાલવાથી અકસ્માત  નિવારી શકાય છે . ચાલવાને અનુરૂપ બુટ અને થોડા હળવા કપડા પહેરવાથી  ચાલવું સુગમ પડે છે . સૂરજના તાપથી  બચવા માટે સન સ્ક્રીન પહેરવું આવશ્યક છે. ચાલવા પહેલા અને ચાલ્યા બાદ વધારે પાણી પીવું જોઈએ જે ડિહાડ્રેશનથી શરીરનું રક્ષણ કરે છે.

                                      જરૂરી બધા પગલાં લઈને ચાલવાથી શરીર જરૂર તંદુરસ્ત રહે છે. એટલા માટે થોડો સમય  ચાલવા માટે દરેક માનવીએ દિવસના અંતે આપવો  એ એમના  સ્વાસ્થ્યના  હિતમાં છે .
                                        ************************************

Friday, October 18, 2019


વિસ્મૃતિ
                                                                                         ઘડપણમાં વર્ષો  જતા ઘણા વૃદ્ધોને  વિસ્મૃતિનો  રોગ લાગુ પડે છે  અને  કેટલીકવાર  તો  એવો સમય પણ આવે છેકે  લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડે છે. અંગ્રેજીમાં એને ડિમેન્સિયા  અને છેલ્લે એક ભયજનક રોગમાં પરિણમે છે જેને અલ્ઝેમર  તરીકે ઓળખવામાં આવે છે. એમાં માનવી દુનિયામાં એનું અસ્તિત્વ ગુમાવી દે છે.  તે છતાં માનવી વૃદ્ધ અવસ્થામાં થોડી પ્રવૃતિઓ ચાલુ રાખે તો ઘણીવાર દર્દમય અવસ્થામાંથી બચી શકાય છે. પશ્ચિમી  દેશોમાં વિસ્મૃતિના રોગોનું પ્રમાણ વધારે છે કારણકે ઘણા લોકો એકદમ પ્રવૃતિમય  જીવનમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્તિવિહીન  પરિસ્થિતિમાં આવી પડે છે. પૂર્વ અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન પણ તેમના આખરી દિવસોમાં અલ્ઝેમર રોગથી પીડાઈને મૃત્યુને  ભેટયા હતા. આવા ભયજનક રોગ માટે ઘણીવાર શારીરિક ઉણપો પણ  જવાબદાર હોયછે પરંતુ વિસ્મૃતિના ભયાનક રોગોને ટાળી પણ શકાય છે જેના માટે વૃદ્ધ અવસ્થામાં અમુક પ્રવૃતિઓ કરવી આવશ્યક છે.

                                                                                      નિવૃત્તિ સમય દરમિયાન  વૃદ્ધ અવસ્થામાં  લોકસેવા  કરતી પ્રવૃત્તિમાં ભાગ લઇ માનસિક રીતે મગજને પવૃત્તિમય રાખી શકાય છે.  વૃદ્ધો પોતાના શોખો જેવાકે સંગીત , લેખન , નાટક , ફિલ્મો , ચિત્રકામ , નૃત્ય વગેરેમાં  ભાગ લઇ પોતાને માનસિક રીતે પ્રવૃતિમય  રાખી શકે છે. આવી પ્રવૃતિઓ પણ માનવીને માનસિક રીતે  તંદુરસ્ત  રાખી શકે છે.
                                                                         બગીચામાં થોડો સમય કામ કરવાથી પણ સારો એવો  ફાયદો માનસિક રીતે થઇ શકે છે. સવાર સાંજ દિવસના ૧૫ મિનિટ ચાલવાથી મન અને શરીર બંને પ્રફૂલ્લિત થાય છે . નિયમિત વાંચન , જુદી જુદી રમતો રમવાથી અને નવી ભાષાઓ શીખવાથી મગજને સારીએવી કસરત મળે છે.
                                                                         શાસ્ત્રીય સંગીત સાંભળવાથી  અને  મ્યુઝિકલ વાજિંત્રો શીખવાથી પણ માનસિક તંદુરસ્તી વધે છે.  પ્રવાસો મનુષ્યને    માનસિક અને શારીરિક રીતે પ્રફૂલ્લિત  રાખે છે. તે ઉપરાંત રાત્રે   પૂરતી  નિદ્રા અને  દિવસ દરમિયાન  પ્રાર્થના  અને ધ્યાન કરવું પણ આવશ્યક છે.
                                                                         કેટલાક  ભયજનક રોગોને વૃદ્ધ  અવસ્થામાં  આપ  પ્રયત્નો દ્વારા દૂર રાખી શકાય એના માટે પ્રયત્નો ચાલુ  હોવા  જોઈએ.
                                       ****************************************************           
       

Wednesday, October 9, 2019


બિલ ગેટ્સ કરતા પણ ધનવાન લોક
                                                     એકવાર બિલ ગેટ્સ ને  કોઈએ પૂછ્યું  કે' તમારાથી પણ કોઈ ધનવાન આ વિશ્વમાં છે'?   ' છે ' તેમણે જવાબ આપ્યો હતો , અને એમણે એક દાખલો પણ આપ્યો હતો જેણે બધાને વિચાર કરતા કરી મુક્યા.
                                                     તેમણે કહ્યું જ્યારે હું સાંમાન્ય માણસ તરિકે ફરતો હતો ત્યારે ન્યૂયોર્ક એરપોર્ટ પર એક ન્યૂઝ પેપર  વેચનાર પાસે છાપું ખરીદવા ગયો અને છાપું ઉપાડ્યું પણ ખરું.  પૈસા આપવા ગજવામાં હાથ નાખ્યો તો છુટા પૈસા જ ન હતા. એટલે મે છાપું પાછું મૂકી દીધું . પેલા ન્યૂઝપેપર  વિક્રેતાએ એ  કહ્યું 'સાહેબ  છાપું લઇ લો.. છુટા પૈસા નથી તો કઈ વાંધો નથી. હું તમને મફતમાં આપું છું. હું તમને છાપુ મફત મારા નફામાંથી આપું છું.' બિલ ગેટ્સએ  ચુપચાપ છાપું લઇ લીધું. ત્યાર બાદ બીજા  બે ત્રણ મહિના બાદ એજ એરપોર્ટ પર એજ  છાપાવાળાનો બીજી વખત મુલાકાત થઇ ત્યારે પણ બિલ ગેટ્સ પાસે છાપા માટે છુટા પૈસા ન હતા અને પેલા છાપાંવાળાએ તેમણે છાપું  મફત આપી દીધું.
                                                    એ વાતને ૧૯  વર્ષોવીતી ગયા બિલ ગેટ્સ દુનિયાના પૈસાદારમાં  પૈસાદાર માણસ થઇ ચુક્યા હતા અને વિશ્વમાં જાણીતા બની ચુક્યા હતા'  પરંતુ એમને પેલા છાપા વાળાની  યાદ હજુ હતી જેણે એને મફતમાં વર્તમાનપત્રો  આપ્યા હતા. તેમણે 'ગૂગલ ઇમેજ સર્ચ' દ્વારા પેલા વર્તમાનપત્ર વેચનારને  શોધી કાઢ્યો.
                                                      તેને પૂછ્યું ' તું મને ઓળખે છે?' તે મને મફતમાં ન્યૂઝપેપરઓ  આપ્યા હતા. તેણે તરત જ કહ્યું 'હું તમને ઓળખું છું. તમે બિલ ગેટ્સ છો.'  એટલે  બિલ ગેટ્સએ કહ્યું " મારે  તારી તે મદદઓને બદલે કઈ આપવું છે. તારે જે કઈ જોઈતું હોય તે માંગી લે. હું તારા જીવનની  બધી ઈચ્છાઓ પુરી કરીશ."

                                                      એ સાંભળીને પેલી વ્યક્તિએ પૂછ્યું 'શું તમે મને અત્યારે  મદદ કરીને  મે તમને ભૂતકાળમાં  કરેલી મદદને સભર કરી શકશો ? મે તમને જે મદ્દદ કરી હતી તે એક સામાન્ય ગરીબ વર્તમાનપત્ર વેચનાર ફેરિયાની મદદ હતી. ત્યારે તમે તો  મને અત્યારે દુનિયાના પૈસાદાર વ્યક્તિ તરીકે મદદ આપવા આવ્યા છો .આથી મે તમને કરેલી મદદને તમારી મદદ સાથે સરખાવા પ્રયત્ન ન કરો.'
                                                     બિલ ગેટ્સને   તરત જ સમજાઈ ગયુંકે ' પેલો ન્યૂઝ પેપર વિક્રેતા મારા કરતા વધારે ધનવાન હતો કારણ કે  મારી જેમ પૈસાદાર થવા સુધી બીજાને મદદ કરવા થોભ્યો ન હતો.  ટૂંકમાં લોકોએ સમજવું જોઈએકે ' ખરા ધનવાનો તો એજ છે  જેની પાસે મદદ કરવા માટે  ઉદાર હૃદય હોય. ફક્ત પૈસા જ વ્યક્તિને ધનવાન બનાવતી નથી એ પણ એક સત્ય છે.
                                                 ***************************** 
      

Thursday, October 3, 2019


આરતી શા માટે?
                                                                            આપણે મંદિરોમાં આરતી કરતા હજારો માંણસોને જોઈએ ત્યારે આશ્ચર્ય થાય છે.  આ ઘંટારવની સાથે  કરવામાં આવતી આરતીનો ઉદ્દેશ શું છે? શું એ એક અંધ શ્રદ્ધાનો નમૂનો છે. હિન્દૂ સંસ્કૃતિમાં દરેક ક્રિયા પાછળ એક ઉમદા વિજ્ઞાનિક કારણ રહેલું છે. જે લોકો એને  નક્કામી  રીતરસમ  સમજે છે એ લોકો અજ્ઞાની છે એ લોકો હિન્દૂ ધર્મને સમજી શક્યા નથી.
                                                  આરતી નો મૂળ અર્થ ' આ' એટલે સંપૂર્ણ  અને 'રતી'  એટલે 'પ્રેમ' થાય છે એટલે આરતી પ્રભુ પ્રત્યેનો સંપૂર્ણ પ્રેમનું પ્રતીક છે.  એનો ઉદ્દભવ પુરાણીક વેદિક અગ્નિ વિધિ દ્વારા થયેલો છે. આરતી કરવાથી શક્તિ અને નવી ઉર્જા  મળે છે. આફતનો સામનો કરવાની શક્તિ આપે છે અને સુખમાં માનવને પ્રભુ કૃપા સમજી એને નમ્ર બનાવે છે.
                                                 આરતી દ્વારા માણસ  પ્રભુની મૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કળા શીખે છે. એમાંથી જીવનમાં પણ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખે છે. તે ઉપરાંત  ધ્યાન બીજી સારી જગ્યાએ  કેન્દ્રિત કરવાથી મનના વમળને પણ દૂર રાખી શકાય છે. જેથી એનાથી  માનવીને  રાહત મળે છે.
                                                  જયારે માણસ આરતીમાં લિન થઇ જાય છે ત્યારે એના આત્મા સાથે એનો મેળ થાય છે  જેમાંથી સારી પ્રેરણાઓનો સ્તોત્ર વહે છે. આરતી માણસને એનું ભાન કરાવે છે કે આ દુનિયામાં પ્રભુજ બધી પ્રવૃત્તિનું  કેન્દ્ર છે  એટલા માટે એના તરફ આદરભાવ  બતાવવામાં આવે છે. અને પ્રભુ પ્રત્યે નમ્ર ભાવ બતાવવામાં આવે છે.
                                                  આરતીની  દીપશિખાઓ પૃથ્વીના  પાંચ તત્વો જેવાકે  વાયુ, આકાશ, અગ્નિ, પાણી અને જમીનનો  માનવ જીવનમાં રહેલી  મહત્વતાને રજુ કરે છે.
                                                 આરતીનો અગ્નિ માનવીને  તાકીદ કરે છે કે  ભૌતિક બળો અને એની અપાર  ઈચ્છાઓ એના જીવન પર કબજો નહિ જમાવી દે જેથી એનું જીવન ધૂળ ધાણી ન થાય.
                                                  આથી આરતી પાછળ ધાર્મિક અને વિજ્ઞાનિક  કારણો પણ રહેલા છે. જેનાથી માનવીના  જીવનમાં  સુખ, શાંતિ,  અને સમૃદ્ધિ  લાવે.  આરતીની વિવિધતા એવી છે કે તે ગમે તે પવિત્રસ્થળે  ઘરમાં  પ્રભુની મૂર્તિ સામે પણ કરી શકાય છે.  એના માટે મંદિર સુધી પણ જવાની જરૂરિયાત નથી.
                                    ***************************************         

Thursday, September 26, 2019


સદવિચાર
                                                                                                 આચાર્ય ચાણક્યે કહ્યું છે કે  કોઈ પણ વસ્તુ અધિક પ્રમાણમાં હોય તો તે હાનિકારક છે. અને ઘણીવાર માનવીનો નાશ નોતરે છે. હિટલરે અતિરેક સત્તાના મદમાં પોતાનો  નાશ અને  એના દેશને  એટલું નુકશાન  પહોચાડયુંકે  વિશ્વ યુદ્ધને અંતે એના ટુકડા થઇ ગયા હતા. એજ પ્રમાણે વધારે પડતું ધન , વિદ્યા, ભૂખ, લાલચ ,અભિમાન,પ્રેમ, પ્રશંસા, નફરત, પણ હાનિકારક છે.


                                                                                                વધુ પડતા દુર્યોધનના  અભિમાન અને પાંડવો પ્રત્યેની  નફરતે મહાભારતના યુદ્ધનું નિર્માણ થયું અને એમાં કેટલાએ યોદ્ધાઓના નાશ થયા અને કેટલીયે સ્ત્રીઓએ  પતિ અને પુત્રો ગુમાવ્યા. આખાએ કુરુવંશનો  નાશ થયો. ભયંકર ભૂખમરો  અને અસહ્ય  ગરીબીએ   રશિયા અને ફ્રાન્સ જેવા દેશોમાં લોહિયાળ ક્રાંતિ સર્જી .   વ્યક્તિની વધારે પડતી પ્રશંસા પણ ગમે તેવી  વ્યક્તિ એનું માનસિક સમતોલન ગુમાવી દે છે અને  જે એનું પતન નોતરે છે. રાવણની  વધુ પડતી પ્રશંસાએ એને આંધળો  બનાવી દીધો હતો અને એ ભગવાન રામની દિવ્ય શક્તિને ઓળખી ન શક્યો ને એનું પતન થયું.  આમ ચાણક્યની  વાણીમાં તથ્ય છે એમાં શંકા નથી.

                                                                                                  ઈર્ષાળુ માણસો સાથે દોસ્તી પણ સારી નહિ અને દુશ્મની  પણ ખતરનાક નીવડે છે.  જેચંદ રાઠોડે પૃથ્વી રાજને  હરાવવા માટે  મોહમુદ ગોરી સાથે દોસ્તી કરી અને પૃથ્વીરાજ  ચૌહાણને હરાવ્યો  પરંતુ એને ખબર ન હતી કે તેણે એનાથી પણ વધુ ઈર્ષાળુ સાથે દોસ્તી કરી હતી. આથી પૃથ્વીરાજના વધ પછી મોહમુદ ગોરીએ રાજા જેચંદનો  વધ કરી નાખ્યો.

                                                                                                 એમ કહેવાય છેકે જીભ પરની ઇજા જલ્દી રૂઝાઈ  જાય છે પણ જીભ દ્વારા બીજાને  કરેલી ઇજા  જીવનભર રુઝાતી  નથી. એનો સચોટ દાખલો મહાભારતમાં મળે છે. દ્રૌપદી  દુર્યોધનને એના બાપની જેમ આંધળો કહી એની  મજાક ઉડાવે છે. એ અપમાનને દુર્યોધન ભૂલતો નથી અને એનું વસ્ત્રાહરણ કરાવે છે. ભગવાન કૃષ્ણ  દ્રૌપદીને મહાભારતના યુદ્ધના અંતે કહે છેકે તેના  વાક્બાણ એ જ મહાભારતના યુદ્ધનું સર્જન કર્યું  હતું.  આથી કોઈ પણ વસ્તુ કહેતા પહેલા હજારવાર વિચાર કરવો જોઈએ.

                                                                                                 જેનાથી નુકસાન થાય એવીવસ્તુ અને વ્યક્તિઓથી દૂર રહેવું  જોઈએ.  ગુરુ દ્રોણાચાર્ય અને ભીષ્મપિતા જેવા વીર યોદ્ધાઓનો પણ મહાભારતના યુદ્ધમાં પરાજય થયો હતો કારણકે તેઓ અધર્મી અને દુષ્ટો  સાથે હતા. કહેવાય છે કે  ગરમ કોલસો  દઝાડે  છે અને ઠંડો કોલસો હાથ કાળા કરે છે.  એથી એનાથી દૂર રહેવું  જોઈએ નહીતો નાહક ડાઘ લાગવાનો સંભવ છે અને હાનિકારક પણ છે.
                                               *********************************