Sunday, March 3, 2024



 વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિ 

                                                      ઘણા  વૃધ્ધો  વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિનો અનુભવ થાય છે. અને એમાંથી અલ્ઝેમર જેવા ભયંકર રોગોના પણ કેટલાક લોકો ભોગ બને છે. અલ્ઝેમર જેવા રોગોમાં ઘણા પોતાની  પાર કાબુ પણ ગુમાવી દે છે અને નિરાધાર હાલતમાં દયામય સ્થતિમાં જીવતા હોય છે. આથી એવા રોગીઓની માટે  હંમેશા એક વ્યક્તિની સંભાળ રાખવાની જરૂરત રહે છે. એવો કરુણ દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનાલ્ડ રેગનનો  હતો .  તેઓ અલ્ઝેમરના ભોગ બન્યા હતા.ઘણીવાર  એમનો  પૌત્ર એમને એમની લાકડી પકડી  કેલિફોર્નિયામાં સેંતા મોનિકા દરિયા કિનારે ફરવા દોરી જતો  જોવા મળતો  હતો.

                                      વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોએ  કાળજી લેવી જરૂરી છે જેથી તેમની  વિસ્મૃતિ દયામય સ્થિતિએ ન પહોંચી જાય કે એમને અલ્ઝેમર  રોગ સુધી દોરી જાય. વિશ્વના વિજ્ઞાનીકોએ વૃદ્ધોની  વિસ્મૃતિની બાબતમાં સારી એવી શોધો કરી રહયા છે. તેઓ માને છે કે  વૃદ્ધો નવી નવી વસ્તુઓ શીખવાથી  વિસ્મૃતિને  દૂર કે કાબુમાં રાખી શકે  છે. માનવીની  કેટલીક શક્તિઓ પર 30 વર્ષની ઉંમરથી આડ અસર શરુ થાય છે અને 60 વર્ષની ઉંમરની આજુબાજુ  એ ત્રીવ બને છે. 

                                      ઘણા મનુષ્યો માને  છેકે નિવૃત્તિ એટલે બધી પ્રવૃત્તિઓ છોડીને મઝા અને  આરામ કરવો. એવાજ લોકો અલ્ઝેમરના અથવા વિસ્મૃત્તિના  ભોગ બનતા હોય છે. માનવીના મગજને પ્રવૃતિઓ જ  જીવિત અને વધુ ત્રીવ બનાવે છે . એનાથીજ એની યાદ શક્તિ વધે છે.  નિવૃત્તિ એટલે  માનવીની પ્રવૃતિઓમાં બદલાવ નહિ કે બધી પ્રવૃત્તિઓને તદ્દન બંધ કરી દેવી. ટૂંકમાં તમે તમારા જીવનસંગ્રામમાં  જે પ્રવૃતિઓ ન કરી શક્યા હોય એવા તમારા શોખો  પ્રવાસ, વાંચન, સંગીત , લેખન  વગેરે તમે નિવૃત્તિ સમયમાં વિકસાવી  શકો છો. મિત્રો અને સગા સબંધીઓ સાથે વધારે  ગાઢ બનાવી શકો છો. આવી પ્રવૃતિઓ પણ તમારી  યાદશક્તિનો  વિકાસ  કરી શકાય  છે.

                                                            તે ઉપરાંત નિવૃત્તિમાં નવી નવી વસ્તુઓ જેમાં રસ હોય એ વિષે શીખવા પણ પ્રયત્ન કરવો જોઈએ જે તમારા મગજને વધુ ત્રીવ બનાવે.  'આઈ પેડનો' ઉપયોગ કરતા પણ શીખી શકાય .બીજુ ફોટોગ્રાફી ,જુદી જુદી ભાષાઓ શીખવી  અને સંગીતની નવી કૃતિઓ પણ બનાવી શકાય છે. આવી પ્રવૃતિઓ સ્મૃતિને  વધારી અને મજબૂત બનાવી શકે છે.



                                                         અત્યારે કેટલાક  વિજ્ઞાનીઓ  એવા પણ સંધોધન  પર આવ્યા છેકે  ઘણા વખતથી વિટામિન્સ લેનારા  વૃધ્ધોને  વિસ્મૃતિનો ભય ઓછો રહે છે. આ બધા સૂચનો સાથે વૃદ્ધોને માટે સકારત્મક વાતાવરણ ની જરૂરી છે જેથી તેઓ તંદુરસ્ત જીવન જીવી વિસ્મૃતિ જેવી બીમારીથી બચી શકે.

                                           ******************************************

No comments:

Post a Comment