Wednesday, May 27, 2015


હ્યુ ઍન સાંગ,ચીની મુસાફર- ૭ મી સદીની ભારતની વર્ણ વ્યવસ્થા પર
                                        હ્યુ ઍન સાંગા લખે છે કે ભારતમા તે વખતે ચાર જાતી વ્યવસ્થા હતી.  ચાર આશ્રમઓમા જીવવાની વ્યવસ્થા હતી.  કિશોર અવસ્થા, ગ્રહસ્થ અવસ્થા, વાનપ્રસ્થ અવસ્થા ( ૫૭ વર્ષે) અને સન્યાસ અવસ્થા (૭૫ વર્ષે).  ઍના પ્રમાણે ઍ બધી અવસ્થાઓ વ્યહવારુ ન હતી. તે પહેલા ઋષિ વ્યવસ્થા હતી જે સર્વોપરી હતી. સન્યાસીઑ બહાર નજરે પડતા ન હતા.
                                       ત્યાર બાદ મહાવીર અને બૌધ સમય શરૂ થયો જેના કારણે વર્ણ વ્યવસ્થા બંધ પડી ગઈ. વર્ણ  વ્યવસ્થામા બે ભાગ થઈ ગયા.  ગ્રહસ્થ અને સાધુ અવસ્થા. યુવાનીમા પણ લોકો સાધુ થઈ જતા ઍટલા માટે બૌધ સાધુઑઍ  મઠઑ અને મોનેષ્ટ્રીઓ  બનાવી. ઍમા યુવાન સાધુઓને શાશ્ત્રો વિષે અભ્યાસ કરાવવામા આવતો. નાલંદા બૌધ કાલની દેણ હતી. ત્રણ બાળકમાથી વચલાને સાધુ બનાવવો પડતો હતો. આથી બૌધ સાધુઓ વધી ગયા.
                                        જ્યારે જૈનોમા સતત ભ્રમણ પ્રવૃતિઓ ચાલતીઍના પ્રમાણમા બૌધો ઘણા ઉદાર હતા. તેમણે જૈનો જેવા  સખત નિયમો રાખ્યાં ન હ્તા. બૌધોઍ આહારમા બધી છૂટો આપી હતી તે જૈનોમા ન હતી. આથી બૌધ ધર્મ વીશ્વવ્યાપી બન્યો અને ઍને વધુને વધુ યુવાન સાધુઓ મળ્યા. આથી યુવાન બૌધ સાધુઓેઍ વધારે જ્ઞાન અને વિજ્ઞાનનો ફેલાવો કર્યો.


                                           આમ બૌધ ધર્મનો  ફેલાવો કેમ વધ્યો ઍનુ  સચોટ કારણ હ્યુ ઍન સાંગે આપ્યુ. તે  છતા આગળ જતા શંકરાચાર્યે હિન્દુ ધર્મનો પુનર્સ્થાન કર્યુ અને સ્થાપિત કર્યુ કે જે બૌધ ધર્મમા છે ઍના બધાજ મૂલ્યો હિન્દુ ધર્મમા છે. કાશીમા બૌધ સાધુઓ પર વિજય મેળવી ઍનુ પ્રતિપાદન કર્યુ.
                                       ****************************************

Friday, May 15, 2015


પંજાબ, પંજાબી સુબા, અને ગુરુનાનક
                                                                                                                                                                ભારતનો ઇતીહાસ પોતાના સ્વાર્થ, અહમ્ અને જાતીવાદથી ખરડાયેલો  છે. અંગ્રેજોેઍ પોતાના સ્વાર્થ માટે આજનુ ભારતનુ નિર્માણ કર્યુ. મહાભારતના કાળમા પણ ભારતવર્ષની સરહદો આટલી પથરાયેલી હશે ઍ પણ શંકાજનક બાબત છે. મુળમાતો ભારત નાના રાજ્યોમા છવાયેલુ હતુ. આથી પરદેશીઓને આપણા પર રાજ કરવાનુ સહેલુ  પડતુ હતુ. ઍક બીજાને અંદર અંદર લડાવી પરદેશીઓ ફાવી જતા હતા.
                                                      ૧૯૪૭મા પણ હિન્દુ મુસ્લીમને લડાવી અંગ્રેજો ભારત અનેપાકિસ્તાન બનાવ્યુ. અંગ્રેજોની ઈચ્છા તો દલિસ્તાન બનાવી ભારતના ત્રણ ટુકડા કરવાની હતી. પરંતુ  ડોક્ટર આંબેડકર જેવા નેતાઓને લીધે ઍ ત્રીજો ભાગ થતા અટકી ગયો. તે છતા ભાષવાદ, જાતિવાદના નામે ભારતમા કેટલા ઍ રાજ્યો ઉભા થઈ ગયા  છે. લોકોની આકાંશાઓને પુરી કરવી ઍમા કઈ ખોટુ નથી પરંતુ ઍમાથી દેશની ઍકતાને હાની પહુચવા લાગી છે. અને પરદેશી તત્વો ઍને ઉશ્કેરી રહ્યા છે.
                                                        અકાલીઓને ખતમ કરાવા ઇંદિરા અને  જૈલસિંગ દ્વારા ઉભી કરવામા આવેલી ખાલિસ્તાનની યોજનાઍ શીખો, પંજાબને અને ભારતની ઍકતાને ઘણુ નુકશાન પહોચાડ્યુ છે. ઍના અનુસંધાનમા શિખ ધર્મની રચનાનો ઇતીહાસ જોવો જરૂરી છે. શિખ ધર્મની રચના જ હિન્દુ મુસ્લિમ  ઍકતા પર રચાયેલી છે. આજે પણ શિખોના કુટુંબમા ઍક પુત્રને હિન્દુ રાખવાની પ્રથા ચાલુ છે.  આથી હિન્દુઓને શિખથી અલગ પાડવા મુશ્કેલ છે.

                                                        શિખ ધર્મના સ્થાપક ગુરુ નાનક  શુ કહે છે ઍ જાણવુ  બહુ જરૂરી છે.
૧) ઈશ્વર ઍક જ છે.
૨) સ્ત્રી અને પુરુષ સમાન છે.
૩)જંગલમા ભાગી જવાથી નિર્વાણ મળવાનો નથી.
૪) તમેજ તમારા ગુરુને શોધો.
૫) નિસ્વાર્થ રહો અને અંધશ્રધ્ધાથી દૂર રહો
૬) સાદગીમા જ સૌદર્ય છે.
૭) પ્રવાસ કરતા રહો.
૮) પાંચ દૂષણો જ જીવન ચલાવે છે. - અભિમાન, ક્રોધ,
 લોભ,  મોહ અને લાગણી.
                                                                 હિંદૂની ગીતા  ઍનાથી ક્યા જુદી બોલી બોલે છે! સત્ય તો ઍ છે કે સ્વાર્થી લોકો પોતાની  ખિચડી પકાવવા માટે ભાગલા પડાવતા રહેતા હોય છે.
                                                   *****************************************

Tuesday, May 5, 2015


પરિવાર
                                                                                                                                                        પરિવાર પધ્ધતિ ઍશિયા ખંડમા ભારત અને ચીનમા ઍમની સંસ્કૃતિમા વિકસેલી છે. ભારતમાથી બુધ્ધ ધર્મ ચીન ગયેલો છે ઍટલે ચીનની સંસ્કૃતિમા પરિવાર પધ્ધતીનો સારો ઍવો વિકાસ થયેલો છે. ઍ પધ્ધતિ  રાષ્ટ્ર અને સમાજનો બોજો  ઘણે અંશે લઈ લે છે. પરિવાર જ વૃધ્ધ, વિકલાંગ, વિધવા, જેવા લોકોનો બોજો ઉપાડી લે છે. ઍ પણ સત્ય છેકે ઍ પધ્ધતીનો   હવે ધીમે ધીમે વિલય થઈ રહ્યો છે.  ઍ કારણે ઘરડા ઘર, વિધવા સહારા ઘરો અને વિકલાંગ માટેના સ્થળોની હાટ લાગી છે. અંતે નુકસાનતો સમાજ અને રાષ્ટ્રને જ થયુ છે.  પશ્ચિમમા પણ અમુક  જુનવાણી કુટુંબોમા આ પ્રથા પ્રચલીત છે, પરંતુ ઘણેખરે અંશે ઍ  ત્યા અસ્તિત્વમા નથી. આથી વૃધ્ધો અને વિકલાંગોનો બોજો સરકાર પર રહેલો છે. પરંતુ પ્રશ્ન ઍ છે કે ક્યા સુધી સમાજ અને સરકારો ઍનો બોજો ઉઠાવી શકશે?

                   અમેરીકામા નિરાધાર વૃધ્ધો, વિકલાંગો , અનાથ બાળકો, વગેરે ઍવા સમૂહોની સરકાર સારી ઍવી મદદ કરે છે. પરંતુ ઍનો બોજો વધતો જ  જાય છે ત્યારે પરીવાર પધ્ધતિની મહત્વતા સમજાય છે. ઍટલા માટે પશ્ચિમના દેશોમા આપણી પરિવાર પધ્ધતિંની પ્રસંસા કરવામા આવે છે.

                   પરિવાર પધ્ધતિના પાયામા શુ છે ઍ  જાણવુ જરૂરી છે?  પરિવારમા કોઈ લેખિત બંધારણ હોતુ નથી પણ દરેક સભ્યોમા સમજણ હોય છે. દરેક સભ્ય પોતાની જાતે જ પરિવારમા શિસ્ત જાળવે છે. દરેક સભ્યને ભરોસો હોય છે, ભય જેવી કોઈ ચીજ હોતી નથી. બીજાનુ શોષણ કરવાની વૃતિ હોતી નથી પણ સભ્યોને  ઍક બીજાને મદદ કરવાની દ્ર્ઢ લાગણી હોય છે. બધા આગ્રહ રાખવાને  બદલે ઍક્બીજાને માન આપે છે. પરિવારજનો ઍકબીજાથી દુર હોય તો પણ સબંધ ટકાવી રાખે છે. અને હંમેશા પરિવારજનોને આર્થિક, સામાજીક, તથા  શારીરિક સહાય આપતાજ રહે છે. આવી સાકારત્મક કુટુંબિક વૃત્તિ હોય તો સમાજ અને દેશને બોજો ક્યાથી રહે?  આથી  આપણી  સંસ્કૃતીઍ  આપેલી અણમોલ પરિવાર પધ્ધતિને  મજબૂત બનાવવાની સમયની માંગ છે.
                                          **************************************************