Tuesday, November 17, 2020



ભારતની પરિસ્થિતિ 

                               ભારત અત્યારે ઘણી જ મુશ્કેલ આર્થિક અને બળતી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો જેવી પરિસ્થિતિમાં છે . એક બાજુ ચીન અને બીજીબાજુ પાકિસ્તાને સરહદો પાર તણાવની પરિસ્થિતિ ઉભી રાખી છે . બીજી બાજુ કોરોનાએ ભારતને આર્થિક રીતે ભાંગી નાખ્યું છે. 

                                નરેન્દ્ર મોદીજી એ પરિસ્થિતિની બરોબર સામનો કર્યો છે.નોટબંધી અને આખાદેશમાં નવી  'જીટીએસ' પદ્ધતિ દાખલ કરી એમણે મોટો દાવ  ખેલ્યો છે. કાશ્મીરમાંથી ૩૭૦ મી કલામ હટાવી અને  લોકોની સૈકાઓ જૂની આશા સમાન રામમંદિર બાંધવા આગળ વધી રહયા છે. પરદેશી ભારતીયો પણ તેમના નાના મોટા પ્રશ્નો હાલ કરવા માટે ભારત સરકાર પર ખુશ છે.  પરંતુ આર્થિક દ્રષ્ટિએ ભારતની હાલત બુરી છે. એવું લાગે છે કે કુશળ અર્થશાસ્ત્રીની  ભારતને જરૂર છે. મૂળમાં અર્થશાસ્ત્ર અને રાજકીય બાબતો તદ્દન જુદી છે આથી એને એની રીતે જ ઉકેલવી પડશે .



                               અત્યારે ભારતની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે  એનો 'GDP' અત્યારે -૨૩.૯ ટકા  પર છે. એના માટે કોરોના વખતના બીજા દેશોના' જીડીપી' જોઈએતો 

૧)અમેરિકા નો  જીડીપી: -  ૯.૧ ટકા 

૨)બ્રાઝિલનો       "      :  - ૧૧.૪ ટકા

૩)કેનેડા              "      :  - ૧૩   ટકા   

૪)સિંગાપોર         "     :   -૧૩.2 ટકા

૫)બ્રિટન             "     :   - ૨૧.૭ ટકા 

૬) રશિયા            "     :    - ૮ ટકા 

૭)જાપાન             "     :    - ૯.૯ ટકા 

૮)ઓસ્ટ્રેલિયા        "     :    - ૬.૩ ટકા 

૯)સાઉથ કોરિયા    "     :    -૨.૭ ટકા 

૧૦) સ્વિત્ઝરલેન્ડ    "     :    - -૯.૩ ટકા 

                                                       આ બધા દેશો કોરોનાથી પીડિત છે પરંતુ ભારતનો જીડીપી સૌથી નીચો ગયો છે. એ ભારતની કમનસીબી છે . આશ્ચર્યની વાત તો એ છે કે ચીન  જ્યાંથી કોરોના વાઇરસ શરુ થયો હતો  એનો જીડીપી સૌથી  સંતોષકારક +૩.૨ ટકા છે. 

                                                         આજ બતાવે છેકે ભારતની આર્થિક સ્થિતિ બહુજ નબળી કક્ષાએ પહોંચી છે. કરોના વાઇરસ પહેલા પણ ભારતની આર્થિક સ્થતિ સારી ન હતી એથી એના માટે કોઈ સમર્થ આર્થિક નિષ્ણાતની આવશક્યતા છે કારણકે ભયની ઘંટડીઓ વાગવા માંડી છે. રાજકીય દાવપેચ કરતા આર્થિક સ્થિતિને દુરસ્ત કરવાની જરૂરત છે. એમ નહિ કરવામાં આવશે તો દેશ દાયકાઓ પાછળ ચાલી જશે. 

                                                  ****************************** 

Sunday, November 15, 2020

 


ગિલગિટ અને બાલટિસ્તાન                   

                                                                                       આ એવા પ્રદેશો છે જેના વિષે ઘણા ભારતીયો કદાચ જાણતાનહિ હોય. ૧૯૪૭ માં કાશ્મીરના રાજા હરિસિંઘે ભારત સાથે જોડાણ  કરવામાં જે ઢીલ કરી હતી તેનું પરિણામ આજે પણ એ પ્રદેશો ભોગવી  રહયા છે.  પાકિસ્તાની આક્રમણખોરો શ્રીનગરને ઝાંપે આવી ગયા ત્યારે ડરીને હરિસિંહએ ભારતને શરણે આવ્યા. તે દરમિયાન પાકિસ્તાનીઓએ  ગિલગિટ અને બાલટિસ્તાનને કબજે કરી લીધા હતા. જે પ્રદેશો જમ્મુ કાશ્મીરના પ્રદેશ હતા.એના પર આજે પણ પાકિસ્તાન ગેરકાયદેસર કબજો જમાવી  દીધો છે . આવા પ્રદેશોને આજે  પાકિસ્તાનીકબજા ધરાવતા પ્રદેશો બની ગયા છે.



                                             ગિલગિટ અને બાલટિસ્તાન એ ચીનની સરહદને અડીને આવેલો ૭૨૪૯૬ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ છે.  આ પ્રદેશ ખનીજોથી સમૃદ્ધ પ્રદેશ છે. એની બહુમતી મુસ્લિમ  પ્રજા શિયા પંથી અને એમને પાકિસ્તાનના મુસ્લિમ સુન્ની પંથીઓ સાથે ફાવતું નથી. તે ઉપરાંત પાકિસ્તાની લશ્કર એમના પર સારો એવો જુલ્મ કરે છે. એમને પસંદ નથી.તેથી તેઓએ  આઝાદીની લડત ઉપાડી છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે  શખ્સગામ ખીણનો ૫૧૮૦ ચોરસ કિલોમીટર જેટલો  પ્રદેશ ચીનને ભેટમાં આપી દીધો છે. એનો પણ ત્યાંના  લોકોમાં વિરોધ છે.

                                                        ચીનાઓએ સિંધુ નદી પર બંધ બાંધવા  માટે તૈયારીઓ કરી લીધી છે.   એનાથી ઘણી ફળદ્રુપ જમીનો ડૂબી જશે  એથી  લોકોનો જબરજસ્ત  વિરોધ છે. આજ પ્રદેશમાંથી ચીનની  પાકિસ્તાની  ગ્વાદર બંદર સુધીની સડક પસાર થાય છે. એનો પણ લોકોનો વિરોધ છે.  પાકિસ્તાને નામના એ પ્રદેશના પ્રમુખ  અને વડા  પ્રધાન  નીમેલા છે એ રાજ કરેછે.  એમની સામે પણ  ત્યાંના  લોકોને અસંતોષ છે અને એમને આઝાદ થવું છે અને ભારત પ્રત્યે પણ સહાનુભૂતિ છે.  



                                                        ભારતે પણ બધા ગેરકાયદેસર ચીનના પ્રોજેકટોનો  વિરોધ કરેલો છે. પરંતુ આ પ્રદેશો ભારતમાટે  વ્યુહની   દ્રષ્ટિએ  બહુજ અગત્યનો છે.  આજે નહિ તો કાલે ભારતે એ પ્રદેશોનો એટલેકે પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશોનો કબજો લીધા વગર છૂટકો નથી.

                                 **************************************

                                          




 









                                    












          

           

                                  





          

           

                                  

Wednesday, November 11, 2020


 

અલાસ્કા 

                                                   અલાસ્કા એ અમેરિકાનું ૫૦ રાજ્યોમાંનું એક છે . જે  બહુજ  કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખનીજોના ખજાનાઓથી સમૃદ્ધ રાજ્ય છે.  ઉત્તત ધ્રુવની નજદીક અને રશિયાના સાઇબિરિયાની પાસે  આવેલો પ્રદેશ છે. જુના કાળમાં એ રશિયાના  તાબામાં હતો પરંતુ રશિયા એને બિન ઉપયોગી પ્રદેશ સમજીને એને અવગણતું હતું. રશિયાના રાજા ઝારે એને અમેરિકાને તે વખતના ૭.૨ મિલિયન ડોલરમાં વેચી નાખ્યો હતો .



                                      તમે  ક્રૂઝિંગ દ્વારા કૅનેડાની સમુદ્ર ધૂની મારફતે અલાસ્કા પહોંચો તો તમને અલાસ્કાનું અલૌકિક  સૌંદર્ય જોવા મળશે .  હિમ શિખરો, પર્વતી ઝરણાઓ , બરફના ખાળકો ખડકઓ જોઈને તમે જે પ્રસન્નતા અનુભવો તે દુનિયાની ઘણી થોડી જગ્યાએ અનુભવશો.  બરફના ગ્લેસીયરને તમે નજદીકથી જુઓ અને જે રોમાંચ અનુભવો એનો આનંદ અનોખો હોય છે. 

                                           અલાસ્કાનો  પ્રદેશ બે  ટાઈમ  ઝોન માં આવેલો એટલો વિશાળ છે. ત્યાં ૫૦૦૦જેટલા  જ્વાળામુખી આવેલા છે અને સેંકડો તળાવો છે.  એક લાખ જેટલા બરફના ગ્લેસિયરસ  આવેલા છે. અલાસ્કાના  દરિયામાં ૧૦૦૦ જેટલી વિકરાળ  વહેલ માછલીઓ ફરતી રહે છે.



                                            અલાસ્કાની જમીનમાં ખનીજ તેલોના ભંડારો આવેલા છે.  સોનુ , ઝીંક , જેવી કિંમતી ધાતુઓ પણ અહીં નીકળે છે જે અલાસ્કાનો સમૃદ્ધ  બનાવે છે . અમેરિકામાં અલાસ્કાનો  ધાતુઓની પેદાશમાં  બધા રાજ્યોની પેદાશમાં બીજો નંબર છે. તે ઉપરાંત વિપુલ પ્રમાણમાં દરિયામાં માછલીઓ  મળે છે. અને ઘાઢ જંગલોને કારણે સારું એવું લાકડું પણ મળી રહે છે .




                                               અલાસ્કામાં કોઈ આવક વેરો નથી. ત્યાંના રહેવાસીઓને નિશ્ચિત  વાર્ષિક કેશ રકમ આપવામાં આવે છે એજ એની સમૃદ્ધિનો પુરાવો છે. આધુનિક રશિયા જરૂર અલાસ્કાનો અમેરિકાને  વેચી દેવા માટી પસ્તાતું  હશે પરંતુ એનો કોઈ અર્થ નથી.

                                    **************************************************  

                             

                                                                          

Thursday, November 5, 2020

 


આયુર્વેદ અને સ્વાસ્થ્ય                                                                     

                                                                   આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓએ જે કઈ સ્વાસ્થ્ય વિષે    લખ્યું છે  તેનું આજનાવિજ્ઞાને અનુમોદન કર્યું છે . કામનસીબે આયુર્વેદ લખેલું સમયની સાથે ભુલાતું ગયું અને આધુનિક વિજ્ઞાનનું  જ્ઞાન આગળ વધી ગયું.  ભારતે પણ આયુર્વેદને એના ગુલામી કાળમાં તદ્દન એને અવગણ્યું  તેથી એની મહત્વતા ઓછી થતી ગઈ. 

                                                                     આર્યુવેદ પણ કહે છેકે  સવારનો નાસ્તો વધારે પ્રમાણમાં લેવો ત્યાર બાદ બપોરેનું ભોજન જરા હળવું હોવું જોઈએ અને રાત્રિનું ભોજન તો તદ્દન હળવું હોવું જોઈએ. 

                                                                     તે ઉપરાંત ખોરાકમાં શું લેવું અને શું ન લેવું એનું પણ વિવરણ કરવામાં આવ્યું છે.   કાર્બોહાઇડરટે  વાળો ખોરાક આછો ખાવો જેથી  શરીર હળવું રહે. 



                                                                       તંદુરસ્તી માટે રાતના ભોજન હળવું રાખવા  પર આયુર્વેદ વધારે ભાર મૂકે છે કારણકે રાતના આપણી પાચન ક્રિયા મંદ હોય છે. ભારે ખોરાક  રાતના ઊંઘને બગાડે છે.  માટે રાતના વધારે પ્રોટીન વાળા પદાર્થો ખાવા આવશ્યક છે. જેવાકે  દાળ ,ભાજી  અને લીલા શાકભાજી . રાતના ઓછા મસાલા વાળો  ખોરાક ખાવો જોઈએ.  કઢીને રાતના ભોજનમાંથી દૂર રાખવી જોઈએ એને બદલે દહીંમાંથી બનેલી  છાસ વધારે આવકારદાયક છે . રાતના વધારે પડતા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ  કારણકે મીઠું  શરીરમાં પાણી વધારી ને બ્લડ પ્રેસ્સર  અને હ્દય રોગનું રિસ્ક વધારે છે. 

                                                                         તે ઉપરાંત આયુર્વેદ  ઓછી ચરબી વાળું દૂધ  અને તે પણ થોડા આદુના રસ સાથે લેવાનો આગ્રહ  રાખે છે. દૂધ પણ થોડું ગરમ હોવું જોઈએ અને ઠંડા  દૂધને શરીર માટે  હાનિકારક માનવામાં  આવે છે. ટૂંકમાં ચરબીવાળા અને ઠંડા પદાર્થો નું વધારે પડતું સેવન તંદુરસ્તી માટે હાનિકારક છે.

                                                                         આર્યુવેદ કહેછેકે  દિવસના અંત ભાગના પર જમીન અને પાણીનો  કાબુ હોય છે. એટલા માટે રાત્રીના ભોજન પર કાબુ હોવો જરૂરી છે.  આયુર્વેદ  માને છે કે તંદુરસ્ત ખોરાક ખાઈ તંદુરસ્ત શરીર  રાખો.  સારોએવો નાસ્તોસવારના કરો પરંતુ ત્યાર બાદના ભોજનો હળવી શક્તિ પેદા કરે એવાજ હોવા જોઈએ .

                                         ************************************