Sunday, March 14, 2021

 


વિચિત્ર જુગલબંધી 

                                                                     દુનિયામાં સ્વાર્થ એવી વસ્તુ છે કે બે  વિરુદ્ધ ધર્મ અને વિચારધારા ધરાવતા બે દેશીને પણ સાથે લાવી દે છે.  રશિયાની પુતિનની સરમુખત્યારી તરફ વધી રહેલી સરકાર એના મુખ્ય વિરોધી નવલનીને ઝેર આપવાનો અને એને જેલમાં  નાખી દેવાનો આરોપો છે. અને યુરોપીઓન યુનિયને રશિયન જુલમી નીતિને  નીતિની  વખોડી કાઢી છેત્યારે એનાજ એક સભ્ય તુર્કી  અત્યારે એ બાબતમાં શાંત છે અનેરશિયા સાથે   મૈત્રી વધારી રહયા છે એ એક વિચિત્ર બાબત છે. તુર્કીના પ્રેસિડેન્ટ ધર્માન્ધ મુસ્લિમ સુરમુખ્યતાર છે જયારે પુતિન ખ્રિસ્તી રાજ્ય રુશના સરમુખત્યાર છે. એટલે એ દોસ્તી કજોડી બની ગઈ છે. સરમુખત્યારી વૃત્તિ જ બે વચ્ચે સામાન્ય છે.

                                                                એમની દોસ્તી પાછળ અનેક રાજકીય કારણો છે. ઇતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો બંનેના સામ્રાજ્યો પરિવર્તનની ક્રાંતિને કારણે નાશ થયો હતો . રશિયાની  સામ્યવાદી ક્રાંતિ અને તુર્કમાન સામ્રાજ્યનું પતન પણ  ક્રાન્તિઓને આભારી હતી. આ ઇતિહાસિક વાત પણ સામાન્ય છે. થોડા વખત પહેલા રશિયા અને તુર્કી,  ક્રિમીઆ અને એઝેરબૈજાન વચ્ચેની લડાઈમાં એક બીજા સામે હતા. પરંતુ એ લડાઈનો અંત પણ તુર્કી અને રુસની સમજૂતી  થયો. એમાં રૂસને નાગોરનો ખરાબખ પ્રદેશનો કબ્જો મળ્યો અને તુર્કીને દક્ષિણ  કૌકાસુસનો આર્થિક કબજો મળ્યો.  કહેવાનું એમકે પોતાના સ્વાર્થમાટે મુસ્લિમ ધર્માન્ધ દેશ ક્રિશ્ચન દેશ સાથે પણ સમજૂતી કરી શકે છે. અને દુનિયાના લોકમતને ઠોકર મારી શકે છે પોતાની નીતિ સાથે પણ બાંધછોડ કરી શકે છે.



                                             પુતિન પણ તુર્કીના પ્રેસિડેન્ટના વખાણ કરતા થાકતા નથી કારણકે તુર્કીએ રશિયા પાસેથી મિલિટરી શસ્ત્રો મોટા પ્રમાણમાં ખરીદ્યા છે. અને જયારે તુર્કીમાં બળવો થયો ત્યારે પણ પુતિને હોશયારી પૂર્વક  તુર્કી પ્રેસિડેન્ટને ટેકો આપ્યો હતો. આજ તુર્કીએ એની સેક્યુલર નીતિ બદલીને ઇસ્લામિક નીતિ અપનાવી છે. ધર્મને નામે કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાનને  ટેકો આપે છે એમાં ચીન સિવાય બીજા કોઈ પણ દેશનો આજે પાકિસ્તાનને ટેકો નથી. 

                                                    ધર્મને તો રાજકીય સ્વાર્થ માટેજ ઉપયોગ થાય છે. પરંતુ વખત આવે તો ધર્મની પણ  ઐસી તેસી  કરી નાખવામાં રીઢા રાજકારણીઓ પાવરધા હોય છે . બાકી રશિયા અને  તુર્કી વચ્ચે આજે  સરહદો સિવાય કઈ પણ સામાન્ય નથી.

                                            **********************************


 

 

                                                                  

                                   

Tuesday, March 9, 2021

 


ભારતથી અમેરિકા 

                                                 ભારતથી અમેરિકાની સફર બહુ રસપ્રદ હતું. લોકો વિમાન મુસાફરીમાં માસ્ક પહેરવાનું ચાલુ રાખતા હતા. એકબીજાની સાથે વાતચીત કરવાનું પણ બહુ ઓછું  રાખતા હતા એ કોરોના દૈત્યનું કામ હતું. દિલ્હીથી સાનફ્રાન્સીસકોની  વિમાની પ્રવાસ ૧૬ કલાકથી વધારે છે . એટલે લોકોના મોઢા પર વાતચીતના અભાવને કારણે તણાવ પણ દેખાતો હતો. સીટ પર લાંબો વખત સુધી માસ્ક પહેરી  બેસી રહેવાથી બેચેની વધે એ પણ સ્વાભાવિક છે. 

                                               વિમાની સેવામાં પણ કાપ મુકવામાં આવ્યો હતો એટલેકે  ઓછામાં ઓછી સેવાઓ આપવામાં આવતી હતી. ખાવામાં નિયમિત આપવામાં આવતી ડીશો આપવામાં આવતી હતી પરંતુ પીણાઓમાં કાપ મુકવામાં આવ્યો હોય જણાતું હતું. વિડિઓ સેવાઓ પણ બંધ હતી. એટલે વખત પસાર કરવો વધુ અઘરો બનતો  હતો . 



                                            ભારત સરકારની' વંદે માતરમ' નામ હેઠળ ચાલતી એ એર ઇન્ડિયાની વિમાની સેવા હતી. એમાં લોકોને ભારતથી અમેરિકા સલામતી રીતે કોરોના કાળમાં પહોંચાડવાની વ્યવસ્થા હતી. જેમાં પ્રવાસ દરમિયાન મનોરંજનનનો અભાવ હતો. એથી એ પ્રવાસ દરેક પ્રવાસી માટે કોરોના કાળમાં  નીરસ અને થાક સમાન નીકળ્યો હોય તો નવાઈ નહિ. એમાં પાછો જેટ લેગ લાગે તે જુદું.



                                            ભારતથી અમેરિકાના વાતાવરણમાં  આવવું  એટલે ઘણી વાર ઘોંઘાટમાંથી   શાંતિ જેવું વાતાવરણમાં આવવા જેવું છે. એમાં આ નીચેની કવિતા સાથ પુરાવે છે.

                                             પરમ શાંતિમાં --

                        ક્યાં ગયો વિવિધ અવાજોનો કોલાહલ 

                         મોટર સાઇકાલના બુલંદ ઘોંગાટઑ,

                        રીક્ષાઓના એક સરખા  રાગના સંગીતો 

                         ફેરિયાઓની મોટી મોટી બાંગો  

                         તો રાતના અંધારામાં  કૂતરાઓનું કરુણ રુદન

                         પણ અહીએ છે પરમ શાંતિ છે.

                         અહીં ન લોકોના કોઈ  નાદ , 

                         ન જાનવરોના  કોઈ  રુદન  

                          વહાનોના ના  કોઈ કર્કશ અવાજો

                          એટલે અહીં પરમ શાંતિ છે. 

                          અહીં  બાજુમાં કોઈ રહે છે એની ખબર નથી

                           રસ્તા પહોળા અને સુમસાન છે.

                           તપ કરવા જેવું વાતાવરણ છે.

                           હૃદયને પરમ આનંદ આપે એવી શાંતિ છે.

                              ભારત દેસાઈ.

                                               *********************************

                           

                             

                            

                                                   

Tuesday, March 2, 2021

 


મિત્રતા 

                                                                          મિત્રતા એક એવો સબંધ છેકે જે  ઘણીવાર લોહી સબંધો કરતા પણ વધુ ઉપયોગી બની રહે છે. જે વાતો તમે અગંત માણસોને નહિ કહી શકો તે મિત્ર સાથે ચર્ચી શકો છો. એટલા માટે કહેવાય છે કે સારો મિત્રો મળવા એ એક સારું નસીબ જ હોય છે.

                          સાચા મિત્રો એક બીજા સાથે લડીને પણ એક જ રહે છે. એમાં કોઈ દરજ્જાનો સવાલ ઉભો થતો નથી.  એમાં અહમને કોઈ સ્થાન નથી. ઈર્ષા જેવી કોઈ ચીજ હોતી નથી. એજ પરમ મિત્રતાની નિશાનીઓ છે.

                          શાળાના અને કોલેજના મિત્રો સાથેની મિત્રતા ઘણીવાર અતૂટ હોય છે કારણકે એ નિઃસ્વાર્થી વધુ હોય છે. ધંધાકીય મિત્રો પણ હોય છે . પરંતુ તેઓ ત્રણ જાતના હોયછે . એવી મિત્રતામાં ઘણીવાર મિત્રો એકબીજાનો ઉપયોગ કરવા માટે હોય છે. જયારે કેટલીક મિત્રતા સમય પસાર કરવા માટે જ હોય છે. મૂળમાં એમાં ઘણુંકરીને  ગુણોની ઉણપ હોય છે.



                           મિત્રો  હંમેશા  શુભેચ્છક  અને મિત્રતા માટે બલિદાનની ભાવનાવાળા હોવા જોઈએ અને વિકટ સમયમાં અણગમી પણ સાચી સલાહ આપે એવા હોવા જોઈએ .  ઘણીવાર મિત્ર પાસેની વધુ પડતી અપેક્ષાઓ રાખવાથી મિત્રતામાં તડ પડે છે. ઘણા એમાં મિત્રની દગાખોરી અને વિશ્વાસઘાત માની લે છે. 

                               ચિંતક મોન્ટેન  કહે છે કે ' સારો મિત્ર એ એક આધ્યાત્મિક  ભેટ છે '  ટૂંકમાં સારો મિત્ર  એ પ્રભુની  દેણ હોય છે.

                                      *******************************