Monday, December 14, 2020



 જૈન સમાજ 

                                                 જૈન સમાજ દુનિયામાં ચારથી પાંચ મિલિયન જેટલો છે પરંતુ શિક્ષિત સમાજ છે. એમનું શિક્ષણનું  પ્રમાણ ૯૦ % જેટલું છે.  ઘણેભાગે  જૈનો શાકાહારી અને એમાં પણ અમુક શાકભાજી ખાતા નથી. કોઈ પણ જાતના વ્યસનોથી દૂર રહે છે. દારૂ કે સિગારેટથી પણ દૂર રહે છે.

                                આમતો  નાનો સમાજ છે પરંતુ સમરુધ્ધ છે.  ભારતમાં જૈનો ૨૪% જેટલો આવક વેરો  ભરે  છે અને'જી ડી પી '  માં   એમનું ૧/૪ જેટલું  પ્રદાન છે. એટલેકે ભારતની અર્થ વ્યવસ્થામાં એમનું મહત્વનું પ્રદાન છે. હીરા ઉદ્યોગમાં જૈનો અગ્રગણ્ય છે. બેલ્જિયમમાં ૧૫૦૦ જૈનો છે જેઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દુનિયાના હીરાના વેપારમાં એમનો ૨/૩ જેટલો હિસ્સો છે.



                                 તેઓ બહુ જ ધાર્મિક અને બોલવા ચાલે  બહુજ કોમળ હોય છે. જૈનો પોતાનું દૈનિક કામ શરુ કરતા પહેલા અમુક વસ્ત્ર પરાધીન કરીને એમના મંદિર એટલે દેરાસર પર જરૂર જાય છે. તેઓ ધાર્મિક પણ હોય છે. પર્યુષણ ,દશ લક્ષણ , મહાવીર જયંતિ  વગેરે એમના તહેવારો છે. તેઓ અપવાસો પણ કરે છે અને કેટલાક જૈનો તો આમરણાંત અપવાસો પણ કરે છે.જૈનોમાં બે  પંથો  છે-દિગંબર અને શ્વેતામ્બર. જૈનોમાં પંચ મહાવૃત એ  મુખ્ય સિદ્ધાંતો છે.  -અહિંસા , સત્ય , અસતય , અપરિગ્રહ , અને બ્રહ્મચર્ય. જૈનોમાં કોઈ જાતિભેદ નથી. તેઓ દરેક આત્માને  સમાન માને છે. દરેક મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવી એમની માન્યતા છે.જૈનોએ અબજો રૂપિયાના દાનો કરેલા છે અને કલાના નમૂના રૂપ જૈન મંદિરો બનાવેલા છે.ગુજરાતમાં આવેલા  પાલિતણાના અને હટ્ટીસિંઘના દહેરાઓ કલાની ઉત્તમ કૃતિઓ છે.



                                  જૈન તીર્થંકરોએ દુનિયાની આધ્યાત્મિક  વૈચારિકધારામાં સારું એવું પ્રદાન કરેલું છે. તે ઉપરાંત ગાંઘીજીની વિચારધારા પર જૈન સાધુ  રાજચંદ્રજીનો સારો એવો પ્રભાવ હતો. ગાંધીજીની સત્યાગ્રહની વિચારધારા એમના જૈન ગુરુ રાજચંદ્રજીને આભારી હતી. જૈન સાધુ  હીરા વિજયજીએ મોગલ સમ્રાટ અકબરને પણ શાકાહારી બનાવી દીધા હતા.



                                   અર્વાચીન જગતમાં પણ જૈનોએ સમાજમાં અનોખું પ્રદાન કરેલું છે. ગૌતમ અદાણી , વિક્રમ સારાભાઈ, અને સંજય લીલા ભણસાલીએ પણ એમના ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રદાન કરેલું છે. જૈનો ભલે નાનો સમાજ છે પણ  યહૂદીઓની જેમ એમનું પ્રદાન પણ ઘણું છે. 

                                            ************************************** 

Sunday, December 6, 2020

 


ઈશ્વર ક્યાં છે?

                                                                  લોકો પોતાના પ્રશ્નો કે પછી કુદરતી આફતો સામે બેજાર થઇ જય છેને અને ઈશ્વરને શરણે પહોંચી જાય છે. એના પર કેટલાક  કવિઓએ ઈશ્વરના  ભજનો, અને સ્તુતિઓ રચી છે. પરંતુ ઈશ્વરના દર્શન બહુ ઓછા કરી શકે છે. લોકો સાધુઓ. સંતો અને ગુરુઓના ચરણોમાં બેસી ઈશ્વરને મળવાની પ્રતીક્ષામાં બેસી જાય છે. ઈશ્વરની શોધતો દરેકે પોતાનીરીતે જ કરવી પડે છે. ઈશ્વરતો જાણે એક પ્રત્યક્ષ વસ્તુ ન હોય એમ દરેક માનવી એની શોધ મંદિર મસ્જિદ , ગિરિજાગ્રહ અને ગુરુદ્વારામાં શોધ્યા જ કરે છે. એક ગીતકારે પ્રખ્યાત  ગાયનમાં  લખી  નાખ્યું   છેકે ' દરશન દો  ધનશ્યામ --- મંદિર મંદિર મુરત તેરી પણ ન દેખી સુરત તેરી , યુગ બીતે પર મિલને આયે પ્રુરણવાસી રે ' એમાંથી ઈશ્વર શોધનો અનોખો આનંદ મળે છે પરંતુ જે રૂપમાં ઈશ્વરને મનુષ્ય જોવા માંગે એમાં એના દર્શન થતા નથી. આથી ઈશ્વરને કોઈ કાલ્પનિક રૂપમાં   જોવાની પ્રવૃત્તિ કોઈ અર્થ છે ખરો? 

                                                                  એક વસ્તુ જરૂર છે કે દરેક ચેતનમાં ઈશ્વરના એક સ્વરૂપનું દર્શન કરવાથી એક અનોખો આનંદ મળે છે . ભગવાન કૃષ્ણે અર્જુનને વિનંતીને માન આપી પોતાના મુખમાં અખંડ પૃથ્વીનો જીવંત ગોળો જ બતાવ્યો  હતો. એટલે કે' દરેક જીવંત વસ્તુઓમાં  હું છું.'



                                             એનાથી પ્રેરિત થઈને -

                                              હરિ તને દેખું ---

                                     હરિ તને દેખું  હર ચેતનમાં

                                     હર પળ એક નયા રૂપમાં 

                                     વાયુના સુસવાટે તારો સંચાર  છે 

                                     વીજળીના ઝબકારે તું તો દેખાય છે 

                                     હરિ તને દેખું-

                                     હિમ શિખરોના સૌંદર્યમાં  તું 

                                     વહેતા ઝરણાના સંગીતમાં તું 

                                     કદી સામે આવે દરિદ્ર નારાયણના રૂપમાં

                                     તો કદી દેખું પીડાતા માનવોમાં 

                                     હરિ તને દેખું ---

                                     જીવનભર શોધતો રહ્યો સારા જગમાં 

                                     જયારે તું બેઠૉતો  મારા અંતરમાં 

                                     હરિ તને દેખું ---

                                     ભારત દેશાઇ 

         ( આ કવિતા અમેરિકામાંથી પ્રસિદ્ધ થતા ' ગુજરાતી ડાઈજેસ્ટમાં પણ પ્રસિદ્ધ થઇ ચુકી છે.) 

       ' આથી ઈશ્વર સર્વત્રછે.' એમ ગુરુ નાનકે પણ કહ્યું છે ફક્ત એને ઓળખવાની દ્રષ્ટિ કેળવવાની જરૂરત છે. 

                                    ***********************************

                                      


Wednesday, December 2, 2020



ફિલ્મ અભિનેતા હો તો આવા હો 

                                               કેટલાકને ભગવાનને કુદરતી ભેટ આપી   હોય છે જેવોકે , દેખાવ, સુંદર અવાજ     , વ્યક્તિવ, અને કુટુમ્બીક સગવડો   પરંતુ કેટલાક  એવા હોય છેકે પોતાનું જીવન ઝુપડપટ્ટી અને કબ્રસ્થાનથી શરુ કરી રૂપેરી દુનિયામાં પોતાનું સ્થાન સંગર્ષો, આવડત  અને અથાગ મહેનતથી જમાવે છે. એમાંના એક હતા અભિનેતા  અને સ્ક્રીપટ લેખક કાદરખાન. એમણે ૩૦૦  ફિલ્મોમાં કામ  કર્યું અને એમાંથી ૨૫૦ ફિલ્મના સંવાદો લખ્યા હતા. 

                                            કેદારખાનાની જીવનકહાણી બહુજ કરુણમય હતી. મુસ્લિમ અફઘાન પિતા અને ભારતીય માતાના પુત્ર હતા પરંતુ માતા પિતાના લગ્ન જીવનમાં ભંગાણ થયું અને માટે પૂર્ણ લગ્ન કર્યા તે પણ કામયાબ  ન નીવડ્યું  અને કાદરખાનને માતા સાથે મુંબઈ ના કમાતી પુરા જેવા ખરાબ વિસ્તારમાં જીવન વિતાવવું પડ્યું. મા કાદરખાનને મસ્જીદે જવા સમજાવતી તો કાદરખાન કબ્રસ્થાનમાં પહોંચી જતા. કબ્રસ્થાનમાં તેઓ મૉટે  મોટેથીસંવાદો બોલતા ત્યાંથી એમની ફિલ્મી કારકિર્દી શરુ થઇ એમ કહેવાય.



                                           ગરીબીથી તંગ આવી કાદરખાને નોકરી શોધવા માંડી પણ મા એ કહ્યું નોકરીમાં થોડા પૈસા કમાઈ લઈશ પણ એથી તારી  ગરીબી કદી દુરનહી થાય એના કરતા તું ભણવા માંડ . આમ માના પ્રોત્સાહનથી કાદરખાન આગળ વધ્યા અને એન્જિનિયર  બન્યા. એના પિતા ઇસ્લામિક વિદ્વાન હતા. એમણે  એને ધાર્મિક જ્ઞાન માટે પ્રોત્સાહિત કર્યા  અને કાદરખાને ઇસ્લામિક સાહિત્ય અને અરેબિકમાં 'એમએ' કર્યું. આખરે તો એ લેખક જીવ હતા. કોલેજ વખતમાં  એક  કાર્યક્રમમાં એનો અભિનય જોઈને દિલીપકુમારે  પણ એને સંવાદો લખવાની ઓફર કરેલી. એમની કારકિર્દી દરમિયાન એમણે અમિતાભ અને ગોવિંદાની ફિલ્મોમાં  સંવાદો લખ્યા. અમિતાભને તે અમિતાભના નામથીજ બોલાવતા કારણકે એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. પરંતુ એમની દોસ્તીમાં ભંગાણ પડ્યું  જ્યારે એક નિર્માતાએ બધાને સૂચના આપીકે અમિતાભને સર કહીને બોલાવવા  ત્યારે કાદરખાને એ સૂચનાનું ઉલ્લઘન કર્યું તો કેદારખાનને એની ફિલ્મ માંથી દૂર કરવામાં આવ્યા. આમ એ બંનેની મૈત્રી તૂટી ગઈ. ઝૂકવા કરતા સહન કરવું પસંદ કર્યું. એક વસ્તુતો સત્ય રહેશેકે અભિતાભની  ઘણી ફિલ્મો કેદારખાનના સંવાદોને લીધે જ સફળતા પામી હતી.



                                             કેદારખાન એટલા દેખાવડા ન હતા પરંતુ એમના અભિનય અને સંવાદોની બોલવાની અદા  લોકોને  પસંદ હતી. કાદરખાનના લખેલા ઘણા સંવાદો હજુ પણ લોકો યાદ કરે છે.  એમના ફિલ્મો માટે લખેલા આ થોડા દાખલાઓ છે. 

'દુઃખ જબ હમારી કહાની સુનતા હૈ , તો ખુદ ખુદ દુઃખી હો જાતા હૈ ' સંવાદોના 

(બાપ નંબરી , બેટા દસ નંબરી )

' જીન્દગીમેં આદમી દોઇચ ટાઈમ ઇતના જલ્દી ભાગતા હૈ , ઓલિમ્પીકકા રેસ હો  યા પોલીસકા કેસ હો '

(અમર, અકબર , એન્થની )

' મુહબ્બતકો સમજના હૈ તો પ્યારે ખુદ  મુહબ્બત કર, કિનારેસે કભી અંદાઝ- એ - તુફાન નહી હોતા'

 (હમ)

                                                    આ બતાવે છેકે ગમે તેવા વિષમ સંજોગોમાં  પણ સોનુ તો ચમકે છે. કાદરખાનની કહાની કમાટીપુરાથી તે રૂપેરી ફિલ્મી દુનિયા સુધીની અદભુત કથા છે .

                                      *********************************************