Saturday, April 21, 2018


હાસ્યરસ
                                                                                                   હાસ્યરસ  ઉત્પન કરવો સહેલો નથી પણ કેટલાક ઍ કળામા નિપુણ હોય છે. બે જાતના હાસ્યરસ હોય છે. ઍક પોતાના પર કે પછી બીજા પર કરેલા વ્યંગ દ્વારા  ઉત્પન કરવામા આવે છે. આમા પોતાના પર કરવામા આવેલા  વ્યંગ અને કટાક્ષમાથી ઉદ્ભવેલુ હાસ્ય ઉત્તમ હોય છે. ઘણીવાર ઉચ્ચ બુધ્ધિનો ઉપયોગ કરીને પણ હાસ્ય ઉભુ કરવામા આવે છે.
                                                                                                   હાસ્યકારોના જીવન ઘણીવાર કરુણામય હોય છે પણ મોઢુ હમેશા હસતુ રાખે છે. સોક્રેટીસની પત્ની  ઘણી કર્કશ હતી પરંતુ સોક્રેટિસની વિનોદ્વ્રુત્તિઍ ઍમને દાર્શનિક બનાવી દીધા હતા. ગુજરાતી હાસ્યકાર ધનસુખ મહેતાની પત્નિઍ ઍની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી  આથી ઍને હોસ્પિટલમા રાખવી પાડી હતી. જ્યારે ધનસુખભાઈ ઍને માટે ખાવાનુ લઈને જતા ત્યારે તે ઍમાના પર  જે વસ્તુ હાથમા આવે તે ફેકતી. આવી કરુણામય સ્થિતિમા પણ ધનસુખભાઈના મોઢા પર હાસ્ય ફરક્યા કરતુ.

                                                                                                    જ્યોતીદ્ર દવે જેવા ગુજરાતી હાસ્યકાર  હંમેશા પોતાના પાતળા શરીર પર કટાક્ષ મારીને હાસ્ય ઉત્પન કરતા. તેઓ  ઍક્વાર વિધવા  વિવાહ વિષે ચર્ચામા ગયા હતા. ચર્ચામા ઘણી ગરમાગરમી ચાલી. લોકો હિંસા અને ગાળાગાળી કરવા લાગ્યા. જ્યોતીન્દ્ર દવેઍ વિનોદ કરતા કહ્યુ'  ભાઈઓ આપણે વિધવા વિવાહ વિષે ચર્ચા કરવા માટે ભેગા થયા છે, નહિકે નવી વિધવા બનાવવા માટે'   જાણીતા લેખક અને નાટ્યકાર બનાર્ડ શો ઍક જાણીતી અભિનેત્રી સાથે ઍમનુ નાટક જોઈ રહયા હતા.  પેલી અભિનેત્રી ઍમના નાટકથી ઘણી પ્રભાવિત થઈ ગઈ હતી અને કહ્યુ ' શો આપણે લગ્ન કરિયે તો આપણા બાળકો તમારા જેવા વીદ્વાન અને મારા જેવા રૂપાળા થાય. બનાર્ડ શો ઍ વિનોદ કરતા કહ્યુ' ઉંધુ થયુ તો' આમા પણ ઉચ્ચ કક્ષાનુબૌધિક હાસ્ય છે.

                                                                                                      ઑસ્કર વાઇલ્ડ પર લોકોઍ સડેલા કેબેજીસ ફેક્યા હતા. ઍમણે હસતા હસતા કહ્યુ' . મિત્રો તમારો આભાર,  જ્યારે જ્યારે મને ઍની ગંધ આવશે ત્યારે તમારી યાદ દેવડાવશે.'
                                                                                                      આથી હાસ્ય ઉત્પન કરવાની પણ ઍક કળા છે જે ઘણા ઓછા પાસે હોય છે.
                                      ***************************************

Wednesday, April 11, 2018


જીવન ઍક  યુધ્ધ
                                                                             જીવન ઍ સંગર્ષ છે અને દરેક  વ્યક્તિ ઍ ઍમાથી પસાર થવુ પડે છે. સામાન્ય માનવી  કે પછી ઍક્દમ સફળ માણસને પણ ઍમાથી પસાર થવુ પડે  છે. ઍટલા માટે જીવનમા માનવીઍ સફળતા કે નિસ્ફળતાથી નીરસ થઈને બેસી જવાથી પ્રગતી રુંધાઈ જાય છે.
                                  તમારુ  ધારેલુ ન થાય ઍટલે નાસીપાસ ન થવુ જોઇઍ. પરંતુ તમારા  ધૈયને વળગી રહેવુ જોઇઍ.  કહેવાય છે કે '  તમારુ ધારેલુ ન થાય તો ઈશ્વરથી નારાજ  ન થવુ જોઇઍ  કારણકે  ઈશ્વર તમને  ધારેલુ નહી આપીને તમારા માટે યોગ્ય હોય છે તે આપે છે.'
                                  તમને  મુસીબતમા ઘણા લોકો છોડી જાય છે કારણકે ઈશ્વરને તમારી ઍકલા હાથે જજુમવાની શક્તિમા વિસ્વાસ હોય છે. ' ઍક લેખકે કહ્યુ છે કે ' ઍક સામટી નિસ્ફળતાથી નિરાશ ન થવુ જોઇઍ કેમકે  ચાવિના જુમખાની છેલ્લી ચાવી પણ સફળતાનુ તાળુ ખોલી નાખે છે.' ચાણક્યે ક્હ્યુ છે કે ' કોઈ પણ કામ અસફળતાના ડરથી  છોડવુ નહી.
                                   આ બાબતમા સફળ અભિનેત્રી સોફિયા લોરેને ઍના જીવન  સંગર્ષની બાબતમા લખ્યુ છેકે " જ્યારે મને ખાતરી હતી કે હૂ હારી  જઈશ ત્યારે હૂ જીતી. જ્યારે મને લોકોની જરૂરત હતી ત્યારે તૅઓ મને છોડી ગયા. જ્યારે હૂ  આંસુઓ સુકવી નાખતા શીખી ગઈ ત્યારે મને રડવા માટે ખભો મળ્યો. જ્યારે હૂ  તિરસ્કાર કરતાં શીખી ગઈ ત્યારે  કોઈ મને સાચ્ચો પ્રેમ કરનાર મળ્યો. જ્યારે કલાકો સુધી  પ્રકાશની રાહ જોતી ત્યારે નીંદ્રા આવી જતી અને ત્યારે પ્રકાશ દેખાતો. આ જ જીવન છે.  તમે ગમે તેટલુ નક્કી કરો પણ તમને ખબર નથી કે તમારે માટે જીવને શુ નક્કી કર્યુ છે? તમને સફળતા વિશ્વમા રજૂ કરે છે પણ નિષ્ફળતા તમને દુનિયાની ઓળખાણ આપે છે. ખુશ રહો.  તમને લાગેકે  હવે કોઈ આશા રહી નથી અને વિચારોકે હવે કોઈ રસ્તો નથી. ત્યારે ઈશ્વર કહે  છે '  નિરાંતથી રહે, આ તોફ્કત વળાંક છે, નહી કે અંત છે."
                   આથી સામાન્ય માનવી કે પછી સફળ માનવી માટે  જીવન ઍક યુધ્ધ જ છે.
                                                *************************

Friday, April 6, 2018


વૃધ્ધો માટેની સાવચેતી
                                                                     જેમ ઉંમર વધતી જાય છે તેમ પોતાની સલામતી માટે અમુક કાળજીઓ રાખવી જરૂરી છે કારણ કે મોટી ઉંમરે શારીરિક ઈજાઓમાથી બહાર નીકળવુ  મુશ્કેલ થતુ  જાય છે. ધાઓને પણ  બરાબર થતા ઘણો વાર લાગે છે. આથી અમુક કાળજીઓ રાખવી જરૂરી  છે.
 ૧)દાદરા પર ચઢતી વખતે રૈલિંગનો સહારો લેવો જરૂરી છે.

 ૨) જેમકે ઉતાવળમા પગના  અંગૂઠાને પકડવા પ્રયત્ન ન કરવો. ઍ  પહેલા શરીરને વૉર્મ ઉપ કરવુ  જરૂરી છે.
 ૩) ઍક્દમ ઉતાવળમા  મસ્તક્ને ફેરવવુ નહી. ઍના માટે શરીરને તૈયાર કરવુ જરૂરી છે.
 ૪) પૅંટ ખુરશી કે  સ્ટૂલ પર બેસીને પહેરવુ.
 ૫) પીઠ પર સીધા સૂતેલા હોવ તો બેઠા થવા માટે તમારા શરીરના ડાબે કે જમણા પડખે બેઠા થવુ આવશ્યક છે.
  ૬) કસરત શરૂ કરતા પહેલા શરીરને વૉર્મ  અપ કરવુ  જરૂરી છે.
 ૭)  પાછલા પગેથી ચાલવાથી ઘણી ભય જનક ઈંજાઓ થવાની શક્યતાઓ છે.
  ૮) ભારે વસ્તુને ઉચક્વા માટે પહેલા  પગના  ઘુંટણોને વાળવા જોઇઍ. નહી કે કેડને.
  ૯) ખસતી વખતે  વધારે  પડતુ જોર ન આપવુ કારણ કે  જોર આપવાથી બીજા અંગોને ઈજા થવાનો સંભવ છે.
  ૧૦) ઉંઘમાથી ઉઠ્યા પછી   થોડો સમય  પછી ઉભા થવુ.

                                                                   ******************************