Monday, December 19, 2022

 


લોકશાહી હોય તો આવી

                                           ભારત એ દુનિયાની મોટામાં મોટી લોકશાહી ગણાય છે. તે ઉપરાંત ભારતમાં લોહશાહી  પુરાણીક વખતમાં પણ મોજુદ હતી એમાં ગૌરવ લેવાય છે. પરંતુ હજારો વર્ષની ગુલામીએ ભારતની એની ઉચ્ચ ભાવનાઓને કચડી નાખી.  લોકો સત્તા અને પૈસા સામે વામણા બની ગયા.  અને લઘુ ગ્રંથીતી પીડાવા માંડ્યા છે. આજે લોકશાહી હોવા છતાં પણ   ભારતની લોકશાહી પરિપક્વ બની નથી.  ભારતના બંધારણના  ઘડવડીયા  બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે ' ભારતના લોકોની   હીરો ભક્તિથી આપણે લોકશાહીને બચાવવાની છે કારણકે આખરે તો તેઓ પણ  મનુષ્યો છે.'  એમની વાતમાં ઇતિહાસિક તત્વ સમાયેલું હતું. આથી ભારતીય લોકશાહીને પરિપક્વ બનાવવા માટે ઘણું હજુ ઘણું કરવાંનુ છે.

                                       અમેરિકામાં પણ લોકશાહી છે પરંતુ ત્યાં અધિકતમ લોકો શિક્ષિત અને સચિત છે. પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણી હારી ગયા ત્યારે તેમણે ચૂંટણી પદ્ધતિ સામે આંદોલન ચલાવ્યું હતું અને એમાં અમેરિકન સંસદ પાર હુમલો પણ થયો હતો. પરંતુ અમેરિકાનું  લોકશાહી તંત્ર કોઈની શરમ રાખતું નથી. ભલે અમેરિકાની આબરૂને લાંછન લાગ્યું હોય પણ પરિસ્થિતિ કડકાઈથી સાંભળી લીધી હતી.

                                      ત્યારબાદ ટ્રમ્પની  સામે મહવિયોગનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો. જોકે અસફળ નીવડ્યો હતો.  ટ્રમ્પ સામે તપાસ આગળ વધારવા સંસદીય સમિતિ નોમાવામાં આવી હતી.હવે એનો અહેવાલ હવે આવી રહ્યો છે. એમાં ટ્રમ્પ સામે  સરકાર સામે બળવો કરાવવાનો, સરકારી  કામમાં અવરોધ ઉભો કરવાનો , અને સરકાર સામે કાવતરું કરી  ઠગાઈ કરવાના આરોપો મુકવામાં આવ્યા છે . જો એ સાબિત થશે તો ટ્રમ્પને જેલ જવાનો વારો આવે એમ છે. તે ઉપરાંત  ટ્રમ્પની  બે કંપનીઓ કરચોરીમાં દોષિત જાહેર કરવામાં આવી છે. અને ટ્રમ્પના આવકના અમુક વર્ષોના  ફોર્મો  પણ  જાહેર કરવાની અમેરિકન કોર્ટે મંજૂરી  આપી દીધી છે. આથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે. આનો અર્થ એજ છેકે અમેરિકન કોર્ટો, અમેરિકન વહીવટ તંત્ર અને સંસદ  આગળ કોઈ પણ વ્યક્તિ ઉપ્પર નથી પછી ભલે એ વ્યક્તિ પ્રમુખ  હોય કે પછી ધનવાન હોય . અમેરિકન લોકશાહી કોઈની સામે  ઝૂકતી નથી. 

                                             ભારતમાંતો કોઈ પણ સત્તાધારી નેતાને કે ધનવાનોને કાયદાની ચુંગાલમાં લાવી સજા કરાવવામાં તો  બહુજ મુશ્કેલ કામ  છે. એથી ભારતે લોકશાહી સંરથાઓને વધુ મજબૂત કરવા કેટલા વર્ષો હજુ જશે એનો કોઈ ખ્યાલ નથી. 

                  લોકશાહીના દુષણો કરતા લોકોને ફાયદાઓ મળવા જોઈએ એ સમયનો તકાદો છે. 

                                ********************************************

Saturday, December 17, 2022



વોલમાર્ટ અમરિકાની એક અજાયબી 

                                                                          વોલમાર્ટ એ અમેરિકાનો એક રાક્ષસી સ્ટોર છે એને ચલાવવાની ગોઠવણી અદભુત છે. કોઈ એક દેશનો વહીવટ ચલાવવા જેવી આવડત માંગી લે છે કારણકે દર એક કલાકે અમેરિકનો $ ૩૬૦૦૦૦૦૦/- જેટલી ખરીદી એના સ્ટોરો દ્વારા કરે છે, અને દરેક મિનિટે વોલમાર્ટ $૨૦૯૨૮/- નો નફો કરે છે.



                                                    તે ઉપરાંત વોલમાર્ટ  અમેરિકાના કેટલાએમોટા  સ્ટોરો જેવાકે હોમ ડીપો, ટાર્ગેટ , કોસકો , કે માર્ટ , ભેગા કરો તો પણ મોટો છે.  એના વિવિધ જગ્યાએ ફેલાયેલા સ્ટોરોમાં લાખોં લોકો કામ કરે છે. આમ એ ઇતિહાસિક દ્રષ્ટિએ પણ મોટામાં મોટો નોકરી આપનાર સ્ટોર બની ચુક્યો છે.



                                                     દુનિયાના કોઈ પણ સ્ટોર કરતા વધારે ખાદ્ય પદાર્થ વેચનાર સ્ટોર છે .એના પોતાના ૩૯૦૦ સ્ટોરો છે. એ સ્ટોરો કોઈ પણ અમેરિકેનો ઘરથી ૧૫  માઈલ કરતા દૂર નથી. એથી અમેરિકેનો માં ઘણો પ્રખ્યાત છે.



                                                     આટલા મોટા સ્ટોરનો  વહીવટ એટલો અદભુત છે કે કોઈ રાજ્યના વહીવટને પણ વટાવી જાય છે. એથી એનો વહીવટ   દુનિયાના વેપારીઓ માટે પ્રેરણા દાયક છે. 

                                      *********************************************  

Wednesday, December 7, 2022



ચોગડીયું 

                                                           હિન્દૂ ધર્મમાં સારું  ચોગડીયું એ કોઈ પણ શુભ  કામના શરૂઆત માટે  પસંદ કરવાંમાં આવે  છે. ચોગડીયું કામની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે.  એટલે લોકો શુભ મુર્હત છેપણ જોવડાવે છે. એમાં ચોગડિયાની પસંદગી પણ આવી જાય છે. 

                              દિવસના આઠ ચોગડીયા હોય છે જે  દોઢ કલાકને અંતરે બદલાય છે. પહેલું ચોગડીયું   અને છેલ્લું ચોગડીયું એક જ હોય છે. એટલેકે પહેલું  અંતે પાછું આવે છે. ટૂંકમાં જેવી શરૂઆત એવો દરેક વસ્તુનો અંત  હોય છે. એજ જીવનનો મુખ્ય સંદેશ છે. આજ બતાવે છેકે  હિન્દૂ ધર્મમાં દરેક વસ્તુ પાછળ  તર્ક  અને  વજૂદ કારણો હોય છે.



                               મૂળમાં આઠ ચોગડિયામાં  ચલ  શુભ લાભ, અમૃત , ઉદ્વેગ રોગ  અને કાળ હોય છે  જેમાએક ચોગડીયું બે વાર આવે છે. એમાં ઉદ્વેગ  રોગ , અને કાળ નકારત્મક  હોય છે જ્યારે શુભ , લાભ અને અમૃત હકારત્મક હોય છે. એટલે શુભ કામ માટે  હકારત્મક વાતાવરણની જરૂરિયાત હોય છે. જયારે ચલને તટસ્થ માનવામાં આવે છે.



                                  ટૂંકમાં વિજ્ઞાનક અને તર્ક ભર્યા કાર્યોં માટે શુભ સમયની જ પસંદગી કરવામાં આવેછે. એથી કાર્યોં સફળતા પૂર્વક પુરા થાય છે. એના માટે શુભ અને અશુભ સમય દિવસ દરમિયાન  બતાવવામાં આવે છે. આથી જ હિન્દૂ માન્યતાઓ તર્ક અને વિજ્ઞાનિક કારણો પર આધારિત  હોય છે. 

                                  **********************************


                            

Friday, December 2, 2022



એક વનવાસી નેતા  

                                          ધર્મ  પ્રત્યેની લાગણીઓ  દરેક મનુષ્યમાં હોય છે. પછી ભલે એ  ઉચ્ચ શિક્ષિત  સનાતની  હોય કે પછી એ અશિક્ષિત  આદિવાસી હોય .  ભારતમાં અંગ્રેજો આવ્યા બાદ ક્રિશ્ચન મિશીનરીઓનીપ્રવૃત્તિઓ વધી અને આજે આપણે જોઈએ છેકે પછાત પ્રદેશોમાં ગરીબ અને અશિક્ષિત લોકો ક્રિશ્ચન બની ચુક્યા છે. એમાં મિશીનરીઓ તરફથી અપાતી આર્થિક અને શિક્ષણિક લાભો પણ જવાબદાર છે.

                                          આવી ક્રિશ્ચન   મિશીનરીઓની પ્રવૃત્તિ સામે ગુલામીના વખતમાં પણ ઘણા આદિવાસી નેતાઓએ લોકોને જાગૃત કરી એમાં  બિરસા    મુંડાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.  ઇતિહાસમાં એની જોઈએ એવી નોંધ લેવાંમાં આવી ન હતી પણ સ્વતંત્ર ભારતે હવે એની નોંધ લીધી છે અને આદિવાસી નેતા   બિરસા  મુંડાને એના ક્રિશ્ચન મિશીનરીઓ સામેની  લડત અને  બલિદાન માટે નવાજવામાં આવ્યા છે.



                                               ૧૫૦ વર્ષ પૂર્વે ક્રિશ્ચન મિશીનરીઓ ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ  જેવા પછાત પ્રદેશોમાં વધારે પ્રવૃત્તિમય હતી ત્યારે  બિરસા   મુંડાએ તેમની સામે લડત ઉપાડી હતી અને હિંદુઓને  ક્રિશ્ચન બનાવવા સામે ઉગ્ર લડત ચલાવી હતી. તેની   સામે અંગ્રેજ સરકારે  આદિવાસીઓ  પર   જુલમ ગુજાર્યો   હતો. જેલોમાં તેમને નાખી દઈ એમના પર અસહ્ય જુલમ ગુજાર્યો હતો.

                                                   બિરસા   મુંડા નો જન્મ  ઝારખંડના લોહરદગા ગામમાં ૧૮૭૫ માં આદિવાસી કુટુંબમાં થયો હતો. એમનો જન્મ બૃહસ્પતિ વારે થયો હતો એથી એમનું નામ બિરસા  રખ્ખા રાખવામાં આવ્યું હતું. શિક્ષણ અને બીજી મદદો માટે એમણે ક્રિશ્ચન ધર્મ અપનાવ્યો અને એમનું નામ  બિરસા  ડેવિડ રાખવામાં આવ્યું. એમણે મિશીનરી સ્કૂલોમાં ક્રિશ્ચન ધર્મનો પ્રચાર અને હિન્દૂ ધર્મની અવગણના જોઈ એથી એમનું ર્હદય દ્રવી ઉઠ્યું  અને ફરીથી ધર્મ બદલી અને ક્રિશ્ચન મિશીનરીઓ  સામે લડત ચલાવી જેનું નામ ' ઉલ ગુલામ  ' આપ્યું એટલે કે ' ભારી કોહરામ '. એ ક્રાંતિકારી લડતમાં અનેક આદિવાસીઓને  ગોળી મારવામાં આવી ને જલિયાંવાલા જેવો હત્યા કાંડ કરવામાં આવ્યો. એમનું ૨૪ વર્ષની ઉંમરમાં જેલમાં જ મૃત્યુ થયું . માનવામાં આવે છે કે જેલમાં એમને આરસનિકનું  ઝેર આપવામાં આવ્યું હતું.



                                                 તેઓ આદિવાસી હતા પણ સ્વાતંત્ર સૈનિકની જેમ અંગ્રેજો સામે જુજમ્યા હતા અને શાહિદ થયા હતા. તેઓ આદર્શવાદી હતા. માંસ, શરાબના વિરોધી હતા. ગાય અને તુલસીની પૂંજાને  હિન્દૂ સનાતન સંસ્કૃતિ પ્રમાણે પ્રોત્સાહન આપતા હતા.

                                                    તેમણે ૧૩ વર્ષ સુધી આદિવાસીઓના ટેકા સાથે અંગ્રેજ રાજ સામે લડતા રહયા હતા. એક દેશ ભક્ત સ્વતંત્ર વીરની જેમ  વનવાસીઓમાં જાગૃતિ લાવી સ્વતંત્રતાની ચીંગારી પ્રજવિત કરી હતી.  જે મુશ્કેલ કામ હતું. ભારત એમના માટે આજે પણ એમનું ઋણી  છે.

                                                       ******************************** 

 

     

Saturday, November 19, 2022



સોનિયાકી ચીડિયાને રસ્તે ભારત

                                                                એક જમાનામાં ભારત' સોનાની ચિડિયાને' નામે પ્રખ્યાત હતું. વિશ્વના વેપારીઓ , લુટેરાઓ અને વિશ્વ વિજેતાઓ પણ ભારતનો એક કે પછી બીજા સવરૂપે લાભ લેવા તૈયાર હતા. તેઓ આવ્યાને સોના, ચાંદી હીરા, મોતિ, અને બધી રીતે   ભારતને લૂંટાય  એટલું લૂંટી ગયા.  એમાંથી   પોતે સમૃદ્ધ બન્યા . એમાંના છેલ્લા ભારતને ચૂસનાર  અંગ્રેજો હતા. જેમણે ભારતનો વિશ્વના વેપારમાં ૩૦ ટકા થી વધારો જેટલા હિસ્સાને ૩ ટકા થી નીચે  મૂકીને નીકળી ગયા.

                                                  ભારતના લોકોમાં બુદ્ધિ , ચાતુર્ય, અને જ્ઞાનને તેઓ લૂંટી શક્યા ન હતા આથી સ્વાતંત્રતા બાદ ભારતે ફરીથી પ્રગતિ કરવા માંડી છે. ઉદ્યોગો, વેપાર, એન્ડ વિજ્ઞાનિક સંધોધનમાં પ્રગતિ કરવા માંડી છે.  અર્થતંત્ર  દુનિયાના વિક્સિત દેશો સાથે આગળ વધીને આજે દુનિયાનું પાંચમું અર્થ તંત્ર બની  ચૂક્યું છે અને  ભારત પર ૨૦૦ વર્ષ રાજ કરનાર અંગ્રેજ અર્થતંત્ર કરતા પણ ભારતનું અર્થતંત્ર આગળ વધી ગયું છે. થોડાક જ વર્ષમાં એ વિશ્વના ૩જા અર્થતંત્ર પર પહોંચી શકે એવી શક્યતાઓ છે.



                                                     તે છતાં ભારતમાં  ૩૦% જેટલા  લોકો હજુ ગરબીરેખાની નીચે જીવે છે. એનું  મુખ્ય કારણ અમુક રાજ્યો હજુ પ્રગતિ કરી શક્યા નથી. જેમાં ઉત્તર પ્રદેશ , બિહાર,  રાજસ્થાન , ઝારખંડ , વેસ્ટ બંગાળ , અને પૂર્વના રાજ્યોનો પણ એમાં સમાવેશ થાય છે. એમની વસ્તી ભારતની વસ્તીની ૪૦%ટકા છે.  જયારે પશ્ચિમના/ દક્ષિણના  ગુજરાત, મહારાષ્ટ્ર , ગોવા , કર્ણાટક, તામિલનાડુ, જેવા રાજ્યો સારી એવી પ્રગતિ કરી છે. એથી ભારતની એ મૉટી સમસ્યા છે.  ઉત્તર પ્રદેશની વસ્તી ભારતની  ૧૭  % છે પણ ત્યાં નોકરીઓ ફક્ત  ૯% જેટલી જ છે. આમ ભારતમાં આવકોમાં મોટો તફાવત ઉભો થયો  છે.  તે ઉપરાંત પછાત રાજ્યોનો વસ્તી વધોરો પણ પ્રગતિશીલ રાજ્યોથી વધારે છે. 



                                                  આથી પછાત રાજ્યો પર વધારે ધ્યાન આપી એની વસ્તી કાબુમાં લેવી જોઈએ અને ઉદ્યોગીક પ્રગતિ વધારવી આવશ્યક છે. તોજ ભારત સંપૂર્ણ રીતે સમૃદ્ધિની દિશામાં આગળ વધી જશે. આ બાબતમાં ઉત્તરપ્રદેશ સરકાર સારો એવો પ્રયત્ન કરી રહી છે અને એના પરિણામો સારા આવશે એમ લાગી રહ્યું છે. પરંતુ બીજું પછાત રાજ્ય બિહાર હજુ પણ ગરીબીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યું છે. ટૂંકમાં સર્વ વિકાસથી જ ભારત સોનાની ચીડિયા જલ્દીથી બની શકશે. અથવા તો એક તરફ ગરીબી અને બીજી તરફ સમૃદ્ધિ એ સારી નિશાની નથી. આશ્ચર્યની વાત તો અમરિકામાં પણ ન્યુયોર્ક રાજ્ય અને મિસિસિપી રાજ્યની આવક વિષે પણ વિશાળ તફાવત છે.  



                                                    અંગ્રેજીમાં કહેવાયું છેકે ' એક બાજુ સમૃદ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃદ્ધિ માટે હંમેશા ભયરૂપ બની રહે છે.' એથી સર્વ સમૃદ્ધિ વગરની 'સોનેકી ચીડિયા ' એક ડાઘ જેવી બની રહેશે. એટલા માટે  સર્વ  જગ્યાએ સુખ અને સમૃદ્ધિ  થાય એવા પ્રયાસો કરવા વધારે  જરૂરી છે. 

                             **********************************************  

Saturday, November 12, 2022



આત્મા એટલેકે  ઉર્જા 

                                                               આત્મા માટે દરેક ધર્મમાં  જુદી વ્યાખ્યા છે.  માનવીના મૃત્યુ બાદ મુસ્લિમ અને ક્રીચ્યન ધર્મમાં  દફનાવવામાં આવે છે. જયારે હિંદુઓ શરીરને અગ્નિદાહ દે છે.

                                                 ભગવાન કૃષ્ણએ ગીતામાં  આત્મા વિષે સ્પષ્ટ વિવેચન કર્યું છે.  અર્જુનને  પોતાના નિકટના સ્વજનો સામે યુદ્ધ લડવાની મરજી ન હતી . અર્જુને તો એટલે સુધી કહી દીધું હતુંકે મારા સ્વજનોને મારીને મારે રાજપાટ મેળવવું નથી. એના કરતા હું દૂર થઇ જાઉં એ ઉચિત હશે. ત્યારે શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કહ્યુકે ' શરીર  નાશવંત છે પરંતુ આત્માનો  કદી નાશ થતો નથી. તું એને મારશેકે  નહિ મારે એમનું શરીર તો એક દિવસ નાશ પામવાનું છે.  આથી તું તો ફક્ત એમના શરીરને મારવા માટે  નિમિત્ત માત્ર છે.' 

                                                     આગળ ચાલતા કૃષ્ણ કહેછેકે 'આત્મા તો અમર છે. એને જળ , વાયુ કે પછી અગ્નિ  પણ નાશ કરી શકતા નથી. આત્મા તો ફક્ત શરીર છોડીને બીજું શરીર ધારણ કરી લેછે. એથી તારા સ્વજનનોના શરીરોનો નાશ કરવા માટેનો તારો આ વિલાપ વ્યર્થ  છે. આથી તું તારી  ફરજ બજાવ અને યુદ્ધ કર. 'આમ ભગવાન કૃષ્ણ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા 'એક ઉર્જા સમાન છે  ફક્ત એ  શરીર  જ બદલે છે. '



                                                      આજના વિજ્ઞાનિકોએ  પણ એજ સાબિત કર્યું છેકે 'ઉર્જાનો કોઈ નાશ થતો નથી પણ ફક્ત એનું સ્વરૂપ જ બદલાય છે.' આજ હજારો વર્ષો પહેલા હિન્દૂ ધર્મમાં  અને ગીતામા કહેવામાં આવ્યું છે.  એથી અગ્નિદાહની પ્રથા આ સિદ્ધાંત   પર અપનાવવામાં આવેલી છે. જેમાં શરીરનો મ્ર્ત્યુ બાદ નાશ કરવામાં આવે છે.

                                                        આથી મરેલાંનાં 'આત્માને શાંતિ મળે' એ કહેવાની પ્રથા  હિંદુઓ માટે વિચિત્રજનક  નથી લાગતી ? કારણકે  મૃત્યુ પામેલાનો આત્મા તો ત્વરિત  બીજા શરીરમાં દાખલ થઇ જાય છે.

                                     ****************************************

 

Sunday, November 6, 2022


 જીરું અને સ્વાસ્થ્ય                                             

                                             જીરામાં   મોઢામાં સ્વાદ ઉત્પન્ન  કરનારું તત્વ હોય છે અને માનવીય સ્વાથ્ય માટે પણ સારું છે. એમાં  થૈમલ નામનું તત્વ હોય છે જે  પ્રેમક્રિયાસને ઉત્તેજિત કરે છે. અને  જે  પાચન  શક્તિને વધારે છે.

                                       તે ઉપરાંત જીરું સોજાને ઓછું કરનારું  અને કેન્સર જેવા રોગમાં પણ મદદરૂપ થાય છે. એ  જાડાઈ ઓછું કરવામાં મદદ રૂપ થાય છે અને સુગર લેવેલને પણ ઓછું કરે છે.



                                        એ શરીરના   ટીસ્યુઓને   હાઈડ્રેટ કરીને તંદુરસ્ત અને ફ્રેશ બનાવે છે. એનામાં કૅલરી નથી તેથી એ હાનિકારક નથી.

                                          હાર્ટ  દાજરાને  પણ ઓછું કરવામાં સહાયરૂપ થાય છે. તે ઉપરાંત બ્લડ પ્રેસરને  પણ ઓચ્છુ કરવામાં  મદદ કરે છે. આમ જીરાનું પાણી સુરક્ષિત અને તંદુરસ્તી માટે ઉપયોગી છે. સવારનો સમય જીરા પાણી પીવા માટે વધુ અનુકૂળ  હોય છે.



                                          ટુંકમાં જીરાના ઘણા ઉપાયો છે. એમાં વાયુ પ્રકૃતિ વાળા  લોકો માટે પણ સારું છે. જીરું ચામડી માટે પણ સારું છે. એટલા માટે એનો કરોડો નો વેપાર થાય છે. અને ભારતમાં ઉત્તરગુજરાતમાં  મહેસાણાની બાજુમાં આવેલું ઊંજા ગામ એના કરોડોના વેપાર માટે પ્રસિદ્ધ છે.

                        ************************************ 

                                        


 

SATURDAY, OCTOBER 22, 2022

 



Friday, October 21, 2022



શકુંતલાદેવી -માનવીય કોમ્પ્યુટર 

                                                          શકુંતલાદેવી   ઇન્ડિયન ગણિતશાસ્ત્રી  અને કોમ્પ્યુટર સાથે હરીફાઈ કરી શકે એવી વ્યક્તિ હતી. તેઓ મોટા  આંકડાઓની ગણતરીઓ સેકન્ડોમાં કરી શકવાની અજબ શક્તિઓ ધરાવતા હતા.  એના કારણે તેમણે ગિનીસબુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોધાવેલાં હતા.

                                                                તેઓ એ બે ૧૩ ડિજિટ નંબરના ગુણાકાર  ૨૮ સેકન્ડમાં કરી બતાવ્યા હતા. ૧૯૭૭માં શકુંતલાદેવીએ  ૨૩ રુટ ઓફ ૨૦૧ આંકડાની ગણતરી ૫૦ સેકન્ડમાં કરી હતી. તેઓ કોમ્પ્યુટર સમાન શક્તિ ધરાવતા હતા,  એટલેકે તેઓ તે વખતના યુનિવલ ૧૧૦૧ કોમ્પ્યુટરની હરીફાઈ માં હતા. એ એક અજાયબ શક્તિ ધરાવતા હતા.  શકુંતલાદેવી સામે ટકી રહેવા માટે યુનિવલ કોમ્પ્યુટર  માટે સ્પેશ્યલ પ્રોગ્રામ લખવામાં આવ્યો હતો જેથી તે શકુંતલાદેવી  સાથે તેની ગણતરી કરવાની શક્તિઓ સામે હરીફાઈ કરી શકે.



                                                           આમ શકુંતલાદેવી ભારતનું ગૌરવ હતા જેના માટે દરેક ભારતીયો  પણ ગૌરવ લઇ શકે છે.

                                  *************************************


                                                               

Thursday, October 13, 2022



ચીનની  પડતી ,

                              ચીનની  વધતી તાકાત સાથે એની દાદાગીરી પણ વધી ગઈ હતી. ચીન એની આજુબાજુના દેશો સાથે સરહદોની બાબતમાં ઝગડી રહ્યું છે. તાઇવાનનો કબજો લેવા માટે વારેઘડીએ છમકલાઓ કર્યા જ કરે છે. એથી ચીનને ઘણા દેશો સાથે રાજકીય સંબધો તંગ થઇ ગયા છે.

                                તે ઉપરાંત ટ્રમ્પએ ચીન સાથે વેપાર યુદ્ધ શરુ કરી દીધું હતું.  યુરોપીઅન દેશોએ પણ ચીનના માનવહકના ભંગ માટે બહિષ્કાર શરુ કર્યું છે. અને એમના વેપારને ચીનથી વાળવાના મથામણમાં છે. ઇંગ્લેન્ડે ચીનની વસ્તુઓ પર કર વધારી દીધો છે. અને કેટલાક નિયંત્રણો પણ લાદ્યા છે. ભારતે પણ લડાખના સરહદી વિવાદને લીધે ચીન પર નિયંત્રણો લાદેલા છે. એનાથી વધારે દુનિયાના દેશો કોવિદ-૧૯ માટે ચીનને જવાબદાર માને છે. આથી ચીને ઝીરો કોવિદ નીતિ અપનાવી છે એથી એની અર્થ વ્યવસ્થાને પણ નુકશાન થયું છે.



                              ચીનના આર્થિક આંકડાઓ પણ નીચે જઈ રહયા છે.  વર્લ્ડ  બેન્કના અહેવાલ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ચીનનો નિકાસનો વૃદ્ધિ દર ૨૩.૫ ટકા જેટલો હતો  તે ઘટીને  કરોના કાળ પછી  ૧૮.૪ ટકા પર નીચો આવી ગયો છે. પહેલા ૧૮ કરોડ લોકોને રોજગારી મળતી હતી  એ ક્ષેત્રમાં પણ ૧.૫  બેરોજગાર બન્યા છે. બાંધકામ ક્ષેત્રમાં પણ લોકોનો વિસ્વાસ રહ્યો નથી . એની અસર ચીનના જીડીપી પર થયો છે એથી ચીનનો જીડીપી  ૪.૩ ટકા પર નીચો આવી ગયો છે.

                            વિદેશી કંપનીઓ એમનું રોકાણ ચીનમાંથી ખસેડી રહયા છે અને એનો પણ ફટકો ચીનને પડી રહ્યો છે.ચીની કંપનીઓના નફામાં પણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં ઘણી ચીની કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે એની અવળી અસર ચીનના આર્થિક સ્થિતિ પર પડી છે.  ચીનના ૧૦૦ દેશો ચાલતા બીઆરઆઈ  પ્રોજેક્ટ ઓ પણ એની અસર થઇ છે. એથી એવું લાગે છેકે ચીનની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

                                     *************************** 

Saturday, October 1, 2022



 ભીખ પણ એક ધંધો છે

                                        લોકોમાં ભીખ માંગીને પણ લોકો  લાખોપતિ કે  પછી કરોડપતિ બની ગયા છે એ જાણીને પણ તમને આશ્ચર્ય થશે. પરંતુ એ સત્ય બની  ગયું છે. જેને આપણે દયા અને સમાજમાં ધીક્કારીયે છીએ  એવા લોકો આપણા કરતા પણ  ઘણા સમૃદ્ધ બનીચુક્યા હોય છે. કઈ કરવાનું નહિ. મંદિરકે જાણીતી જાહેર જગ્યા આગળ પાથરણું પાથરીને બેસી જવાનું અને દયામય સ્વરમાં લોકોની દયા વૃત્તિને ઉશ્કેરીને પૈસા બનાવવાના.

                                      આવા સમૃદ્ધ ભિખારીઓની કહાની પણ રોચક હોય છે. આપણે  પરદેશી ભિખારીથી એમની રોચક કહાની શરુ કરીએ .સાઇમોન રાઈટ  વર્ષના ૫૦૦૦૦ પાઉન્ડ લંડનની  નેટ વેસ્ટ બેંક સામે બેસી ભીખ દ્વારા કમાઈ લેતો  હતો.  એ ફાટેલા કપડા પહેરીને બેસતો અને પોતાની સ્થિતિ બહુજ ખરાબ છે એવા દેખાવો પણ કરતો. પોલીસ વાળાને પણ એના પ્રત્યે દયા હતી. એની પાસે ૩૦૦૦૦૦પાઉન્ડ અને સારા લત્તામાં એનો એક ફ્લેટ પણ હતો.



                                        એક ભારતીય ભિખારી મુંબઈના રાજેશ જૈન વિષે પણ રસપ્રદ કિસ્સો છે. એ દિવસના આઠથી દસ કલાક ભીખ માંગતો રહેતો અને દિવસના ૨૫૦૦ રૂપિયા કમાઈ લેતો હતો. એની પાસે કૉમર્શિઅલ  મિલકત હતી એમાંથી એને મહિનાની રૂપિયા ૧૦૦૦૦ ની આવક હતી . તે ઉપરાંત એની પાસે બે ફ્લેટ્સ હતા એની કિંમત આશરે ૮૦૦૦૦૦૦/- જેટલી હતી. એ  મુંબઈમાં આઝાદ મેદાન કે પછી  છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન પાસે ભીખ માંગતો હતો.



                                          ઈશા એક ભિખારી હતી અને એનું મૃત્યુ ૧૦૦ વર્ષની ઉંમરે થયું.  એની માં અને બહેન પણ ભીખ માંગતા. તેણે ૫૦ વર્ષ સુધી ભીખ માંગી હતી અને એના મૃત્યુ સમયે એની પાસે એક મિલિયન ડોલર જેટલી મિલકત  હતી . એણે એના વિલ માં એની બધી મિલકત ગરોબોને વહેંચી આપવાની ભલામણ કરી હતી.

                                        આવા ઘણા દાખલાઓ છે જેમાં ભીખ માંગીને લોકો કરોડપતિ થઇ ગયા છે.  એ પણ એક કમાઉ ધંધો બની ચુક્યો છે જે સમાજ માટે ભયની નિશાની છે. 

                                             ************************************

Saturday, September 10, 2022



ભારતનો વોરેન બુફેટ- શેર બજારનો  નાયક 

                                                                  થોડા વખત પહેલા જ રાકેશ ઝુનઝુનવાલાનું  હુદય રોગથી મૃત્યુ થયું ભારતીય શેર માર્કેટના  વોરેન બુફેટ  હતા . તેઓએ ફોર્બના   દુનિયાના બિલ્લીઓનરોના  લિસ્ટમાં પોતાનું નામ લખાવેલું હતું. તેઓ એક સામાન્ય કુટુંબમાંથી આગળ વધી શેર બજારમાં  અબજો પતિ બન્યા હતા. તેઓનું કહેવું હતુંકે ' મારા પિતાએ એકજ  શિખામણ આપી હતી કે ' કોઈની  અદેખાઈ કર્યા વગર પોતાની મહત્વ કક્ષા પ્રમાણે આગળ વધવું .' બીજું અબજોપતિ થવાથી શું ફાયદો જો તું  પૈસા દાનમાં આપતો નહિ હોય . એટલે હું મારી કમાણીના ૨૫%આજે પણ દાનમાં આપુંછું .

                                                                રાકેશ ઝુનઝુનવાળાએ  એના એક  ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું એ દરેકે સમજવા જેવી વાત છે.  પૈસા એ એક જીવનની ઘણી કઠણ વાસ્તવિકતા છે. ઘણા ને એને માટે પ્રેમ હોય છે. કેટલાક એના માટે મરવા તૈયાર હોય છે. કેટલાક એને સારી રીતે વાપરે છે તો કેટલાક એનો વ્યય પણ કરે છે. લોકો એના માટે જીવનભર  લડે છે પરંતુ ઘણા એના માટે ઝૂરે છે . તે છતાં પૈસા મેળવ્યા બાદ મને લાગે છે કે એકલા પૈસા એ જ   જીવનનો કોઈ અંત નથી.  પૈસામાં  ભલે કરોડો  ગુણ હશે પરંતુ એને તમે સાથે લઇ જઈ શકતા નથી . 



                                                              એમને વધુમાં કહ્યું હતું કે ' પૈસાને લીધે આજે  હું મારુતિને બદલે  મર્સીડીસમાં ફરું છું . ૫૦૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટમાં  રહું છું . ઉચ્ચ જાતની ફોર સ્ક્વેર  સિગરેટે પીઉં છું. બ્લુ લેબલ વીસ્કી પી શકું છું. પરંતુ એ બધાને લીધે મેં મારા જીવનનો દ્રષ્ટિકોણ બદલ્યો નથી.  પૈસાને લીધે તમારે  તમારા   મિત્રો , કુટુંબ,  અને જેની વચમાં તમે મોટા થયા હોય  એવા લોકો પ્રત્યેનું વલણ બદલવું  જોઈએ નહિ.

                                                            મહત્વાકાંક્ષા રાખવી એ સારી વસ્તુ છે, પણ ઈર્ષા તમારામાં ક્રોધ અને તકરાર ઉભી કરે છે. પૈસા બધું ખરીદી શકે છે પરંતુ   એ પ્રેમ, પ્રામાણિકતા અને ખુશી ખરીદી શકતું  નથી.

                                                               અંતમાં એ કહે છે કે ' જીવનમાં બધી વસ્તુઓ  મારી પાસે છે પરંતુ મારુ સ્વાથ્ય  સારું નથી. 

                                             એતો ધનવાનોની  કમનસીબી છે.

  

Thursday, September 1, 2022



સ્વચ્છ ઇલેકટ્રીસિટી 

                                                     હવામાનના બદલાવને લઈને દુનિયાના લોકોના હોશ ઉડી ગયા છે. કોઈ જગાએ વાવાઝોડા તો કોઈ જગાએ પૂર  તો કોઈ જગાએ ધરતીકંપે તરખાટ મચાવી દીધા છે.ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પીગળતા બરફને લીધે દરિયાનું પાણીનું સ્તર ઉપ્પર આવી ગયું છે. આને કારણે ઘણા દેશોમાં કિનારાની અંદર દરિયાના પાણી ઘૂસવા લાગ્યા છે. આથી માનવીઓને પરિસ્થિતિની ગંભીરતા સમજવા લાગ્યા છે. આથી હવામાનને  ગરમ કરતા કાર્બનને ઓછું કરવાના કાર્યમાં વિવિધ દેશો લાગી પડ્યા છે. ઉદ્યાગોમાં કોલસાનો ઉપયોગ ઓછો કરવાની ઝુંબેશ ચાલુ છે. ઇલેક્ટ્રિક પાવરને ઉત્ત્પન કરવાંમાં કોલસાને બદલે  બીજા સાધનો શોધવા માંડ્યા છે. 

                                        એમાં પાણી , હવા અને દરિયાના મોજામાંથી પણ  ઇલેકટ્રીક શક્તિ ઉત્ત્પન કરવામાં લાગી ગયા છે.



                                          એમાં સ્કોટલેન્ડમાં  દરિયાના મોજામાંથી ઇલેકટ્રીક  શક્તિ ઉત્ત્પન કરવામાટે મોટો પ્લાન્ટ ૨૦૨૧  લગાવવામાં આવ્યો છે.  એ ૨૦૦૦જેટલા  મકાનોને ઇલેકટ્રીક શક્તિ પુરી પાડશે . એને ગ્રીન હાયડ્રોજન  ફેસેલિટી કહેવામાં આવે છે.


                                              ડેન્માર્કમાં પવનની શક્તિમાંથી ઇલેકટ્રીક પાવર ઉત્ત્પન કરવામાં આવી રહ્યો છે. એક ડેનિશ કંપની એ હોર્નના દરિયા કિનારે પવનથી ચાલતા ૧૬૫ ટર્બાઇન નાખ્યા છે. જે ૧,૩ મિલિયન ઘરોને ઇલેકટ્રીક પાવર આપશે .

                                        તે ઉપરાંત ગ્રીન  ઇંધણ   સ્ટીમરોને પુરી પાડવાની યોજના એક ડેન્માર્કની કંપની એ બનાવી છે.   ડેન્માર્કની એ  કંપની ઈ -મેથાનોલ ઉત્ત્પન કરવા માટે મોટો પ્લાન્ટ નાખ્યો છે જે ત્યાંની શિપિંગ કંપની માર્સત  ખરીદી લેશે અને એનાથી એમની સ્ટીમરો ચાલશે . એથી   હવામાનમાં કાર્બનનું  તત્વ ઓછું થશે. 


  

                                     તે ઉપરાંત ભારતે પણ કચ્છમાં સૂર્યના કિરણોથી સોલાર પાવર ઉત્ત્પન કરવાનો  મોટામાં મોટો પ્લાન્ટ નાખ્યો છે. એ પણ હવામાનમાં કાર્બનને નાથવાની મોટી યોજના છે. 



                                       આમ  હવામાન બદલાવના મામલે આખી દુનિયા  સચિત બની છે કારણકે એના ભયંકર પરિણામો ભોગવી રહી છે.

                                          ************************************ 

Tuesday, August 16, 2022


   પોષ્ટીક    આહાર 

                                                    સ્વાસ્થ્ય અને ખોરાક વચ્ચે સીધો સબંધ છે. સારો ખોરાક તમારા સ્વાથ્યને સારું રાખે છે, અને  લોહીને શુદ્ધ કરી જીવનને સુખી અને આનંદમય બનાવે છે. આજકાલ લોકો ચટાકેદાર જંક ખોરાક  ખાય છે અને શરીરને રોગમય બનાવી મૂકે છે. યુવાન વયે જિંદગીઓ બરબાદ થઇ જાય છે.



                                                    બીટ જેમાં નાઇટ્રિક ભરપૂર હોય છે. જે શરીરમાં લોહીનું સિક્યુલેશન  વધારે છે અને નસોને હળવી બનાવી લોહીના વહેણને સરળ બનાવે છે. એ બ્લડ પ્રેસર નીચું લાવે છે.



                                                      બેરીસમાં  એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                           ફેટી ફિશ જેવીકે  સાલ્મન,  માકરેલ  વગેરે  હૃદયને માટે ઘણો સારો ખોરાક છે. એ માછલીઓમાં ઓમેગા એટલેકે  ઉપયોગી એસિડ એમાં સારા   સારા પ્રમાણમાં છે. એ નસોને શુદ્ધ કરે છે. લોહીનો પ્રવાહ વધારે છે. એ બ્લડ પ્રેશરને પણ ઓછું કરે છે.



                                                          દાડમમાં એન્ટી ઓક્સિડન્ટ  અને નાઇટ્રેટ છે જે નસોને પહોળી કરે છે. તે ઉપરાંત એ  મસલ્સને  અને ટીસ્યુઓને  વધારે ઑક્સિન અને  ન્યુટ્રીઅન્ટ આપે છે જે તંદુરસ્તી વધારે છે.



                                                            લસણમાં સલફર છે જેમાં   એલિયન નામનું  તત્વ હોય છે  એ નસોને હળવી બનાવે છે  અને   હૃદયને વધારે મજબૂત બનાવે છે.  ક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                              અખરોટમાં  આલ્ફા , લીનોલેનીક એસિડ, ૩-ફોલી એસિડ છે , જે લોહીના પ્રવાહને  સરળ બનાવે છે.અને નસોને ઇલેસ્ટિક બનાવે છે. જેથી લોહીનું દબાણ ઓછું થાય છે.



                                                                   દ્રાક્ષમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે  જે નસોનું કામ વધારે સફળ બનાવે છે. તે ઉપરાંત તે લોહીને ચીકણું થતા અટકાવેછે અને શરીરમાંના સોજા લાવતા તત્વોને પણ કાબુમાં રાખે છે. આમ એ લોહીના ભ્રમણને સરળ બનાવે છે.



                                                                  હળધરમાં પણ સોજાને કાબુમાં રાખવાનું તત્વ હોય છે.  એમાંનું  નાઈટ્રિક ઓકસાઇડ તત્વ લોહીની નસોને પહોળી બનાવી એના પ્રવાહને શરીરના અંગોમાં સરળ બનાવે છે.

                                                                    સ્પીનાચની લીલી ભાજીમાં પણ નાઇટ્રેટનું તત્વ હોય છે. જે નસોને પહોળી બનાવી  લોહીના પ્રવાહને સરળ બનાવે છે.



                                                                      સિટ્રસ ફળોમાંનું  એન્ટી ઓક્સિડન્ટ તત્વ લોહીમાં  કલોટ થતા અટકાવે છે અને લોહીના પ્રવાહને સરળ બનાવે છે અને લોહીના દબાણને પણ ઓછું કરે છે. 

                       આમ આવા  પોષ્ટિક આહારો  શરીરને સારું રાખે છે.


                                                            ****************************

Saturday, August 13, 2022



કોવિદ-૧૯ અને ત્યારબાદ  

                                                       ઘણા લોકોએ કોવિદ-૧૯ ની બીમારી દરમિયાન નોકરી છોડી દીધી હતી, તો કેટલાકે ઘરેથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. કેટલાક દરરોજના કામ કરવાવાળામાંથી  ઘણા એમના કામ પર પાછા ફર્યા જ નથી.  ઘણીં જગાએ હાયરિંગના પાટિયાઓ લાગેલા છે. કારણકે કામ કરનારા મળતા નથી. એના બે જ  કારણો જ છે. એક કોવિદ દરમિયાન  ખર્ચા ઓછા થવાથી બચત વધી હતી . એમાંથી કામદારો  હજુ  તેમનું  જીવન ચલાવી રહયા છે. અને બીજું કારણ કોવિદની બીમારી દરમિયાન લોકોને સરકારોએ ગણી મદદ કરી હતી એટલે પૈસાની હજુ તંગી પડતી નથી.

                                                         સ્કિલ નોકરીઓમાં પણ આજકાલ લોકો નોકરી છોડી રહયા છે એની પણ  ખબર કાઢવી  જરૂરી છે. એ બાબતમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા , કેનેડા , સિંગાપોર અને ભારતમાં મેકિનસે કંપનીએ સર્વે કર્યો એમાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે.



                                                              ૪૧% લોકોએ એમની નોકરીમાં એમને આગળ વધવાની કોઈ તક જોઈ નહીં એટલે નોકરી છોડી દીધી હતી. જયારે ૩૬% એ એમની નોકરીમાં વધારે નાણાકીય ફાયદો ન  દેખાતા નોકરી છોડી દીધી હતી. કેટલીક કંપનીઓમાં એમના ઉપરીઓ એમની અપેક્ષા કરતા હતા એથી ૩૪% નોકરિયાતઓ  એવી કંપનીઓ છોટી દીધીહતી.

                                                              ઘણીવાર નોકરીમાં રસ પેદા ન  કરેએવું કામ  હોય તો નોકરિયાતો કંટાળીને નોકરી છોડીદે છે. એવા ૩૧% નોકરિયાતો હતા. વધારે પડતા કામની માંગણીઓ અને કામમાં વધારે પડતી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે એવા  સંજોગોમાં ૨૯% નોકરિયાતો નોકરી છોડી હતી.

                                                               ઘણી જગાએ નોકરીમાં વાતાવરણ સારું નથી હોતું. એક બીજાને મદદ કરવાની નોકરિયાતોમાં વૃત્તિ નથી હોતી. એવા સંજોગોમાં ૨૬% લોકોએ નોકરી છોડી દીધી હતી.  જે કંપનીમાં કામ કરનારાઓના સ્વાસ્થ્ય નું ધ્યાન નથી આપવામાં આવતું અને ઑફિસના વાતાવરણમાં વધારે પડતી કડકાઈ અને વાતાવરણ હળવું નથી એવી કંપનીઓમાંથી લોકો નોકરી કરવા માંગતા નથી. એવા કારણોને લીધે ૨૬% જેટલા લોકોએ નોકરી છોડી હતી. 

                                                                 આથી કંપનીની સફળતા માટે એમના કામદારો નોકરી છોડી ને  ન ચાલી જાય એ જોવું જરૂરી છે.  એના કારણોનું આલોચના કરવી જરૂરી છે. જે કંપનીમાં કામદારો લાંબો સમય સંતોષકારક રીતે ટકી રહે એમાજ  કંપનીઓની સફળતા રહેલી હોય છે. 

                                   ********************************************  


                                                 

Monday, August 8, 2022



તંદુરસ્તીનું રહસ્ય 

                                 આપણામાં કહેવાય છે કે સૌથી પહેલું સુખ એ શરીરની તંદુરસ્તીને જાય છે. પરંતુ આજકાલ જીવનની ભાગદોડમાં એને અવગણમાં આવે છે અને લોકો જાતજાતના રોગોથી પીડાઈ રહયા છે. 

                                       આથી આપણે શરીરના દરેક અંગ  તંદુરસ્ત રહે એ માટે કાળજી લેવી જોઈએ. જેમકે બ્રેઈન  માટે આઠ કલાકની ઊંઘ તદ્દન આવશ્યક છે. પૂરતી ઊંઘને અભાવે ઘણા મોટા રોગો થવાને સંભવ છે. તે ઉપરાંત આખો દિવસ બેચેની અને આળસ ઊંઘના અભાવે જ ઉદ્ભવે છે.

                                       પગના તળિયાને રાત્રીએ સુતા પહેલા તેલથી માલિશ કરવાથી આંખો સારી રહે છે અને આંખોની તંદુરસ્તી પણ સુધરે છે.

                                        નાકને માટે મિન્ટ એક અકસીર ઉપાય છે એટલા માટે દિવસમાં મિન્ટ ખાતા રહેવું જોઈએ.

                                         આજકાલ તો ફેફસાને તંદુરસ્ત રાખવા માટે  સિગારેટ પીવાની મનાઈ કરવામાં આવે છે અને એના માટે જબરજસ્ત આંદોલન પણ ચાલે છે. મીઠું  હાર્ટ  માટે તદ્દન નુકશાનકારક છે.  એટલા માટે તબીબો મીઠું ઓછું ખાવાની તાકીદ કરે છે.



                                         વધારે પડતા  ચરબી વાળા પદાર્થો ખાવાથી લીવરને નુકસાન થાય છે.  અને ઠંડા પીણાઓ પેટને પણ નુકસાન કરે છે.



                                          જંક ખોરાક આંતરડાઓને નુકસાન કરે  છે આથી લીલા શાકભાજીઓ  ખાવાથી  આંતરડાઓની પાચન શક્તિ વધે છે. વધારે પડતું ખાવાથી પેન્ક્રિયાસને પણ  નુકસાન થાયછે. 

                                          કિડની એ  શરીરનું બહુજ નાજુક અંગ છે એથી એની તંદુરસ્તી માટે દિવસભર સારું એવું પાણી પીવું જોઈએ. રાતના સુતા પહેલા પિશાબ કરીને જ સૂવું જોઈએ. તે ઉપરાંત રાત્રી દરમિયાન ઓછું પાણી પીવું જોઈએ. યુરીનરી  માર્ગને તંદુરસ્ત રાખવા માટે રો  કાંદાનું  સેવન સારું પડે છે.

                                         એપેન્ડિક્સની તંદુરસ્તી લીંબુનું પાણી પિતા રહેવું જોઈએ.



                                       આતો શરીરને સારું રાખવા માટે ના સામાન્ય ઉપાયો છે જે સહેલાઈથી જીવનમાં કરી શકાય છે. અને' પહેલું સુખ તે જાતે નર્યાનું' બિરુદ મેળવી શકાય છે.  

                                          ***************************************  

 

                                              

Saturday, July 23, 2022

 


ચામડીનું કેન્સર 

                                                             ચામડીના કેન્સરમાં ચામડી પાર ડાઘાઓ પડવા અને એમાંથી જે મનોવિજ્ઞાનિક પીડાઓ થાય છે જે સમજવી મુશ્કેલ હોય છે. ચામડીના કૅન્સરનું મૂળ કારણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે.

                                 એમાં વૃદ્ધો  વધારે ભોગબને છે. તે ઉપરાંત વિજ્ઞાનિકોનું માનવું છે કે જેની ચામડી વધારે સ્વેત હોય,  ભૂરી આંખો અને રૂપેરી વાળો હોય એવા લોકોમાં ૩૦% વધારે દેખાય છે. તે ઉપરાંત ચામડીનું કૅન્સરનો આધાર ચામડીનો તેનો સામનો કરવાની શક્તિઓ પર પણ છે. ટૂંકમાં જ્યાં સૂર્યના કિરણો સીધા વધારે પહોંચે ત્યાં વધુ થવાનો સંભવ છે. ઈમમયુનો થરાપી દ્વારા ૯૩%લોકોને ચામડીના કૅન્સરથી બચાવી શકાય છે.

                                 ન્યૂઝીલેન્ડમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ૪૦ %વધુ હોય છે. એથી ચામડીને એનાથી  વધુ અસર થાય છે,  આમ પણ  દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વી  એક બાજુ ઢળવાથી તે ઉનાળામાં  સૂર્યની  નજદીક આવી જાય છે એની અસર એ પ્રદેશો પર પડે છે. અને સૂર્યના કિરણો ચામડી પર કેન્સર જેવા રોગો ઉત્પન્ન કરે છે.

                                    ઉત્તરધ્રુવના પ્રદેશો એટલે સ્કેન્ડિનેવિયન દેશોમાં લોકો સ્વેત હોય છે અને એમને મેડિટેરિઅન દેશોમાં પ્રવાસ કરવાનો શોખ હોય છે. તેઓ ત્યાં ચામડીના કૅન્સરનો ભોગ બને છે.



                                     ઘણા લોકોમાં  સૂર્યના  કિરણોને લીધે ચામડી  બળવાનો વારો આવે છે. એમાં એમની  વિવિધ પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોય છે.  જેમકે ખુલ્લા સ્વિમિંગ પુલમાં પડી  લાંબો સમય તરતા રહેવું, ખુલ્લામાં બહાર રખડતા રહેવું, અને સૂર્ય સ્નાન જેવી પ્રવૃત્તિઓથી ચામડીનું બળવું શક્ય છે. એમાંથી ચામડીનું કૅન્સર થવાનો પણ સંભવ છે.



                                             તે ઉપરાંત ચામડીની કેટલીક ઉણપને લઈને પણ ચામડીનું કૅન્સર થવાનો સંભવ છે. જેમકે આફ્રિકાના નામિબિયાન દેશમાં  લોકો ચામડીના કૅન્સરથી વધારે પીડિત છે. ત્યાં લોકોની ચામડી પણ કાળી છે તે છતાં ચામડીનું કેન્સર વધારે પ્રવર્તે છે.

                   મૂળમાં સૂર્યનો સીધો સામનો ચામડીના રોગોનું કારણ બની શકે છે. 

                          ***********************************************************