Monday, September 14, 2020



અબળા શક્તિ 

                                                                           આજે સ્ત્રીઓને અબળા માની એનો ઉદ્ધાર કરવા માટે  કેટલાક લોકો એક આંદોલન ચલાવી રહયા છે. મૂળમાં તો સ્ત્રીઓમાં આંતરિક શક્તિ એટલી છેકે તે પુરુષોને પાછળ પાડી શકે છે. ફક્ત એને રૂઢિચુસ્ત  અને હોશિયાર લોકોએ  ધાર્મિક, સામાજિક અને કુટુંબિક  કારણો દ્વારા દબાવી રાખી છે. લોકશાહીના જમાનામાં સ્ત્રીઓના મતોની પણ ઘણી શક્તિ છે એથી એમનો  અને એમની લાગણીઓને રાજકીય દ્રષ્ટિએ ઉપયોગ કરી કરવામાં આવે છે.  પરંતુ જ્યાં જ્યા સ્ત્રીઓને તક મળી છે ત્યાં તેમણે એમની શક્તિ બતાવી દીધી છે. સ્ત્રીઓએ  હવે  રાજકારણ , કળા અને સંસ્ક્રુતિના ક્ષેત્રમાં , અને સમાજમાં ઉચ્ચ સ્થાનો મેળવી ચુકી છે .



                                         માર્ગરેટ થેચર બ્રિટનના બહુજ મજબૂત વડા પ્રધાન ગણાયા  છે. એમણે ભલભલા પુરુષ રાજપુરુષોને મહાત કર્યા હતા . એમનું માનવું હતું કે ' પુરુષો બોલવામાં  હોશિયાર  હોય છે. પણ કામને જલદી અને સારી રીતે  પૂરું કરાવવું હોય તો એ સ્ત્રીઓ દ્વારાજ સારી રીતે થઇ શકે.' એમાં એમણે સ્ત્રી શક્તિને બિરદાવી છે.



                                           જાણીતી હોલિવુડ  અભિનેત્રી  ઔડ્રી  હેપ્બર્ન તો માનતી હતી કે આ જગતમાં કોઈ પણ ચીજ  હાસિલ કરવી અશક્ય નથી કારણકે  ઇમ્પોસિબલ શબ્દ જ કહે છે કે (આઈ એમ પોસિબલ ) ' એટલેકે દરેક વસ્તુ શક્ય છે. આજ  અભિનેત્રીની શક્તિનો અને આત્મા વિશ્વાસનો   પરિચય  આપે છે .



                                            એલીના રૂઝવેલ્ટ  અમેરિકન પ્રેસિડેન્ટ  રૂઝવેલ્ટના પત્ની હતા પરંતુ તેમના સામાજિક કાર્ય માટે આખા અમેરિકામાં બહુજ પ્રસિદ્ધ  હતા . તેઓ પ્રેસિડેન્ટને માટે એક પ્રેરણા  હતા. તેમણે સ્ત્રી શક્તિને બિરદાવતા લખ્યું કે ' સ્ત્રી એ એક ચાની બેગ જેવી છે. એ કેટલી કડક છે એ ત્યાં સુધી ખબર ન પડે જ્યા સુધી એ ગરમ પાણીમાં ન મુકવામાં આવે . એટલેકે સ્ત્રીની  શક્તિ  ખરાબ સમયમાં ખબર પડે છે. 

                                             કેટલીક સ્ત્રીઓ બિન્દાસ હોય છે એજ એમની સફળતાનું રહસ્ય હોય છે.  એમાં અભિનેત્રી  કેથેરીન હેપ્બર્નનું  એક કથન યાદ રાખવા જેવું છે ' એ કહે છેકે  'તમે બધા  નિયમો પ્રમાણે ચાલો તો પછી જીવનમાં કોઈ  આનંદ જેવું શું રહે ?. આવી જલદ વિચારશરણીમાં એને સફળતા અને આનંદની ચાવી દેખાય છે.આ વિચારમાં દુર્ગા ની શક્તિનો આભાસ થાય છે.  સ્ત્રીની દુર્ગા શક્તિ ઘણીવાર વિનાશક બનેલી આપણે નિહાળી છે .

                                                બીજી એક અભિનેત્રી બેટ્ટી  ડેવિસ તો જીવનમાં અશક્ય વસ્તુ કરવામાં માને છે જેથી  પોતાના કામને આગળ વધારી શકાય.



                                                  સ્ત્રીઓમાં નિર્ણય શક્તિ અદભુત હોય છે  એનો દાખલો રાણી લક્ષ્મીબાઈનો છે. એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એનું રાજ બ્રિટિશોના હાથમાં નહિ જવા દે અને અંગ્રેજોને એ ભારે પડી ગયા. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને ચોખ્ખું કહી દીધું હતું કે 'મહાભારતના મહાસંહાર માટે એનો પ્રતિશોધ જવાબદાર હતો.' આજ સ્ત્રી શક્તિનો એક અજોડ દાખલો છે.

                                                   આથી સ્ત્રી શક્તિને  ઉપ્પર લાવવા કરતા એમને  પૂરતી સ્વાતંત્રતા અને સમાનતા નિખાલસ  દિલે પુરુષોએ સ્ત્રીને  આપવાની જરૂરત છે. એમનામાં શક્તિ આપવાના આંદોલનો ચલાવવાની કોઈ જરૂરિયાત  નથી. 

                                                       *********************************        

                                    

                                     

Friday, September 11, 2020

 


ગાંધીજીનો તદ્દન સામાન્ય અને સાદો આહાર

                                                                          ગાંધીજીનું જીવન ખુલ્લી બુક જેવું હતું . તેઓ તદ્દન સાદું જીવન ભારતના ગરીબ લોકોને અનુરૂપ હતું. તેઓનો પહેરવેશ અને હાવભાવ  સામાન્ય માનવી જેવું જ હતું. તેઓ ધાર્મિક હતા અને કહેતાકે હું દ્રરિદ્ર નારાયણમાં પરમાત્માના દર્શન કરું છું.  એથી એમના સાદા જીવન જેવું એમનો આહાર પણ સાંમાન્ય લોકો જેવો હતો.

                                                                              ગાંધીજી શાકાહારી અને ઘણુંખરું   કાચું  તથા  રાંધ્યા વગરનો આહાર પસંદ કરતા . સવારસાંજ  લીંબુનો રસ મધની  સાથે લેતા . તેઓ ફણગારેલાં ઘઉંને આહારમાં પસંદ કરતા . દરરોજ  ૨૨૦ એમ એલ  બકરીનું દૂધ પસંદ કરતા.  ઘણીવાર  તેઓ ગાયનું દૂધ કે  નાળિયેરનું દૂધ  પણ પી લેતા. 



                                                                             દરરોજ ૨૦૦ ગ્રામ ઘી નો પણ ઉપયોગ  કરતા.  એમના આહારમાં ૨૩૦ ગ્રામ  તાજા ફળોનો અને કઠોરનો  પણ ઉપયોગ કરતા .  તે ઉપરાંત લસણ પણ એમના આહારનો એક ભાગ હતો. સૂકો મેવો કદી કદી એમના આહારમાં  માર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ કરાતો .

                                                                                  તે ઉપરાંત દરરોજ શારીરિક કસરતો એમના જીવનનું અંગ  હતું. 

                                                                                સાદું ભોજન અને સાદું જીવન શરીરને  વધારાની ઉર્જા આપે છે તે એમની જીવન શૈલી પરથી સિદ્ધ થાય છે. ગાંધીજીનું સાદું અને સાધુમય જીવન ભારતવાસીઓ  માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ બની ગયું હતું . આથી ભારતની પ્રજા એમને સંતની જેમ આદર કરતી હતી. 

                                                      **********************************

 

Friday, September 4, 2020

 


હોલિવૂડ  અને બોલિવૂડ 

                                                                                           હોલિવૂડમાં  'મી ટૂ' નું જે આંદોલન શરુથયું એમાં મોટા મોટા માથાઓ વધારાઈ ગયા. એમાં રેપ ,પ્રતિબંધ દવાઓનો, અને  સેક્સુઅલ  હુમલાઓના પણ ગુનાઓ આગળ આવ્યા હતા.  એમાં હોલિવૂડના મોટા દિગ્દર્શકો , અભિનેતાઓ અને હાસ્યકલાકારો પણ  સંડોવાયેલા હતા . એવીજ હાલત હવે બોલિવૂડની અભિનેતા  સુશાંતસિંહની આત્મહત્યા બાદ ઉભી થઇ છે.



                                                                     હોલિવૂડમાં જાણીતા  ડિરેક્ટર હાર્વે વેઇનસ્ટીન પર પણ સેક્સુઅલ  હેરાનગતિ કરવાના અને બળાત્કારના  કેસોનો સામનો કરવો પડ્યો હતો અને સજાઓ પણ સહન કરવી પડી હતી . જાણીતા હાસ્યકાર અભિનેતા અને પિતાતુલ્ય અભિનેતા બિલ કેસબીની ઉપ્પર પણ બળાત્કાર  અને  સેક્સુઅલ હુમલા જેવા આરોપો લાગ્યા. એમને પણ જેલની હવા ખાવી પડી રહી છે. આવા ઘણા દાખલાઓ હોલિવૂડમાં છે પરંતુ આતો દાખલાઓ તરીકે રજુ કર્યા છે. ટૂંકમાં હોલિવૂડમાં ડ્રગ , બળાત્કાર , અને સેક્સને લાગતા અનેક ગુનાઓ જોવા માટે છે .



                                                                    ' મી ટુ' ના દાખલાઓ બોલિવૂડમાં પણ આવ્યા હતા  જેમાં દાખલા તરીકે ડિરેક્ટર સજજિદખાન , નાના પાટેકર સામે પણ અભિનેત્રીઓએ  સેક્સુઅલ હેરાનગતિના આરોપો લગાવ્યા હતા . આતો  બહાર આવેલા થોડા  કેસોમાના થોડા છે, એટલેકે બરફની જેમ ૧/3  બહાર આવેલા છે બાકીના અંદર ઢંકાયેલા રહેલા પણ હોય  શકે . એક વાતતો બહાર આવતી જાયછે કે હોલિવુડની જેમ બોલિવૂડમાં પણ સેક્સ , ડ્રગ, અને બળાત્કાર જેવી બદીઓ ફેલાયેલી છે.



                                                                     અભિનેતા સુશાંતસિંહ રાજપૂતઅનેઅભિનેત્રી રિયા ચક્રવર્તી ના મામલામાં જેમ  જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ બોલિવૂડની ડ્રગ અને સેક્સની કહાનીઓ આગળ આવતી જાય છે. એમાં કેટલાએ અભિનતા અને દિગ્દર્શકઓ આવી જશે એનો અંદાજ હજુ આવી રહ્યો નથી . પણ એક વાત ચોક્કસ છે કે ચલચિત્રના ક્ષેત્રમાં  ગ્લેમર અને  સ્વર્ગી સમૃદ્ધિના વહેણની સાથે ડ્રગ અને સેક્સ રમતનું વહેણ પણ વહી રહ્યું છે.  શહેરમાં સારી હવા માટે ગટ્ટરને સાફ કરવી જરૂરી છે. તેમ ફિલ્મ  કળાના ક્ષેત્રમાંથી  ડ્રગ અને સેક્સ જેવી ગંદકીને સાફ કરવી જરૂરી છે.

                                          ***********************************